PHOTOS

Anil Ambani: એક સમયે પત્નીના દાગીના વેચીને ભરી હતી ફી, આજે પુત્ર પલટી રહ્યો છે ભાગ્ય, ઊભું કર્યું કરોડોનું સામ્રાજ્ય

ંબાણીના દિવસ બદલાવવા લાગ્યા છે. જ્યારથી તેમના પુત્રએ બિઝનેસમાં એન્ટ્રી મારી છે ત્યારથી અનિલ અંબાણીની કંપનીની સ્થિતિ હવે સુધરવા લાગી છે....

Advertisement
1/8
અનિલ અંબાણીનો પ્લાન
અનિલ અંબાણીનો પ્લાન

anil Ambani Comeback Plan: દિવાળિયા થઈ ચૂકેલા અનિલ અંબાણીના દિવસો હવે ફરી રહ્યા છે. જ્યારથી તેમના પુત્રએ બિઝનેસમાં એન્ટ્રી મારી છે ત્યારથી અનિલ અંબાણીની કંપનીની સ્થિતિ હવે સુધરવા લાગી છે. રિલાયન્સ કેપિટલને જ્યાં નવો કારોબાર મળી ગયો ત્યાં રિલાયન્સ ઈન્ફ્રા પર કરજનો બોજો પણ ઘટી ગયો છે. અનિલ અંબાણીએ પુત્રોની સાથે મળીને કંપનીને બચાવવાનો પ્લાન તૈયાર કર્યો છે. પ્લાન એવો કે જેનાથી કંપની પર કરજનો બોજો ઓછો થશે અને સાથે સાથે વેપારને વધારવામાં મદદ મળશે. તેમના મોટા પુત્ર જય અનમોલ અંબાણી સતત મહેનત કરીને અત્યાર સુધીમાં 2000 કરોડ રૂપિયાનો બિઝનેસ પોતાના દમ પર ઊભો કરી ચૂક્યા છે. જ્યારે તેમનું ફોકસ કરજને ઘટાડવાની સાથે સાથે રોકાણ વધારવા ઉપર પણ છે. 

2/8
કરજ મુક્ત કંપની બનાવવાનો ટાર્ગેટ
કરજ મુક્ત કંપની બનાવવાનો ટાર્ગેટ

અનિલ અંબાણીના બંને પુત્રો લાઈમલાઈટથી દૂર રહે છે. જય અનમોલ અંબાણી અને અંશુલ અંબાણી અંબાણી પિતાના કારોબારને ફરીથી ઊભો કરવામાં તનતોડ મહેનત કરી રહ્યા છે. અનમોલ અને અંશુલ અંબાણીનો લક્ષ્ય કંપની પર કરજનો બોજો ઘટાડીને રોકાણ વધારવાનો છે. વેપારનો વિસ્તાર કરવાનો છે. જ્યારે બંને પુત્રોએ કંપનીનું કામ સંભાળવાનું શરૂ કર્યું છે ત્યારથી કંપનીનો કામ કરવાની પદ્ધતિ બદલાવવા લાગી છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરે નાણાકીય વર્ષ 2024-25ના અંત સુધીમાં પોતાને કરજ મુક્ત કરવાનો લક્ષ્યાંક નક્કી કરી લીધો છે. કંપનીએ આ દિશામાં આગળ વધવાનું પણ શરૂ કરી દીધુ છે. કંપની રિલાયન્સ પારવે હાલમાં જ આઈસીઆઈસીઆઈ, ડીબીએસ બેંક અને એક્સિસ બેંક પાસેથી લીધેલા મસમોટા કરજની પતાવટ કરી છે. 

3/8
રોકાણ વધારવા પર ભાર
રોકાણ વધારવા પર ભાર

કરજ ઓછું કરવાની સાથે સાથે કંપનીમાં રોકાણ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. હાલમાં જ રિલાયન્સ પાવરે જેએસડબલ્યુ રિન્યુએબલ એનર્જી સાથે મળીને 132 કરોડ રૂપિયાની ડીલ પણ કરી છે. કંપની મહારાષ્ટ્રના એક 45 મેગાવોટના વિન્ડ પાવર પ્રોજેક્ટને જેએસડબલ્યુ રિન્યુએબલ એનર્જીને વેચવા જઈ રહી છે. જૂનિયર અંબાણીના મહત્વની કામગીરીને પગલે અનિલ અંબાણીની કંપનીમાં રોકાણકારોનો ભરોસો વધવા લાગ્યો છે. 

