PHOTOS

નવી આગાહી વાંચી હચમચી જશો! આ તારીખથી સક્રિય થશે ચોમાસું, આવી શકે છે આફતનો વરસાદ!

soon Forecast: હાલ ભલે ગુજરાતમાંથી વરસાદ ગાયબ થયો હોય, પરંતુ રાજ્યમાં છૂટાછવાયા વરસાદ વચ્ચે હજુ 3 દિવસ વરસાદની આગાહી છે. ખાસ કરીને મધ્ય...

Advertisement
1/10
આગામી એક અઠવાડિયું વરસાદ જ નહિ આવે
આગામી એક અઠવાડિયું વરસાદ જ નહિ આવે

વરસાદ અને ગરમી મામલે હવામાન વિભાગની આગાહી એવી છે કે, રાજ્યમાં વરસાદ મામલે હજી રાહ જોવી પડશે. ભલે દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ પ્રવેશ્યું પણ હાલ નબળું પડ્યું છે. હાલ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ નવસારી સુધી પહોંચ્યું છે. આગામી એક સપ્તાહ સુધી નોંધનીય વરસાદની કોઈ સંભાવના નહીં. મધ્ય-દક્ષિણ ગુજરાત ane સૌરાષ્ટ્રમાં છુટા છવાયા હળવા વરસાદની આગાહી છે. ગરમી મામલે પણ હાલ કોઈ ફેરફારની સંભાવના નહીં, તાપમાન યથાવત રહેશે.

2/10

હવામાન વિભાગે જાહેર કરેલા મેપ પ્રમાણે, શુક્રવારે, 14મી જૂનના રોજ મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે. 

3/10
ત્રણ દિવસ ક્યાં વરસાદની આગાહી
ત્રણ દિવસ ક્યાં વરસાદની આગાહી

ગુજરાતમાં 3 દિવસ છૂટાછવાયા વરસાદની હવામાનની આગાહી છે. આજે દાહોદ, મહીસાગર અને સુરતમાં વરસાદની આગાહી છે. તો આજે ડાંગ, નવસારી અને તાપીમાં પણ વરસાદ પડી શકે છે. તો આવતીકાલે 15 જુને છોટાઉદેપુર, નવસારી અને ડાંગમાં આગાહી છે. આ સાથે જ તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. તો 16 જુને નવસારી, વલસાડ અને તાપીમાં વરસાદ પડી શકે છે. 

4/10
ચોમાસાની ગતિ ધીમી પડી, ઉત્તર ભારતમાં ન પહોંચ્યુ ચોમાસું
ચોમાસાની ગતિ ધીમી પડી, ઉત્તર ભારતમાં ન પહોંચ્યુ ચોમાસું

દેશમાં ચોમાસાનું આગમન તો થયું પરંતુ હજુ પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જેનું કારણ છે મોન્સૂન બ્રેક. દક્ષિણ ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થઈ તો ગયું પરંતુ હવે તે ધીમું પડી ગયું છે. પહેલા અંદાજ હતો કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠના વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થશે અને આખા રાજ્યમાં ચોમાસું વરસાદ પડી શકે છે. પરંતુ દક્ષિણ ગુજરાતના રસ્તે રાજ્યમાં પ્રવેશ્યા બાદ ચોમાસું નબળું પડ્યું છે. જેના કારણે લોકોને ફરીથી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. એમાં પણ છુટો છવાયો વરસાદ આવતા બફારાનું પ્રમાણ વધ્યું છે. 

5/10

રાજ્યમાં હજુ પણ સાર્વત્રિક વરસાદ માટે રાહ જોવી પડશે. સાથે જ વાવણીલાયક વરસાદ પણ હજુ નથી પડ્યો. આમ તો આ વર્ષે ચોમાસાનું આગમન વહેલું થયું છે. પરંતુ હાલ વ્યાપક અને સારા વરસાદની કોઈ આગાહી નથી. જેથી વાવણી કરવા માંગતા ખેડૂતોને થોડી રાહ જોવી પડશે. ઉત્તર ભારતમાં પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે. ચોમાસાની ગતિ ધીમી પડવાના કારણે ઉત્તર ભારત સુધી ચોમાસું પહોંચ્યું જ નથી. જેના કારણે અસહ્ય ગરમી પડી રહી છે.  

