PHOTOS

PHOTOS: અસમમાં ભારે વરસાદ અને પુરના કારણે ગંભીર પરિસ્થિતિ, મૃત્યુઆંક 108 થયો, તસવીરોમાં જુઓ તારાજી

Advertisement
1/7
મૃત્યુઆંક 108 થયો
મૃત્યુઆંક 108 થયો

અસમમાં હજુ પણ પુરની સ્થિતિ વિકટ બનેલી છે. ગુરુવારે વધુ સાત લોકોના મૃત્યુ થતા મૃત્યુઆંક હવે 108 પર પહોંચી ગયો છે. 

2/7
45.34 લાખ લોકોને અસર
45.34 લાખ લોકોને અસર

અસમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) ના જણાવ્યાં મુજબ પુરના કારણે ગુરુવારે 30 જિલ્લાના 45.34 લોકો અસરગ્રસ્ત હતા જે બુધવારની સરખામણીમાં ઓછા હતા કારણ કે બુધવારે પુરની સ્થિતિના કારે 32 જિલ્લાના 54.50 લાખ લોકો અસરગ્રસ્ત હતા. અનેક ઠેકાણે વીજળીનો પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો જો કે કેટલાક વિસ્તારોમાં સ્થિતિ યથાવત થઈ છે જ્યારે અસમ પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડના એન્જનિયર્સના ગુવાહાટીથી સિલચર પહોંચવાના છે.   

3/7
આ વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત
આ વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત

બરાક અને કુશીઆરા નદીઓમાં પાણીનું સ્તર વધી જવાના કારણે બરાક વેલીના ત્રણ જિલ્લા Cachar, Hailakandi and Karimganj સૌથી વધુ અસરગ્રસ્ત થયા. જ્યારે સિલચર પાળો તૂટી જવાના કારણે પાણીમાં ડૂબાડૂબ થઈ ગયું હતું. જો કે સૌથી ખરાબ રીતે અસર પહોંચી હોય તેવા જિલ્લાઓ બારપેટા જ્યાં 10,32,561 લોકો પુરથી અસરગ્રસ્ત થયા છે. જ્યારે કામરૂપમાં 4,29,166, Nagaon માં 5,03,308 અને ધુબરીમાં 3,99,945 લોકો અસરગ્રસ્ત થયા છે. 

4/7
ચારેબાજુ તરાજીના દૃશ્યો
ચારેબાજુ તરાજીના દૃશ્યો

ભારે વરસાદના કારણે અસમમાં ચારેબાજુ તારાજીના દૃશ્યો જોવા મળી રહ્યા છે. 4536 ગામડાઓ અસરગ્રસ્ત થયા છે. જ્યારે 2,84,875 લોકોને 759 રિલિફ કેમ્પમાં ખસેડાયા છે. પુરના કારણએ રાજ્યના 173 રસ્તાઓ અને 20 પુલને નુકસાન પહોંચ્યું છે. જ્યારે બક્સા અને ડરંગ જિલ્લાઓમાં બે પાળા તૂટી ગયા અને ત્રણ ક્ષતિગ્રસ્ત થયા. પુરની બીજી લહેરમાં ખેતીલાયક 100869.7 હેક્ટર જમીન અને 33,77,518 પશુધનને અસર થઈ જ્યારે 84 પશુઓ ગુરુવારે પાણી સાથે વહી ગયા.   

5/7
સીએમએ કર્યું એરિયલ સર્વેક્ષણ
સીએમએ કર્યું એરિયલ સર્વેક્ષણ

અસમના સીએમ હિમંતા બિસ્વા સરમાએ સિલચરના અસરગ્રસ્ત વિસ્તારોનો એરિયલ સર્વે કર્યો. ત્યારબાદ તેમણે બરાક વેલીમાં પણ પુરની સ્થિતિની સમીક્ષા કરી. તેમણે કહ્યું કે સેનાની વધુ ટુકડીઓ સિલચર મોકલવામાં આવશે જે ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મદદરૂપ થશે. 

6/7
રાહત સામગ્રી રવાના
રાહત સામગ્રી રવાના

સરમાએ કહ્યું કે ગુરુવારે ખાદ્ય સામગ્રી, પાણીની બોટલો અને અન્ય જરૂરી સામગ્રીના 30 જેટલા પેકેટ વાયુસેનાના વિમાન દ્વારા સિલચરના અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવામાં આવ્યા હતા. પીવાના પાણીનો પુરવઠો ખોરવાઈ જવાના કારણે પાણીની વધુ બોટલો ગુવાહાટીથી પહોંચતી કરાશે. રોજની એક લાખ જેટલી પીવાના પાણીની બોટલો ત્યાં પહોંચાડવાનું પ્લાનિંગ છે. 

7/7
કેન્દ્રની સ્થિતિ પર બાજ નજર
કેન્દ્રની સ્થિતિ પર બાજ નજર

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે અસમમાં પૂરની સ્થિતિ પર કેન્દ્ર સરકારની સતત નજર છે અને આ પડકારને પહોંચી વળવા માટે રાજ્ય સરકારને તમામ મદદ થઈ રહી છે. સેના અને એનડીઆરએફની ટીમો પુરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં હાજર છે. તેઓ લોકોને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢવાના અને રાહત સામગ્રી પહોંચાડવાના કામમાં જોડાયા છે. વાયુસેનાએ લોકોને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સુરક્ષિત બહાર  કાઢવા માટે 250 જેટલી ઉડાણ ભરી છે. 





Read More