PHOTOS

'અનુપમા' ફેમ રૂપાલી કરી ચૂકી છે ગોવિંદા સાથે રોમાન્સ, સેક્સી અવતારમાં જોવા મળી હતી

ં લીડ પાત્ર ભજવનાર એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) ના કેરેક્ટરને લોકો ખૂબ પસંદ કરે છે. પરંતુ ટીવીમાં પોતાની કિસ્મત અજમાવતાં પહ...

Advertisement
1/6
ફિલ્મોમાં બતાવી ચૂકી છે હુનર
ફિલ્મોમાં બતાવી ચૂકી છે હુનર

ટીવી જગતનો સૌથી પોપ્યુલર શો છે 'અનુપમા' (Anupama). આ શોમાં એક હાઉસવાઇફના સ્ટ્રગલને એકદમ સુંદર રીતે બતાવવામાં આવ્યો છે. શોમાં મેન લીડનું પાત્ર ભજવનાર રૂપાલી ગાંગુલીને પણ લોકો ખૂબ પસંદ કરે છે. તેમની એક્ટિંગે તો કેરેક્ટરમાં જીવ પુરી દીધો છે. પરંતુ ટીવીમાં પોતાનો જાદૂ બતાવતાં પહેલાં તે ફિલ્મોમાં પોતાની કિસ્મત અજમાવી ચૂકી છે. 

2/6
મિથુન સાથે કર્યો હતો રોમાન્સ
મિથુન સાથે કર્યો હતો રોમાન્સ

'અનુપમા'માં લીડ પાત્ર ભજવશે અભિનેત્રી રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) પોતાના કેરિયરના શરૂઆતી દિવસોમાં ઘણી ફિલ્મોમાંન જોવા મળી હતી. તેમણે ગોવિંદા અને મિથુન ચક્રવતી સથે રોમાન્સ પણ કર્યો હતો. તેમણે બોલીવુડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી સાથે વર્ષ 1996માં આવેલી ફિલ્મ 'અંગારા'માં તેમના ઓપોઝિટમાં જોવા મળી હતી અને બીજી તરફ તે સમયે રૂપાલી ગાંગુલીની ઉંમર ફક્ત 19 વર્ષની હતી તો મિથુન ચક્રવર્તી 45 વર્ષના હતા. 

3/6
ગોવિંદા સાથે કરી ચૂકી છે કામ
ગોવિંદા સાથે કરી ચૂકી છે કામ

વર્ષ 1997 માં આવેલી 'દો આંખે બારહ હાથ' માં ગોવિંદાની સાથે પણ રૂપાલી ગાંગુલી  (Rupali Ganguly) જોવા મળી ચૂકી છે. આ ફિલ્મમાં રૂપાલી ગાંગુલીને ગોવિંદા સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી. અભિનેત્રીનો અંદાજ લોકોને ખૂબ ગમ્યો હતો. 

4/6
ભણવામાં અવલ્લ રૂપાલી
ભણવામાં અવલ્લ રૂપાલી

તમને જાણીને આશ્વર્ય થશે કે રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) ભણવામાં પણ અવલ્લ હતી. તે ખૂબ વધુ ભણેલી છે અને તેમણે હોટલ મેનેજમેન્ટનો કોર્સ પણ કર્યો છે. 

5/6
એક બાળકની માતા છે રૂપાલી
એક બાળકની માતા છે રૂપાલી

રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) ની પર્સનલ લાઇફની વાત કરીએ તો તેમણે 8 વર્ષ પહેલાં એટલે કે 6 ફેબ્રુઆરી 2013 ના રોજ અશ્વિન વર્મા સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર હતો, જેનું નામ રૂદ્વાંશ છે. રૂપાલી ગાંગુલી અશ્વિનને લગ્નના 12 વર્ષ પહેલાં ઓળખતી હતી. અશ્વિન તેમના બેસ્ટ ફ્રેન્ડ હતો. 

6/6
રૂપાલીનું કેરિયર
રૂપાલીનું કેરિયર

રૂપાલી (Rupali Ganguly) એ કેરિયરની શરૂઆત 2000 માં ટીવી સીરિયલ 'સુકન્યા' સાથે કરી હતી. જોકે તેમણે ઓળખ 2003 માં ટીવી શો 'સંજીવીની' થી મળી હતી. 'સંજીવની' માં તેમણે ડો. સિમરન ચોપડાનું પાત્ર ભજવ્યું હતું. ત્યારબાદ ટીવી સીરિયલ 'સારાભાઇ VS સારાભાઇ' માં મોનિશાનું પાત્ર સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું. 





Read More