PHOTOS

Bollywood Actor: 3000 કરોડની નેટવર્થ ધરાવતો એક્ટર તેની ગર્લફ્રેન્ડ માટે બન્યો ફોટોગ્રાફર

Azad Photos: બોલિવૂડ એક્ટર રિતિક રોશન પોતાની પર્સનલ લાઈફને લઈને અવારનવાર હેડલાઈન્સનો હિસ્સો બની રહે છે. હૃતિક જ્યારે પણ ગર્લફ્રેન્ડ સબ...

Advertisement
1/5

રિતિક રોશનની ગર્લફ્રેન્ડ સબા આઝાદે તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર સાડી પહેરેલો ફોટો શેર કર્યો છે. તેમજ અભિનેત્રી અને ગાયિકા સબા આઝાદે જણાવ્યું કે તેની આ તસવીર હૃતિક રોશને ક્લિક કરી છે. ફોટોમાં, સબા આઝાદ લાલ રંગનું બ્લાઉઝ અને જાંબલી રંગની સાડી પહેરીને દેશી ગર્લના લુકમાં પોઝ આપતા જોવા મળે છે. સબાનો નવો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

2/5

જો એન્ટરટેઈનમેન્ટ સમાચારોની વાત માનીએ તો રિતિક રોશન છેલ્લા એક વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. હવે હૃતિક અને સબા બંનેએ તેમના સંબંધોની પુષ્ટિ કરી છે.

3/5

હૃતિક રોશન અને સબા આઝાદ બંને ઘણીવાર એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. અને સોશિયલ મીડિયા પર એકબીજા સાથેની તસવીરો પણ મોટા પ્રમાણમાં શેર કરે છે. જેને નેટીઝન્સ ખૂબ પસંદ કરે છે.

4/5

રિપોર્ટ્સ અનુસાર, બોલિવૂડ સ્ટાર રિતિક રોશનની નેટવર્થ લગભગ 3000 કરોડ રૂપિયા છે. અભિનેતા ઘણી વૈભવી મિલકતો અને લક્ઝરી વાહનોનો માલિક છે.

5/5

જો હૃતિકના વર્ક ફ્રન્ટ પર નજર કરીએ તો, અભિનેતા ટૂંક સમયમાં જ ફિલ્મ ફાઈટરમાં જોવા મળશે. હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ એરિયલ એક્શન આધારિત ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જો રિપોર્ટ્સનું માનીએ તો ફાઈટર ફિલ્મ જાન્યુઆરી 2024માં રિલીઝ થવાની છે.





Read More