PHOTOS

આ તારીખો નોંધી લેજો! હવે છે ગુજરાતના આ વિસ્તારોનો વારો, આ બે જિલ્લાની તો પથારી ફરી જશે!

el Prediction: અંબાલાલ પટેલે ફરી એક મોટી આગાહી કરી છે. 16થી 24 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં મહંદઅંશે સાર્વત્રિક વરસાદ થશે. જેમાંથી કેટલાંક વ...

Advertisement
1/10

આજે બનાસકાંઠા, સાબરકાંઠામાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. રાજ્યના બીજા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. અત્યાર સુધી ગુજરાતમાં 506 mm વરસાદ સામે 534 mmવરસાદ પડ્યો છે. ગુજરાતમાં 6 ટકા વધુ વરસાદ નોંધાયો છે. હાલ આગામી પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત જણાઈ રહી છે. અમદાવાદના શહેરી વિસ્તારમાં વરસાદ પડવાની કોઈ આગાહી નથી. શહેરમાં વરસાદ પડે તેવી સિસ્ટમ સક્રિય ન થતા અમદાવાદમાં વરસાદ નહી. બીજી બાજુ ઉત્તર ગુજરાત સહિત રાજ્યના કેટલાક ભાગમાં વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદ પડશે.

2/10
આગાહી કાર અંબાલાલ પટેલની આગાહી
 આગાહી કાર અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલે કહ્યું કે, આગામી 12 કલાકમા ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા આવશે. જેમાં મહેસાણા, બેચરાજીના સાબરકાંઠાના ભાગે ખેડબ્રહ્માના ભાગો અને અન્ય ભાગોમાં હળવાથી ભારે વરસાદી આગાહી છે. આગામી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. તો મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. 

3/10
16 ઓગસ્ટથી વરસાદનો બીજો રાઉન્ડ આવશે
16 ઓગસ્ટથી વરસાદનો બીજો રાઉન્ડ આવશે

અંબાલાલ પટેલે આગાહી કરી કે, 16 મી ઓગસ્ટથી હિંદ મહાસાગરમાં એટમોસ્ફિયરિક વેવ સક્રીય થતા બંગાળની ઉપસાગરમાં ભારે સિસ્ટમ બનશે. 17 થી 24 ઓગસ્ટ દરમિયાન ભારે તો અતિભારે વરસાદ થઈ શકે છે. રાજ્યના આહવા ડાંગ વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. 15 ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે. એટસ્મોફેરિંગ વેવ મજબૂત થતાં સિસ્ટમ સક્રિય થશે. દેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ સંભવી શકે છે. 8થી 14 ઓગસ્ટ સુધીમાં સારા વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.  

4/10
ક્યાં ક્યાં વરસાદ આવશે
ક્યાં ક્યાં વરસાદ આવશે

અંબાલાલ પટેલે કહ્યું કે, જૂનાગઢ, અમરેલી, દ્વારકા તથા પોરબંદરમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. જામનગર, ખંભાળીયા, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે. તો વડોદરા, આણંદ, બોડેલી, પાદરા, કરજણમા ભારે વરસાદ આવી શકે છે. આ ઉપરાંત છોટા ઉદેપુર તથા પંચમહાલના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. અરવલ્લી, સાબરકાંઠા, તથા બનાસકાંઠામાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. વાવના વિસ્તારમાં વરસાદી ઝાપટાં આવી શકે છે. કચ્છના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે.  

5/10

તેમણે આગાહી કરી કે, 25 ઓગસ્ટ બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બની શકે જેના કારણે રાજ્યના ઘણા ભાગમાં ઓગસ્ટના અંત સમયમાં સારો વરસાદ લાવી શકે છે. સપ્ટેમ્બર ૭ તહેવારોના ગાળામાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. 24 ઓગસ્ટ પછી કૃષિ પાકોમાં રોગ આવી શકે, ટ્રાયકોકાર્ડ કૃષિ અને બાગાયતી પાકોમાં ઉપયોગ કરી શકાય છે. તેમણે ખેડૂતને પેસ્ટિસાઈડ ન છાંટવી હોય તો પ્રકાશ પીંજરનો ઉપયોગ કરી શકાય તથા એનપીએ છાંટી શકાય તેવી સલાહ આપી છે. 

6/10

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મહેસાણા, બેચરાજી, સાબરકાંઠાના ભાગે ખેડબ્રમ્હાના ભાગો અને અન્ય ભાગો સહિત આગામી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં હાલમાં જે વરસાદી ઝાપટા પડી રહ્યાં છે તે આગામી દિવસોમાં વધી શકે છે. તેમણે કહ્યું કે 14 ઓગસ્ટ સુધી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ પડી શકે છે. 

7/10

અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદ થઈ શકે છે. ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં અતિ ભારે વરસાદ થવાને કારણે નદીઓમાં પૂર આવવાની શક્યતા છે. ગુજરાત ઉપર એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે, જેને કારણે આગામી 48 કલાક રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ સાથે ક્યાંક રેડ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ બે દિવસ બાદ સિસ્ટમ નબળી થતાં રાજ્યમાં હળવો વરસાદની માહોલ રહેશે.  

8/10

20થી 25 ઓગસ્ટે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલે કહ્યું છેકે, આ દિવસો દરમિયાન મેઘરાજા ગુજરાત પર મનમુકીને વરસશે. ખાસ કરીને આગામી સપ્તાહ ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરી દેવામાં આવી છે. આગામી 48 કલાક ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે. ત્યારબાદ વરસાદની સિસ્ટમનું જોર ઘટવાથી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડશે.

9/10

ગુજરાતના હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. શ્રીલંકા પાસે એક સિસ્ટમ બનશે તેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ત્યારબાદ આગળ વધીને અરબી સમુદ્ર આવશે અને મજબૂત થવાની શક્યતા વર્તાઈ રહી છે. સામાન્ય રીતે આ સિસ્ટમ લો પ્રેશર કે ડિપ્રેશન સુધી જઈ શકે છે. આ સિસ્ટમ 16-17 ઓગસ્ટની આસપાસ શ્રીલંકા બંગાળની ખાડીમાં તે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર તરફ આવી શકે છે. આ વરસાદી સિસ્ટમની અસર ગુજરાત પર પણ થશે.

10/10

હવામાનના નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડવાનો છે. હાલ અરબી અને બંગાળની ખાડી સંપૂર્ણપણે નિષ્ક્રિય છે. ગુજરાત પર વરસાદની કોઇ સિસ્ટમ સક્રિય નથી. 17-18 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદ પડવાનો નથી. 17-18 ઓગસ્ટએ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય બનશે. જેમાં 17થી 21 ઓગસ્ટ સુધી રાજ્યના અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. 1થી 3 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. 22થી 30 ઓગસ્ટ સુધી બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બનશે.   





Read More