PHOTOS

Cooking Tips: શાકમાં મરચું વધી જાય તો આ ઘરેલુ વસ્તુઓથી ઓછી કરી શકો છો તીખાશ

દરેક વ્યક્તિને જમવામાં ચટાકેદાર ભોજન જ ભાવે છે. અને ભોજનને ચટાકેદાર બનાવવા માટે દાળ શાકમાં મરચાનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે ઘણી વખત એ...

Advertisement
1/6
ઘી
ઘી

જો અજાણતા તમારાથી ભોજનમાં મરચું વધારે પડી ગયું છે તો ભોજનની તીખાશ દૂર કરવા માટે તમે ઘીનો ઉપયોગ કરી શકો છો. શાક કે દાળમાં એક ચમચી ઘી ઉમેરી દેવાથી મરચાની તીખાશ ઓછી થઈ જશે અને વાનગીનો સ્વાદ વધી જશે 

2/6
બટર
બટર

પાવભાજી કે અન્ય પંજાબી સબ્જીમાં જો મરચું વધી ગયું હોય તો તેની તીખાશ ઓછી કરવા માટે તમે તેમાં બટર ઉમેરી શકો છો. બટર ઉમેરવાથી તીખાશ ઓછી થઈ જશે અને વાનગીનો સ્વાદ પણ વધી જશે.

3/6
ખાંડ
ખાંડ

દાળ, શાકની તીખાશ ઓછી કરવા માટે ખાંડનો ઉપયોગ પણ કરી શકાય છે. જો તમે શાક કે દાળમાં ગળાશ ઉમેરી દો છો તો તેનાથી તીખો સ્વાદ ઘટી જશે.

4/6
મેંદો
મેંદો

જો શાકમાં વધારે પડતું જ મરચું પડી ગયું હોય તો મેંદાનો ઉપયોગ કરીને તેની તીખાસ ઓછી કરો. તેના માટે મેંદાને થોડો શેકી લેવો ત્યાર પછી તેને સબ્જીમાં ઉમેરી દેવો. તેનાથી તીખાશ ઓછી થઈ જશે અને ગ્રેવી ઘટ્ટ થઈ જશે.

5/6
લીંબુ
લીંબુ

લીંબુનો રસ ઉમેરીને પણ તમે ભોજનની તીખાશ ઓછી કરી શકો છો. મરચું વધી ગયું હોય તો દાળ કે શાકમાં લીંબુનો રસ ઉમેરી દો. તેનાથી મરચાની તીખાશ બેલેન્સ થઈ જશે.

6/6




Read More