PHOTOS

ભયાનક છે અંબાલાલ પટેલની આ આગાહી! ગુજરાતમાં કાળી આંધી આવશે, ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય

ther Forecast: વરસાદની રાહ ગુજરાતીઓ માટે સારા સમાચાર છે. અંબાલાલ પટેલે ગ્રહો-નક્ષત્રોની સ્થિતિના આધારે વરસાદની આગાહી કરી દીધી છે. ગુજરા...

Advertisement
1/10

ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે તો બીજીતરફ ઘણી જગ્યાએ વરસાદની આતૂરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે. આ વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદની નવી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પ્રમાણે 15થી 17 જુલાઈ સુધીમાં ચંદ્ર વાયુ વાહક નક્ષત્ર નાડીમાં હોવાથી પવન સાથે વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું કે 17 અને 18 જુલાઈએ દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

2/10

રાજ્યના કેટલાક જિલ્લામાં આજે ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નહર હવેલીમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં વરસાદને લઈને કોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી. આજે સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં આજે યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

3/10
આ જિલ્લામાં યલો એલર્ટ
આ જિલ્લામાં યલો એલર્ટ

અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

4/10
કયાં જિલ્લામાં ઓરેન્જ એલર્ટ?
કયાં જિલ્લામાં ઓરેન્જ એલર્ટ?

સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

5/10

અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર ગુજરાતમાં હવે સારો વરસાદ થવાનો છે. એટલે કે જુલાઈ મહિનાના બાકી દિવસોમાં રાજ્યમાં મેઘરાજા હેત વરસાવી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગ્રહો-નક્ષત્રોની સ્થિતિના આધારે વરસાદની માહિતી આપી છે. તેમણે કહ્યું કે 15થી 17 જુલાઈ સુધીમાં ચંદ્ર વાયુ વાહક નક્ષત્ર નાડીમાં હોવાને કારણે પવન સાથે વરસાદની શક્યતા છે. તેમણે કહ્યું કે 17 અને 18 જુલાઈએ મહારાષ્ટ્ર અને મુંબઈમાં પણ ભારે વરસાદની શક્યતા છે.   

6/10

19 જુલાઈએ સૂર્ય પુષ્ય નક્ષત્રમાં અને બુધ સિંહ રાશિમાં આવતા 19 થી 24 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અનર દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ આવશે. અંબાલાલ પટેલે કહ્યું કે આ સમયે ઘણા વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાય શકે છે. અમદાવાદ અંગે આગાહી કરતા અંબાલાલે કહ્યું કે ગુરૂ પૂર્ણિમાના દિવસે ઝાપટા અને અષાઢ વદમાં ભારે વરસાદ પડી શકે છે. એટલે કે અમદાવાદમાં 22 જુલાઈથી 4 ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ પડી શકે છે. 

7/10

અંબાલાલ પટેલે કહ્યું કે 25થી 27 જુલાઈ દેશના પૂર્વીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષોભ આવશે. જેના કારણે 30 અને 31 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. 7 ઓગસ્ટ સુધીમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના છે. એટલે કે ગુજરાતમાં વરસાદની રાહ જોતા લોકો માટે સારા સમાચાર છે. જુલાઈ મહિનાના બાકી 15 દિવસ અને ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે.

8/10

બીજી બાજુ, દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઓફ-શોર ટ્રફ છે. જ્યારે ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને મહારાષ્ટ્રમાં શિયર ઝોન જોવા મળે છે. આટલું જ નહીં, ઉત્તર પૂર્વ અસમમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને સાથે જ બંગાળની ખાડીમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી એક ઓફ-શોર ટ્રફ છે. જેના કારણે મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત ઠેર-ઠેર ધોધમાર વરસાદ વરસ્યો છે. આ ઓફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘ મહેર કરી શકે છે. 

9/10

એટલું જ નહીં, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં 8-8 ઈંચ જેટલો વરસાદ પણ વરસાવી શકે છે. ઉપરાંત રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું સાયક્લોનિક સર્ક્યુલેશન જો ગુજરાત તરફ ગતિ કરે તો એકાદ-બે દિવસમાં ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે.

10/10
ગુજરાતમાં વરસાદની ઘટ
ગુજરાતમાં વરસાદની ઘટ

ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 26 ટકા વરસાદ વરસ્યો છે. નૈઋત્યના ચોમાસાનું આગમન થયાને એક મહિનો થઈ ગયો છે, પરંતુ મેઘરાજા હજુ સુધી મન મુકીને વરસ્યા નથી. રાજ્યમાં 9.15 ઈંચ સાથે સિઝનનો 26.32 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. જેની સામે ગયા વર્ષે 12 જુલાઈ સુધીમાં 48 ટકા વરસાદ વરસ્યો હતો. રાજ્યના 18 જિલ્લામાં 20 ટકાથી વધુ વરસાદની ઘટ છે. આ વખતે 20 ઈંચથી વધુ વરસાદ હોય તેવા માત્ર 25 તાલુકા છે. કચ્છમાં ગયા વર્ષે સીઝનનો 112 ટકા વરસાદ વરસ્યો હતો ત્યાં આ વર્ષે માત્ર 35 ટકા જ વરસાદ થયો છે. દાહોદ, આણંદ, અરવલ્લીમાં વરસાદની ઘટ છે. મહીસાગર અને ડાંગ જિલ્લામાં વરસાદની ઘટ છે. 





Read More