PHOTOS

આગળ વધ્યું વાવાઝોડું : આંધી તોફાન સાથે ગુજરાતમાં આ તારીખે આવશે ધોધમાર વચ્ચે, મોટું સંકટ આવ્યું માથે

વાવાઝોડા સાથે વરસાદનું સંકટ... આજે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત સાથે પડશે વરસાદ... 28 તારીખે ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદ પડવાની આગા...

Advertisement
1/6
શનિવાર સવારથી વાવાઝોડું તીવ્ર બનશે
શનિવાર સવારથી વાવાઝોડું તીવ્ર બનશે

બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. રવિવારે મધ્યરાત્રિની આસપાસ તે 120 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે અથડાશે. જેના કારણે બંગાળ અને ઉત્તર ઓડિશાના તટીય જિલ્લાઓમાં ભારે વરસાદ થશે. આ પ્રી-મોન્સુન સીઝનમાં બંગાળની ખાડીમાં સર્જાયેલું આ પ્રથમ ચક્રવાત છે. ઉત્તર હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતના નામકરણની સિસ્ટમ અનુસાર તેનું નામ રેમલ છે, જે ઓમાન દ્વારા આપવામાં આવ્યું છે. વાવાઝોડાને લઈને મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તથા રાહત અને બચાવ ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે.

2/6
હીટવેવ વચ્ચે વાવાઝોડાનો ખતરો
હીટવેવ વચ્ચે વાવાઝોડાનો ખતરો

દેશમાં વાવઝોડા સાથે ભારે વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં ચક્રવાત આગળ વધી રહ્યો છે. આજે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત બાદ ધોધમાર વરસાદ આવશે. આજથી 27 તારીખ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડશે. જેમાં આજે અરૂણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમમાં વરસાદની આગાહી છે. જોકે, ચક્રવાતની અસરને પગલે 28 તારીખે ગુજરાત, મુંબઈમાં ભારે વરસાદ થવાની આગાહી છે. હવામાન વિભાગનું કહેવું છે કે સમગ્ર સપ્તાહ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. 25 મેના રોજ ઉત્તર અને દક્ષિણ 24 પરગણાના કેટલાક ભાગો, પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લા અને ઓડિશાના બાલાસોર જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. આ ભાગોમાં વાદળો 64.5 mm થી 115.5 mm સુધી વરસાદ વરસી શકે છે. (Image Curtacy - Windy)

3/6

દેશમાં વાવઝોડા સાથે ભારે વરસાદનું સંકટ ઘેરાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં ચક્રવાત આગળ વધી રહ્યું છે. જેને કારણે આજે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત બાદ વરસાદ થશે. 23થી 27 તારીખ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ થશે. આજે અરૂણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમમાં વરસાદ પડશે. તો દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. ખાસ કરીને 28 તારીખે ગુજરાત, મુંબઈમાં ભારે વરસાદ થવાની આગાહી છે. આ વચ્ચે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની પણ આગાહી આવી છે. 

4/6
24 મેથી એન્ટ્રી કરશે વાવાઝોડું
24 મેથી એન્ટ્રી કરશે વાવાઝોડું

IMD એ કહ્યું કે ઉત્તરી તમિલનાડુ અને દક્ષિણ અંધ પ્રદેશના દરિયા કિનારે બંગાળની ખાડીમાં દબાણનો વિસ્તાર ઉત્તર-પૂર્વ તરફ આગળ વધવાની સંભાવના છે અને 24 મેની સવાર સુધી દબાણ આવશે. IMDએ કહ્યું, દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી પરિભ્રમણના પ્રભાવ હેઠળ, ઉત્તરી તમિલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે બંગાળની ખાડી પર નીચા દબાણનો વિસ્તાર રચાયો છે (સાત સેમી.' થી 11 સેમી) અલગ-અલગ સ્થળોએ અને અન્ય ઉત્તરી ઓડિશા જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી છે. (Image Curtacy @Indiametdept) 

5/6
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલની આગાહી

આગાહીકાર અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 26 મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે આંધી વંટોળની શક્યતા છે. રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. 26 મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. આ કારણે ચોમાસું પણ વહેલુ આવશે. 25થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું આવવાની શક્યતા છે. અરબસાગરના ભેજના કારણે દેશ સહિત ગુજરાતમાં વરસાદ રહેશે. ગુજરાતમાં 7થી 14 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા છે.  

ક્યાં ક્યાં પડશે વરસાદ : હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પૂર્વ ઉત્તર પ્રદેશમાં વરસાદ પડી શકે છે. બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં પણ વરસાદની અપેક્ષા છે.

ઉત્તર ભારતમાં ગરમીનું રેડ એલર્ટ  :  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી, પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીરમાં ગરમીનું રેડ એલર્ટ છે. અહીં ગરમીનું મોજું આવવાની શક્યતા છે.

6/6
હીટવેવ વચ્ચે હરખના સમાચાર, ચોમાસાનું આગામન
હીટવેવ વચ્ચે હરખના સમાચાર, ચોમાસાનું આગામન

દેશમાં સૌથી પહેલાં સત્તાવાર રીતે આંદામાન-નિકોબાર ચોમાસું બેઠું છે. ભારતમાં કેટલાક વિસ્તારોમાં ચોમાસાનું આગોતરું આગમન થયું છે. માલદીવ અને કોમોરીન સહીત ભારતના બંગાળાની ખાડી, નિકોબાર અને દક્ષિણ અંદમાનમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. આમ, વિધિવત રીતે દક્ષિણ પશ્ચિમી ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે.હવામાન વિભાગની જાહેરાત મુજબ હવે કેરળમાં 31 મેથી ચોમાસું બેસશે. ગુજરાતમાં આવતી 15 જૂનથી ચોમાસાનો પ્રારંભ થશે. જોકે, એ પહેલા ગુજરાતમાં વાવાઝોડાની એન્ટ્રી થશે. મે મહિનાના અંતમાં કે જૂનની શરૂઆતમાં ગુજરાત પર વાવાઝોડું ત્રાટકશે. આવતા અઠવાડિયે બંગાળની ખાડીમાં આ ચક્રવાત આકાર લેશે. તોફાની વાવાઝોડાથી ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત પ્રભાવિત થશે. 





Read More