4/8
વેપાર વધારવા પર ફોકસ
વેપાર વધારવા પર ફોકસ

કરજને ઓછું કરવા માટે કંપનીએ પ્લાન તૈયાર કર્યો છે. અનિલ અંબાણી અને તેમના પુત્રોએ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિદેશી મુદ્રા પરિવર્તનીય બોન્ડ (FCCB)  દ્વારા 350 મિલિયન અમેરિકી ડોલર (3000 કરોડ રૂપિયા) ભેગા કરવાની તૈયારી કરી રહી છે. આ રકમનો ઉપયોગ તેઓ કરજને ઓછું કરવાની સાથે સાથે નવા બિઝનેસને શરૂ કરવા માટે ઉપયોગમાં લેશે. રિલાયન્સ ઈન્ફ્રાએ ચાર નવી કંપનીઓ શરૂ કરવાનો પણ નિર્ણય લીધો છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રા વિસ્તાર પર ફોકસ કરી રહી છે. જેના માટે કંપની નવી કંપનીઓ બનાવી રહી છે. નવી સહાયક કંપનીનો હેતુ કોઈ પણ પ્રકારના ઈંધણનો ઉપયોગ કરી પરિવહન કે પરિવહન વાહનોના ઈક્વિપમેન્ટની મેન્યુફેક્ચરિંગ ડીલ કરવાનો છે. અનિલ અંબાણી અને તેમના પુત્ર એ વેપારમાં કંપનીને આગળ વધારવા માંગે છે જેની ડિમાન્ડ વધી રહી છે. આવનારા  દિવસોમાં એ પ્રોડક્ટ્સની માંગણી ખુબ વધુ હશે. 

5/8
એવો પણ સમય આવ્યો હતો જ્યારે વેચ્યા ઘરેણા
એવો પણ સમય આવ્યો હતો જ્યારે વેચ્યા ઘરેણા

બિઝનેસના ભાગલા બાદ અનિલ અંબાણીના ભાગમાં મોટી કંપનીઓ આવી પરંતુ તેઓ તેને સંભાળી શક્યા નહીં. ટેલિકોમ, પાવર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અને એન્ટરટેઈન્મેન્ટ સેક્ટરોમાં મોટા ખેલાડી બનવાના સપનામાં તેમણે ખોટા નિર્ણયો લેવાનું શરૂ કરી દીધુ. અપેક્ષા કરતા વધુ ખર્ચા, ખોટું પ્લાનિંગ, અને ઓછા રિટર્નના કારણે અનિલ અંબાણી કરજમાં ડૂબવા લાગ્યા. ચીની બેંકોથી કરજ મામલે તેમણે લંડનની કોર્ટમાં પણ હાજર થવું પડ્યું. તેમણે ત્યાં પોતાને દેવાળિયા જાહેર કર્યા. કોર્ટમાં પેશી માટે વકીલની ફી ભરવા માટે તેમણે પત્નીના ઘરેણા વેચવા પડ્યા હતા. 

6/8
અનિલ અંબાણી પર કરજ
અનિલ અંબાણી પર કરજ

કરજની વાત કરીએ તો અનિલ અંબાણી પર બિન પરિવર્તનીય ડિબેન્ચર પર ટર્મ લોન તરીકે 2253 કરોડ રૂપિયા અને 703 કરોડ રૂપિયાની લોન છે. તેમની કંપની પર યસ બેંકની 1505 કરોડ રૂપિયાની ટર્મ લોન છે. આ ઉપરાંત આઈડીબીઆઈ બેંક, જમ્મુ અને કાશ્મીર બેંક, તથા એક્સિસ બેંકની ક્રમશ: 600 કરોડ રૂપિયા, 82 કરોડ રૂપિયા અને 66 કરોડ રૂપિયાની લોન છે. 

7/8
શું કરે છે અનિલ અંબાણીના પુત્ર
શું કરે છે અનિલ અંબાણીના પુત્ર

અનિલ અંબાણીના મોટા પુત્ર જય અનમોલે અભ્યાસ પૂરો કર્યા બાદ પિતાની કંપની સંભાળવાનું શરૂ કર્યું. રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડમાં ઈન્ટર્નશીપ બાદ વર્ષ 2014થી તેઓ કંપની સાથે જોડાયેલા છે અને ધીરે ધીરે કંપનીને આગળ વધારી રહ્યા છે. જય અનમોલ રિલાયન્સ નિપોન એસેટ મેનેજમેન્ટ અને રિલાયન્સ હોમ ફાઈનાન્સમાં બોર્ડ મેમ્બર છે. કંપનીને સંભાળવાની સાથે સાથે જય અનમોલે જાપાની કંપની નિપોનને રિલાયન્સમાં ભાગીદારી વધારવા માટે મનાવી. તેમની નિગરાણીમાં રિલાયન્સ લાઈફ ઈન્શ્યુરન્સ અને રિલાયન્સ કેપિટલ એસેટ મેનેજમેન્ટ કંપનીઓનો જન્મ થયો. 

8/8
2000 કરોડની કંપની
2000 કરોડની કંપની

જય અનમોલ અને અંશુલ અંબાણી પિતાનું ગુમાવેલું બિઝનેસ સામ્રાજ્ય ફરીથી ઊભું કરવામાં લાગ્યા છે. તેમના પુત્રએ મહેનત કરીને અત્યાર સુધીમાં 2000 કરોડ રૂપિયાનો બિઝનેસ પોતાના દમ પર ઊભો કર્યો છે. તેમનું ફોકસ કરજને ઓછું કરવાની સાથે સાથે વેપારનો વિસ્તાર કરવા ઉપર છે.