Saudi Arabia: દુનિયાના સૌથી મહાન ફુટબોલર્સમાં એક ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હવે સાઉદી અરબની ક્લબ તરફથી રમતો જોવા મળશે. સાઉદી અરબની ક્લબ અલ ...
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પાછલા સપ્તાહે સાઉદી અરબની ક્લબ અલ નાસરમાં સામેલ થયો હતો. રોનાલ્ડોને આ ક્લબ પાસેથી દર વર્ષે 1800 કરોડ રૂપિયા મળશે. જે તેને ઈતિહાસમાં સૌથી વધુ રૂપિયા મેળવનાર ફુટબોલ ખેલાડી બનાવી દેશે.
ડેલી મેલ પ્રમાણે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફોર સીઝન હોટલના કિંગડમ સુઇટમાં રહે છે. આ સુઇટ બે માળનું છે. જ્યાંથી શહેરનો સુંદર નજારો જોવા મળે છે.
ફોર સીજન્સ હોટલનો આલીશાન સુઇટ કથિત રીતે 3000 ફુટથી વધુ કવર કરે છે અને તેની કિંમત 2.5 કરોડ રૂપિયાથી વધુ છે. આ સુઇટના ફોટો વાયરલ થઈ રહ્યાં છે.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ સુઇટમાં પોતાની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ જોર્જિના સાથે રહેશે. સાઉદીના નિયમ અનુસાર લગ્ન વગર એક ઘરમાં રહેવું ગેરકાયદેસર છે, પરંતુ રોનાલ્ડોને આ કરવાની મંજૂરી આપવામાં આવશે.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને જોર્જિનાના બે બાળકો છે. આ સિવાય ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના હલેથી ત્રણ બાળકો છે.