PHOTOS

નવાઈની વાત છે! એક એવું અનોખું ગામ, જ્યાં ક્યારેય નથી પડતો વરસાદ, જાણવા જેવું છે કારણ

આગમન થઈ ચૂક્યુ છે અને કેટલીક જગ્યાએ તો વરસાદ પણ  શરૂ થયો છે. વિશ્વમાં કેટલીક એવી પણ જગ્યાઓ છે,જ્યાં આખા વર્ષ દરમિયાન સૌથી વધુ વરસ...

Advertisement
1/4

અલ-હુતૈબ ગામ પૃથ્વીની સપાટીથી 3,200 મીટરની ઊંચાઈ પર આવેલુ છે. ગામની આસપાસનું વાતાવરણ ખૂબ જ ગરમ રહે છે. જોકે શિયાળા દરમિયાન વહેલી સવારે વાતાવરણ ખૂબ જ ઠંડું હોય છે, પરંતુ શિયાળામાં પણ સૂર્ય ઉગતાની સાથે લોકોને ગરમી જેવો અનુભવ થાય છે.

2/4

આ ગામમાં પ્રાચીન અને આધુનિક વાસ્તુકળા તથા ગ્રામીણ અને શહેરી વિશેષતાઓનો એકસાથે સુમેળ જોવા મળે છે. આ ગામને ‘અલ-બોહરા અથવા અલ-મુકરમા’ લોકોનો ગઢ કહેવામાં આવે છે. આ પ્રજાતિના લોકોને યમની સમુદાય પણ કહેવામાં આવે છે.

3/4

યમની સમુદાયના લોકો મુહમ્મદ બુરહાનુદ્દીનના નેતૃત્વવાળા ઈસ્માઈલી (મુસ્લિમ) સંપ્રદાયમાંથી આવે છે. જેઓ મુંબઈમાં રહેતા હતા. વર્ષ 2014માં મૃત્યુ થતા સુધીમાં મુહમ્મદ બુરહાનુદ્દીન દર ત્રણ વર્ષે આ ગામની મુલાકાત લેતા હતા.  

4/4

આ ગામની સૌથી વિશેષ વાત એ છે કે અહીં ક્યારેય વરસાદ પડતો નથી. તેનું કારણ એ છે કે આ ગામ વાદળોની ઉપર આવેલું છે. વાદળો આ ગામની નીચે રચાય છે અને વરસાદ પડે છે. અહીંનો નજારો એવો છે કે તમે ક્યાંય ભાગ્યે જ જોયો હશે.  





Read More