PHOTOS

અંબાલાલ પટેલની શ્વાસ અધ્ધર કરી નાંખે તેવી આગાહી, જાણો કેમ નથી પડી રહી હાડ થીજવતી ઠંડી?

ાન વિભાગની આગાહી લોકોને ખુશ કરી દે તેવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યુ કે આગામી પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે. ઠંડ...

Advertisement
1/5

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શિયાળામાં આવતા હોય છે. જેના કારણે કમોસમી વરસાદ, હિમ વર્ષા થતી હોય છે. ઉતર તરફના પવન ફુંકાય ત્યારે ગુજરાતમાં કડકડતી ઠંડી પડતી હોય છે. આખો દિવસ ગરમ કપડા પહેરીને ફરવું પડતુ હોય છે. પરંતુ ચાલુ વર્ષે ઠંડીનો ચમકારો માત્ર એક બે દિવસ રહ્યો અને તે પણ ભારે પવનના કારણે ઠંડીનો અહેસાસ થયો હતો પરંતુ તાપમાન સામાન્ય રહ્યું છે.

2/5
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે

હવામાન વિભાગના એક્સપર્ટસે જણાવ્યું કે, આગામી દિવસોમાં ઉત્તરીય પવન ફૂંકાઈ શકે છે. જેને કારણે ઠંડીનું પ્રમાણ વધશે. ખાસ, કરીને હાલ નલિયા તરફ પવનો ફૂંકાઈ રહ્યાં છે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો પર ઉત્તરીય પવનો ફૂંકાવાને કારણે ઠંડીનું પ્રમાણ વધુ છે. તેમજ દરિયા કાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા પશ્ચિમ દિશઆના પવનો ફૂંકાતા હોવાથી ત્યાંનું તાપમાન મધ્ય ગુજરાતની સરખામણીએ વધુ ઠંડું છે. જોકે, આગામી દિવસોમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. 

3/5
કેમ નથી પડતી જોઈએ એવી ઠંડી!
કેમ નથી પડતી જોઈએ એવી ઠંડી!

અડધો શિયાળો પુરો થઇ ગયો પરંતુ હજું સુધી જોઈએ તેવી ઠંડી પડી રહી નથી. ઉલટાનું બપોર પછી ઉનાળાની ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. શિયાળામાં કચ્છના વિસ્તારોમાં ઠંડી વધુ રહેતી હોય છે. ચાલુ વર્ષે વેસ્ટન ડિસ્ટર્બન્સ નબળા આવ્યા છે. અરબી સમુદ્રમાંથી ભેજ આવતા વારંવાર વાદળ છાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. વાદળો આવવાના કારણે ઠંડીમાં વઘ ઘટ થઇ રહી છે. હજુ પણ આગામી પાંચ દિવસ તાપમાન અને વાતાવરણ યથાવત રહેશે. જોકે શિયાળાના પુર્વાનુમાન કરતા કહ્યુ હતુ કે. ચાલુ વર્ષે શિયાળામાં તાપમાન સામાન્ય કરતા ઉંચું રહેશે અને કોલ્ડવેવની ફ્રિક્વન્સી ઘટી જશે. એવું જ જોવા મળ્યુ છે.

4/5
જાન્યુઆરીના અંતમાં કમોસમી વરસાદ આવશે
જાન્યુઆરીના અંતમાં કમોસમી વરસાદ આવશે

જાન્યુઆરી મહિનામાં એકવાર તો માવઠું આવી ગયું, ત્યારે હવે ફરીથી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે. ભૂમધ્ય સાગરમાં ફરી એકવાર ચક્રવાત આવવાનો છે. જેની અસર ભારતના પશ્ચિમભાગ ઉપર અસર થશે, પરંતુ ગુજરાત પર તેની અસરથી કમોસમી વરસાદ આવશે. 24 થી 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે. જેની અસરના ભાગ રૂપે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્માં વરસાદની શક્યતા છે. જયારે ગુજરાતનાં અન્ય ભાગોમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. 17-19 જાન્યુઆરીએ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહેશે.

5/5
ઉનાળા માટે અંબાલાલ પટેલની આગાહી
ઉનાળા માટે અંબાલાલ પટેલની આગાહી

ઉનાળાને લઇ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી એવી છે કે, આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે હિમ નદી ઉપર અસર થશે. હિમ નદીઓ ઉપર અસર થવાને કારણે ગ્લેશિયર પીગળવાને કારણે ઉનાળો વહેલો આવવાની શક્યતા છે. ઉનાળામાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે. 19 ફ્રેબૃઆરીથી હળવી ગરમીની શરૂઆત થશે. 20 એપ્રિલથી વધુ અને 26 એપ્રિલથી આકરી ગરમી વેઠવાનો વારો આવશે. 





Read More