PHOTOS

બેંકમાં જઈને આજે જ ચાલુ કરાવો આ સીક્રેટ સર્વિસ, બચત ખાતા પર મળશે ત્રણ ગણું વ્યાજ

રેય સામેથી નથી આપતી આ સીક્રેટ સર્વિસની જાણકારી, પણ જો તમે બેંકમાં સામેથી જઈને પૂછપરછ કરશો તો તમને આ અંગે માહિતી મળી જશે. ત્યાર બાદ તમે ...

Advertisement
1/10

Bank Auto Sweep Service: દરેક બેંક તેના ગ્રાહકોને ઓટો સ્વીપ સેવા પૂરી પાડે છે, પરંતુ મોટાભાગના ગ્રાહકો તેનાથી અજાણ હોય છે, જ્યારે તે ખૂબ જ ફાયદાકારક સેવા છે. તમે બચત ખાતા પર વધુ વ્યાજ પણ મેળવી શકો છો. દરેક લોકો બેંકમા પોતાનું ખાતુ એટેલેકે, બેંક અકાઉન્ટ ધરાવતા હોય છે. ખાસ કરીને મોદી સરકાર દ્વારા તો કરોડો લોકોને જીરો બેલેન્સ સાથે જનધન ખાતા પણ ખોલાવી આપ્યાં છે. ત્યારે આજે ભારતમાં સતત બેંક ખાતાઓ વધી રહ્યાં છે.  

2/10

એવા પણ ઘણાં લોકો છેકે, બેંક ખાતામાં એક કરતા વધારે અકાઉન્ટ પણ ધરાવે છે. આવી સ્થિતિમાં અલગ અલગ બેંકોમાં ખાતા રાખનારા લોકો માટે પણ અહીં આપવામાં આવેલી માહિતી ખુબ ઉપયોગી સાબિત થઈ શકે છે.

3/10

બેંક એફડી પર સામાન્ય રીતે વ્યાજ ઓછું મળે છે, પરંતુ તમે સેવિંગ એકાઉન્ટ અથવા  કરન્ટ એકાઉન્ટ પર વધુ વ્યાજ પણ મેળવી શકો છો. દરેક બેંક પોતાના ગ્રાહકોને ઓટો સ્વીપ સર્વિસ જેવી સેવા આપતી હોય છે. આના દ્વારા તમે તમારા એકાઉન્ટ પર ત્રણ ગણું વધુ વ્યાજ મેળવી શકો છો. 

4/10

સવાલ એ થાય છેકે, કઈ રીતે શરૂ કરવી આ બેંકિંગ સેવા? શું દરેક બેંકો આવી સેવાઓ પુરી પાડે છે. તો એનો જવાબ છે હાં, આ લાભ મેળવવા માટે, તમારે ફક્ત બેંકમાં જવું પડશે અને આ સેવાને શરૂ કરાવવા માટે બેંક મેનેજર સાથે વાત કરવી પડશે. તમારે તેની સાથે ચર્ચા કરીને થોડી પૂછપરછ કરવી પડશે.

5/10

સરપ્લસ ફંડ્સ પર વધુ વ્યાજ એ ઓટો સ્વીપ સેવા એવી સુવિધા છે જે ગ્રાહકોને સરપ્લસ ફંડ્સ પર વધુ વ્યાજ અપાવે છે. જો તમે આ સેવા શરૂ કરાવો છો તો તમારા ખાતામાંથી આપમેળે રકમને ફિક્સ ડિપોઝીટમાં મુકી દેવામાં આવે છે. આ સેવાથી ગ્રાહકોને મોટો લાભ મળે છે.

6/10

તમારા ખાતામાં રાખેલી રકમ જરૂરિયાત કરતા વધી જાય તો તમારી પરવાનગીથી એ ભંડોળને આપમેળે ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FDમાં સ્થાનાંતરિત કરે છે. આવી સ્થિતિમાં, તમને બચત ખાતા પર વ્યાજની જગ્યાએ બેંક FD પર વ્યાજ દરનો લાભ મળે છે. જો તમે બેંક દ્વારા આપવામાં આવતી આ લાભકારી સેવાને સરળ ભાષામાં સમજો છો, તો જો તમે તમારા બચત ખાતા પર ઓટો સ્વીપ સેવા ચાલુ કરી છે, તો તમને આ સેવા સાથે ખોલવામાં આવેલા ખાતા પર વધુ વ્યાજ મળી શકે છે. 

