PHOTOS

અંબાલાલ પટેલની ફરી એક ડરામણી આગાહી! નર્મદા ડેમ ઓવરફ્લો થશે અને સાબરમતીમાં પૂર આવશે!

ાલ ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢમાં તો આભ ફાટ્યું હોય તેમ જળબંબાકારની સ્થિતિ ઉદ્દભવી છે. નવસારીમાં પણ ભારે વરસાદ પડ્યો છે. ...

Advertisement
1/7

અંબાલાલ પટલે અગાઉ હાલના સમય માટે આગાહી કરીને ભારે વરસાદનો વરતારો કર્યો હતો, જોકે હજુ પણ તેમણે ભારે વરસાદ રાજ્યભના વિવિધ ભાગોમાં થવાની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં તેમણે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ ખાબકવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આગામી સમયમાં દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી છે. મજબૂત ગસ્ટ ગુજરાત તરફ ભારે ભેજ લઈને આવી રહ્યું છે.   

2/7

આજથી 24 જુલાઈ સુધી ભારે વરસાદ રહેશે. જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થશે. દક્ષિણ ગુજરાતના આહવા ડાંગ વલસાડ, નવસારી, સુરતમાં પણ ભારે વરસાદ રહેશે તેવી સંભાવનાઓ અંબાલાલ વ્યક્ત કરી રહ્યા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ અને અમદાવાદના ભાગો સુધી ભારે વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ રહેશે. વરસાદી પવનનુ જોર પણ વધશે. અંબાલાલે પવન સાથે ભારે વરસાદ થવાની સંભાવનાઓ સાથે ખેડૂતોને બાગાયતી પાકોનુ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

3/7

અંબાલાલ પટેલે ગુજરાતની સાથે-સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, વડોદરા, સાવલી, આણંદ, ખેડા, નડીયાદમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. બનાસકાંઠા, અરવલ્લી અને પંચમહાલમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા તો રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગરમાં વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે ઘાતક આગાહી કરતા જણાવ્યું છે કે, આવતીકાલ (23 જુલાઈ) નર્મદા નદીમાં પૂર અને ડેમ ઓવરફ્લો થવાની આગાહી કરી છે. એટલું જ નહીં, સાબરમતી નદીમાં પણ પૂર આવે તેવી સંભાવના છે. આ તરફ હવે હવામાન વિભાગ બાદ અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. 

4/7
ગુજરાતના 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
ગુજરાતના 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

23 જુલાઈએ સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, પાટણ, મોરબી, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

5/7
આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

બનાસકાંઠા, સાબરકાંઠા, અમદદાવાદ, આણંદ, ભરૂચ, અમરેલી અને ગીર સોમનાથમાં એરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, વડોદરા, સુરત અને નવસારીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

6/7
આ વિસ્તારોમાં પણ પડી શકે છે ભારે વરસાદ
આ વિસ્તારોમાં પણ પડી શકે છે ભારે વરસાદ

બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ જિલ્લામાં માધ્યમથી ભારે વરસાદની આગાહી છે. રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે.  

7/7
મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આગામી 24 કલાકમાં મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે વડોદરા, સાવલી, આણંદ, ખેડા, નડિયાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત અમદાવાદ, વિરમગામ, સાણંદ, ધોળકા, ધંધુકામાં વરસાદની આગાહી છે.





Read More