PHOTOS

અંબાલાલ પટેલની આ વાત સાંભળીને ચોંકી જશો! શું ચોમાસા પહેલા ગુજરાતનમાં ત્રાટકશે વાવાઝોડું?

In Gujarat : આજથી 5 દિવસ ગુજરાતમાં વરસાદ પડવાની હવામાનની આગાહી છે. શનિવારે દાહોદમાં કમોસમી વરસાદનું આગમન થયું હતુ. આજે રાજ્યના કેટલાક જ...

Advertisement
1/12

સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં વરસાદની આગાહી છે. જેમાં ગાજવીજ અને ભારે પવનનો સાથે રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાકની રહેશે. અમદાવાદમાં 14 અને 15 તારીખે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. 

2/12

અંબાલાલ પટેલે મોન્સૂનને લઈને મોટી આગાહી કરી છે કે, આગામી સમયમાં રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવીટી શરૂ થશે. આગામી તારીખ 12 થી 16 વચ્ચે રાજ્યના મધ્ય ગુજરાત અને વડોદરામાં આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા છે. એટલું જ નહીં અમદાવાદ, મેહસાણા, બનાસકાંઠા, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતનાં ભાગોમાં પણ વાતાવરણમાં પલટા સાથે વરસાદ પડવાની શક્યતા છે. આગામી ચોમાસા માટે પ્રિ મોન્સુન એકટીવિટી જરૂરી આગામી સમયમાં અપરવિંડની પ્રક્રિયા હવે શરૂ થશે.

3/12

આવનારા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતનાં બધા જિલ્લાઓમાં રહેશે હળવો વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને મધ્યગુજરાતમાં ખેડા, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં હળવો વરસાદ રહશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં અમરેલી, ભાવનગર, દીવ અને ગીર સોમનાથમાં પણ હળવા વરસાદની આગાહી છે. આવનારા દિવસોમાં સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે.  

4/12

ગુજરાતમાં આગામી 6 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તર-પુર્વીય સાયક્લોનીક સર્ક્યુલેશન અને દક્ષિણી રાજસ્થાનમાં સિસ્ટમ ડેવલપ થવાને કારણે વાતાવરણમાં પરિવર્તન આવ્યું છે. વાતાવરણમાં પરિવર્તનને કારણે તાપમાન ઊંચુ જવાની સંભાવના નથી. જ્યાં વરસાદ રહેશે ત્યાં તાપમાન નીચું જવાની સંભાવના છે. અમદાવાદમાં 41.6 ડીગ્રી, ગાંધીનગરમાં તાપમાન 41.2 રહ્યુ છે. છેલ્લાં 24 કલાકમાં અમદાવાદ સૌથી વધુ ગરમ રહ્યું છે.

5/12

રાજ્યમાં પાંચ મહિનામાં ચોથી વખત માવઠાનું સંકટ ઘેરાયું છે. આજથી ચાર દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી તો કાલે પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદ વરસી શકે છે. 

6/12

એટલુ જ નહીં, કમોસમી વરસાદની આગાહી વચ્ચે 30થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફુંકાઈ શકે છે. રાજ્યમાં આ વર્ષના પ્રારંભથી જ વારંવાર માવઠાનું સંકટ સર્જાયું છે. અગાઉ જાન્યુઆરી, માર્ચ અને એપ્રિલમાં પણ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો ત્યારે વારંવાર માવઠાની સમસ્યાથી ખેડૂતો ભારે પરેશાન થયા છે.

7/12
12 મેએ ક્યાં વરસાદની આગાહી
12 મેએ ક્યાં વરસાદની આગાહી

વલસાડ,નવસારી,ડાંગ,સુરત,નર્મદા,છોટાઉદેપુર,પંચમહાલ,વડોદરા,મહીસાગર,દાહોદ,આણંદ

8/12
13 મેએ ક્યાં વરસાદની આગાહી?
13 મેએ ક્યાં વરસાદની આગાહી?

બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, પંચમહાલ,દાહોદ,મહીસાગર,ભરૂચ,છોટાઉદેપુર,સુરત,તાપી,નવસારી,નર્મદા,વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી  

9/12
14 મેએ ક્યાં વરસાદની આગાહી
14 મેએ ક્યાં વરસાદની આગાહી

બનાસકાંઠા, સાબરકાંઠા, મેહસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર

10/12
15 મેએ ક્યાં વરસાદની આગાહી
15 મેએ ક્યાં વરસાદની આગાહી

અરવલ્લી,ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

11/12
16 મેએ ક્યાં વરસાદની આગાહી
16 મેએ ક્યાં વરસાદની આગાહી

બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી

12/12

સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં વરસાદની આગાહી, આજથી 16 મે સુધી વરસાદનો વરતારો. અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે. ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે: રાજ્યમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે, તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટશે, જાણો ક્યાં ક્યાં પડશે વરસાદ? 70 KM પ્રતિ કલાકની ઝડપથી આવ્યું રેતીનું વાવાઝોડું, દિવસમાં થઈ ગયું અંધારૂ. 15મી ડિસેમ્બરે ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું? આ અંગે પરેશ ગોસ્વામીએ કરી સ્પષ્ટ વાત





Read More