6/10
ગુજરાતમાં આવીને નબળુ પડ્યુ ચોમાસું
ગુજરાતમાં આવીને નબળુ પડ્યુ ચોમાસું

ગુજરાતમાં વહેલુ ચોમાસું આવતા કોઈ હરખાવાના સમાચાર નથી, કારણ કે, ચોમાસું વહેલુ આવતા જ નબળુ પડી ગયું છે. આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, રાજ્યમાં ચોમાસુ પ્રવેશ્યું પણ નબળું પડ્યું છે. તેથી મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ આવી શકે છે. આજે પણ મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં થન્ડર સ્ટોર્મ ઉપરાંત છુટાછવાયા હળવા વરસાદની આગાહી છે. જોકે, આગામી કેટલાક દિવસ તાપમાનમાં મોટો ફેરફારની કોઈ સંભાવના નથી.

7/10

સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છુટાછવાયા હળવા વરસાદ અને થન્ડરસ્ટોર્મની આગાહી છે. તાપમાન મામલે હાલ કોઈ મોટા ફેરફારની સંભાવના નથી. આજે અમદાવાદમાં અને ગાંધીનગરમાં 40 ડિગ્રી આસપાસ તાપમાન નહીં રહી રહેશે છે. ઉત્તર ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલરના કારણે વરસાદ છે, જેની માત્રા ઘટી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પ્રવેશેલું ચોમાસુ હાલ નબળું પડ્યું હોવાથી વરસાદ ઘટ્યો છે. 

8/10
ચાર દિવસ વહેલા આવ્યું ચોમાસું
ચાર દિવસ વહેલા આવ્યું ચોમાસું

હવામાન વિભાગે માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેઠું છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે. નવસારી, વલસાડ, ડાંગમાં વરસાદ આવતા જ આજથી વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું  છે. નવસારી સુધી ચોમાસાનો પ્રવેશ થયો છે.  

9/10
પરેશ ગોસ્વામીની આગાહી
પરેશ ગોસ્વામીની આગાહી

તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, ચાલુ વર્ષનું જે ચોમાસું છે, તે તેના નિયત સમય કરતા 4 દિવસ પહેલા ગુજરાતમા ચોમાસું બેસી ગયું છે. Imd ના રિપોર્ટ મુજબ આજે 11 જૂન 2024 ના રોજ ચોમાસાનો ગુજરાતમા પ્રવેશ થઇ ચૂક્યો છે. 19 મેના રોજ આંદામાન નિકોબારમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થઈ હતી. તે બાદ ચોમાસાની જાહેરાત જે 1 કે 2 જુનના રોજ થતી હોય છે, તેને બદલે 29 મેના રોજ કરવામાં આવી હતી. એટલે કે આંદામાન નિકોબાર, કેરળ અને હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી ગયું છે. આજની તારીખે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી ચૂક્યું છે. 

10/10

દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ સહિતના અનેક વિસ્તારોને કવર કરી લીધું છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, સૌરાષ્ટ્રના વેરાવળથી 45 કિલોમીટર દક્ષિણની અંદર દરિયા આ ચોમાસું છે, તેથી તે વેરાવળથી પણ ખૂબ નજીક છે. આજે સાંજ સુધીમાં કે મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જુનાગઢ સહિતના વિસ્તારોમાં ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે. આમ જોવા જઈએ તો ગુજરાતમાં ચોમાસું 15 જુને આવતું હોય છે, પરંતુ આ વર્ષે 11 જુને જ આવી ગયું છે. ચોમાસાનો ચાર દિવસ વહેલો પ્રવેશ થયો છે. જોકે, આ કોઈ નવી વાત નથી. અનેકવાર ભૂતકાળમાં એવુ બન્યુ છે કે ચોમાસું સમય કરતા વહેલું આવે છે. 





Read More