PHOTOS

હોળી બાદ બુધની ઊલટી ચાલ, આ જાતકોના સિતારા ચમકશે, નોકરીમાં પ્રમોશન-ધનલાભનો યોગ

રાજકુમાર બુધ મેષ રાશિમાં વક્રી થઈ રહ્યાં છે. બુધ ગ્રહની ઊલટી ચાલ કેટલાક જાતકો માટે ભાગ્યશાળી સાબિત થવાની છે. આ જાતકોને જીવનમાં લાભ મળશ...

Advertisement
1/5
બુધની ઊલટી ચાલ
 બુધની ઊલટી ચાલ

વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય-સમય પર વક્રી અને માર્ગી થાય છે, જેનો પ્રભાવ માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે વેપાર અને બુદ્ધિના દાતા બુધ ગ્રહ 2 એપ્રિલ એટલે કે હોળી બાદ મેષ રાશિમાં વક્રી થવાના છે. તેવામાં તે તમને તેજ ફળ પ્રદાન કરશે. તો બુધ ગ્રહની ઊલટી ચાલનો પ્રભાવ દરેક જાતકો પર જોવા મળશે. પરંતુ ત્રણ રાશિઓ એવી છે, જેનું ભાગ્ય આ સમયે ચમકી શકે છે. સાથે કરિયર અને કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે. 

2/5
મેષ રાશિ
  મેષ રાશિ

બુધ ગ્રહનું વક્રી થવું મેષ રાશિના જાતકોને લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિથી લગ્ન ભાવ પર વક્રી થવા જઈ રહ્યાં છે. તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધાર થશે. આ સાથે લગ્ન જીવન ખુશ રહેશેતેથી આ સમયે તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. તમારો આત્મવિશ્વાસ વધશે. આ દરમિયાન તમને ખુબ મહેનત કરશો.   જો તમે વિદ્યાર્થી છો તો તમને નોકરી મળી શકે છે. જે લોકો પાર્ટનરશિપમાં વેપાર કરે છે તેના માટે આ સમય શાનદાર રહેશે. તો આ સમયે તમારી આવકમાં વધારો થશે. 

3/5
સિંહ રાશિ
 સિંહ રાશિ

તમારા માટે બુધ ગ્રહનું વક્રી થવું અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ ગ્રહ તમારી ગોચર કુંડળીના નવમ ભાવ પર વક્રી થશે. તેથી આ સમયે કાર્યોમાં તમને ભાગ્યનો સાથ મળશે. તો વિદ્યાર્થીઓને નોકરી પ્રાપ્ત કરવાની તક મળી શકે છે. આ સમયે તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો, જે શુભ રહેશે. તો કોઈ ધાર્મિક કે માંગલિક આયોજનમાં સામેલ થઈ શકો છો. આ સમયે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમયે શાનદાર રહેશે. જેનો તમને ફાયદો પણ મળશે.  

4/5
મિથુન રાશિ
 મિથુન રાશિ

બુધ ગ્રહની ઊલટી ચાલ મિથુન રાશિના જાતકો માટે લાભદાયક રહેશે. કારણ કે બુધ ગ્રહ તમારી ગોચર કુંડળીના 11માં ભાવ પર વક્રી થશે. આ સાથે તે તમારી રાશિના સ્વામી છે. તો નોકરી કરનાર જાતકો માટે સ્થિતિ સુખદ રહેવાની છે. તમે મહેનત દ્વારા સફળતા પ્રાપ્ત કરી શકો છો. આ સમયમાં કોઈ વ્યાવસાયિક ડીલ ફાઈનલ થઈ શકે છે, જેનાથી ભવિષ્યમાં લાભ થઈ શકે છે. 

5/5
ડિસ્ક્લેમરઃ
ડિસ્ક્લેમરઃ

આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય અને સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લઈ શકો છો.





Read More