PHOTOS

Coronavirus Fake News Alert: કોરોના વેક્સીન લગાવ્યાના 2 વર્ષની અંદર થઈ જશે મોત? જાણો આ દાવાનું સત્ય

ા Luc Montagnier નો અહેવાલ આપી ફેક ઈ મેઈલમાં જણાવવામાં આવ્યું છે કે, કો...

Advertisement
1/5
સોશિયલ મીડિયા પર અફવા
સોશિયલ મીડિયા પર અફવા

પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ (PIB) હાલમાં સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી એક ઇમેજમાં કોવિડ-19 વેક્સીન વિશે કરવામાં આવેલા દાવાને નકારી કાઢ્યો છે. આ તસવીરમાં ફ્રાન્સના નોબેલ પુરસ્કાર વિજેતા Luc Montagnier નો અહેવાલ આપી આ દાવો કરવામાં આવ્યો છે કે, વેક્સીન લેનારા લોકોની બચવાની કોઈ સંભાવના નથી.

2/5
PIB એ કર્યું અફવાનું ખંડન
PIB એ કર્યું અફવાનું ખંડન

ભારત સરકારની પત્ર સૂચના કાર્યાલયએ આ દાવાને પાયાવિહોણો ગણાવ્યો છે. સરકારે કહ્યું છે કે કોવિડ-19 વેક્સીન સંપૂર્ણપણે સલામત છે. સરકારે લોકોને આગ્રહ કર્યો છે કે, તેઓ આ પ્રકારની અફવાઓથી દૂર રહે.

3/5
મોતની ગેરેન્ટીનો દાવો ખોટો
મોતની ગેરેન્ટીનો દાવો ખોટો

ફ્રાન્સના નોબેલ પુરસ્કાર વિજેતા Luc Montagnier નો અહેવાલ આપીને ફેક ઇ-મેઇલમાં જણાવ્યું છે કે કોરોના વેક્સીન લેનારાઓનું મૃત્યુ નિશ્ચિત છે. જે સંપૂર્ણ રીતે ખોટું અને ભ્રામક છે. ZEE News પણ આવી કોઇ અફવાઓથી દૂર રહેવાની સલાહ આપે છે.

4/5
ભારતમાં કોરોના મહામારીને કારણે 3 લાખથી વધુ લોકોના મોત
ભારતમાં કોરોના મહામારીને કારણે 3 લાખથી વધુ લોકોના મોત

દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2 કરોડ 71 લાખને વટાવી ગઈ છે. અત્યાર સુધીમાં 3 લાખ 10 હજારથી વધુ લોકોના મોત (Coronavirus Death) થયા છે.

5/5
મોતના મામલે ત્રીજા નંબર પર ભારત
મોતના મામલે ત્રીજા નંબર પર ભારત

અમેરિકા અને બ્રાઝિલ (America and Brazil) બાદ ભારત ત્રીજો દેશ બન્યો છે જ્યાં કોવિડ-19 થી 3 લાખ લોકોના મોત થયા છે. અમેરિકામાં 6 લાખ 4 હજાર 82 લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે બ્રાઝિલમાં 4 લાખ 49 હજાર 185 લોકોનાં મોત નીપજ્યાં છે.





Read More