7/10

વાસ્તવમાં, જ્યારે તમારા બચત અથવા ચાલુ ખાતામાં જમા રકમ સ્વીપ મર્યાદાને પાર કરે છે, ત્યારે ઓટો સ્વીપ સુવિધા ઓટોમેટિક એટલેકે, આપમેળે જ શરૂ થઈ જાય છે. તેના માટે તમારે તમારા ખાતામાં એક સિસ્ટમ રાખવાની હોય છે. તેની પ્રક્રિયા સમજો તો તમારે તમારા અકાઉન્ટની એક ફિકસ મર્યાદા નક્કી કરવાની હોય છે. એના કરતા વધારે રકમ ખાતામાં જમા થતાની સાથે જ તે રકમ આપમેળે ફિક્સમાં જતી રહે છે. તમારા ખાતામાં એક મર્યાદા સેટ કર્યા પછી એનાથી વધારાની રકમ જો ખાતામાં જમાં થાય તો આપોઆપ તે રકમ ડિપોઝિટ સીધી FDમાં કન્વર્ટ થઈ જશે.

8/10

ઉદાહરણ પરથી સમજવાની કોશિશ કરીએ તો...હવે ધારો કે તમે ખાતામાં 50,000 રૂપિયાની મર્યાદા નક્કી કરી છે અને આ ખાતામાં દોઢ લાખ રૂપિયા જમા કરાવ્યા છે, તો આ સેવા હેઠળ 50 હજાર રૂપિયાથી વધુની રકમ એટલે કે બાકીના વધારાના 1 લાખ રૂપિયાની વધારાની રકમ આપમેળે FDમાં કન્વર્ટ થઈ જશે અને આ રકમ પર વધારાનું વ્યાજ મળશે. સંબંધિત બેંકમાં ફિક્સ ડિપોઝિટ પર ઉપલબ્ધ વ્યાજ દર મુજબ આપવામાં આવે છે, જ્યારે નોર્મલ ડિપોઝિટલ 50,000 રૂપિયાની છે, તે ના પર માત્ર બચત ખાતા પર નક્કી કરેલું વ્યાજ આપવામાં આવશે.

9/10

સામાન્ય રીતે, બેંકો બેંક ખાતામાં બચત પર સરેરાશ 2.5 ટકા વ્યાજ આપે છે. જો કે, આ બેંકથી બેંકમાં બદલાય છે. FD પર સરેરાશ વ્યાજ દર 6.5 થી 7 ટકા છે. એટલે કે ખાતામાં જમા રકમ પર ત્રણ ગણા વધુ વ્યાજનો લાભ. પરંતુ તમે તેને બચત ખાતાની જેમ માની શકો છો, એટલે કે, તમે જ્યારે ઇચ્છો ત્યારે FDમાં રૂપાંતરિત નાણાં ઉપાડી શકો છો, જ્યારે ફિક્સ્ડ ડિપોઝિટ પર, તમે પાકતી મુદત પૂરી થાય તે પહેલાં તેને ઉપાડી શકતા નથી.

10/10

બેંક એકાઉન્ટ પર ઓટો સ્વીપ સેવાઓમાં ઓટો સ્વીપના અન્ય ઘણા ફાયદા છે જ્યાં તમે સરળતાથી FD જેટલું વ્યાજ મેળવી શકો છો, આ સાથે આ સેવાના અન્ય ઘણા ફાયદા છે. સૌથી મહત્વની બાબત એ છે કે તમારા ખાતામાં જમા કરાયેલા નાણાં પર વધુ વળતર મળવાથી ગ્રાહક વધુ બચત કરવા પ્રેરાય છે. તેનાથી લોકોની નિયમિત બચત પણ વધે છે. આ ઉપરાંત, આ સુવિધા દ્વારા તમે તમારા ખર્ચને પણ ટ્રેક કરી શકો છો અને બજેટ પણ સેટ કરી શકો છો. ઓટો સ્વીપ સર્વિસમાં, તમે મેન્યુઅલી FDમાં પૈસા ટ્રાન્સફર કરવાની ઝંઝટમાંથી છુટકારો મેળવો છો, કારણ કે તે એક ઓટોમેટિક પ્રક્રિયા છે.





Read More