PHOTOS

રાશિફળ 27 સપ્ટેમ્બર: આ રાશિવાળા માટે ભારે ઉથલપાથલવાળો રહેશે આજનો દિવસ, ગુસ્સા પર કાબૂ રાખજો

023: ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને...

Advertisement
1/12

મેષ: ગણેશજી કહે છે, આજે આપનો દિવસ મિશ્રણભર્યો રહેશે. વ્યાપાર સંબંધી મુદ્દાઓ તમને લાભકારી પરિણામ આપશે. આજનો દિવસ સંતાન સાથે સંકળાયેલી સમસ્યાઓ ઉકેલવામાં પસાર થઇ શકે છે. કોઇ સ્પર્ધામાં તમે સફળ થશો. કોઇ ખાસ ઉપલબ્ધિ મેળવતાં તમારું મન પ્રસન્ન રહેશે. 

2/12

વૃષભ: ગણેશજી કહે છે, આજનો દિવસ તમારા માટે શુભ રહેશે. આજના દિવસની શરુઆતમાં નાના મોટા લાભ મળી શકે છે. નોકરી, વ્યવસાય સાથે સંકળાયેલા મુદ્દાઓનું ઉકેલ આવશે. આજે મોટો ઓર્ડર મળવાથી તમારો ધંધો ફરી એકવાર પાટે ચડી શકે છે. આપનો આખો દિવસ સારો વિતશે અને ભાગ્ય સાથ આપશે. 

3/12

મિથુન: ગણેશજી કહે છે, આજે આપનો દિવસ લાભદાયક નીવડી શકે છે પરંતુ ગુસ્સા પર અંકુશ જાળવી રાખજો. મોટા અધિકારીઓ સાથે મતભેદ નુકસાનકારક રહેશે. તમારા બનાવેલા નવા સંબંધો આ સમયે કામ આવશે. સમાજમાં તમને સન્માન મળશે. મિત્રો સાથે લાંબી મુસાફરી પર જવાનું થઇ શકે છે. 

4/12

કર્ક: ગણેશજી કહે છે, આજે આપના માટે સંભાળીને ચાલવાનો દિવસ છે. આજે કામ પર ઉપરી અધિકારીઓ સાથે મતભેદો થઇ શકે છે. લગ્નજીવનમાં સરળતા બની રહેશે અને જીવનસાથી સાથે સુમેળભર્યા સંબંધો રહેશે. જોખમ ખેડવાની વૃત્તિથી દુશ્મનોનું મનોબળ તૂટશે.  

5/12

સિંહ: ગણેશજી કહે છે, આજનો દિવસ તમારા માટે મિશ્ર રહેશે અને જો તમે વ્યાપારી છે તો આજે બિનજરુરી વધારે પડતો પરિશ્રમ કરવો પડી શકે છે. જો તમે સરકારી નોકરીમાં છો તો ઉપરી અધિકારીઓના ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે. સંધ્યાકાળે સામાજિક કાર્યોમાં આજે મોટો લાભ મળી શકે છે.  

6/12

કન્યા: ગણેશજી કહે છે, આજે તમારા મનમાં પોતાને લઇને ઉચાટ રહ્યા કરે. તમે તમારા પદ અને અધિકારોને લઇને તણાવમાં રહી શકો છો. તમને એવુ લાગશે કે લાયક હોવા છતાં તમે એ મેળવી નથી શકતા. દૂર કે નજીકની મુસાફરીમાં અડચણ આવી શકે છે. જો થાય એ સારા માટે જ થાય છે.  

7/12

તુલા: ગણેશજી કહે છે, આજે આપનો દિવસ વિશેષ લાભદાયી નીવડશે અને રોકાયેલું ધન આશ્રર્યજનક રીતે પ્રાપ્ત થશે. આનાથી આજે તમારો વિશ્વાસ, ધર્મ અને આધ્યાત્મમાં વધારો થશે. રોજિંદા કામોમાં આળસ ના કરશો. નવા સંબંધોથી લાભ થશે અને નસીબ પણ સાથ આપશે.  

8/12

વૃશ્ચિક: ગણેશજી કહે છે, આજનો આપનો દિવસ કંઇક ખાસ કરવાના વિચારોમાં પસાર થશે. અધિકારીઓ સાથે સુમેળભર્યા સંબંધો રહેશે અને એમના સહયોગથી નવા પ્રોજેક્ટ શરુ કરી શકો છો. કોઇ સરકારી સંસ્થા તરફથી લાંબાગાળે લાભના યોગ આજે બનશે. નિરાશાજનક વિચારોથી દૂર રહો.    

9/12

ધનુ: ગણેશજી કહે છે, આજનો દિવસ તમારા માટે અનૂકુળ છે. આજે તમે તમારામાં જ મસ્ત રહેશો. કોઇપણ વિરોધીની ટીકા તરફ ધ્યાન ના આપતાં તમે કામમાં વ્યસ્ત રહેશો. આગળ ચાલીને સફળતા મળશે. તમે સામાજિક સંબંધો વધારવામાં સફળ થશો. પરિવારમાં પણ એક્તા રહેશે અને બધા લોકો એકબીજા સાથે રહેશે.  

10/12

મકર: ગણેશજી કહે છે, આજે તમે તમારા કામમાં મન લગાવી કામ કરશો અને તેનો લાભ પણ જલ્દીથી જોઇ શકશો. સ્વજનો પાસેથી સુખ મળશે અને પારિવારિક મંગળ કાર્યોથી ખુશી મળશે. રચનાત્મક કાર્યોમાં મન લાગશે. પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે ગુસ્સા પર અંકુશ રાખજો.  

11/12

કુંભ: ગણેશજી કહે છે, આજનો દિવસ શુભ છે અને ગોચરના શુભ પ્રભાવથી સફળતા મળશે. જવાબદારીને પૂરા મનથી નિભાવશો અને તમારા નસીબમાં પણ વધારો થશે. વાહન, જમીન ખરીદવા, સ્થળાતંરનો સુખદ સંજોગ પણ બની શકે છે. સુખ સગવડોને લઇને કોઇ વસ્તુની ખરીદી કરી શકો છો.  

12/12

મીન: ગણેશજી કહે છે, આજનો દિવસ મુશ્કેલીભર્યો રહી શકે છે અને દુશ્મન તમારા વિરુદ્ધ કાવતરું કરવામાં સફળ બની શકે છે. બિનજરુરી ચિંતાઓથી મન વિચલિત રહેશે. નવી ઉપલબ્ધિઓ આકરી મહેનતથી મળશે. સામાજિક જવાબદારીમાં વધારો થશે. કોઇ અજાણી વ્યક્તિ સાથે લેવડ-દેવડ ના કરશો.  





Read More