PHOTOS

AIIMS એ ઓટોપ્સી રિપોર્ટની સૌથી મોટી ખામી ગણાવી, જાણો શું કહ્યું?

સૂત્રના જણા્વ્યા મુજબ અભિનેતાનું મોત કોઈ ઝેરીલી વસ્તુના સેવનથી થયું તે એંગલને પણ ફગાવવામાં આવ્યો છે. 

...
Advertisement
1/3
સીબીઆઈને સોંપ્યો રિપોર્ટ
સીબીઆઈને સોંપ્યો રિપોર્ટ

એમ્સના એક સૂત્રએ જણાવ્યું કે ડો.સુધીર ગુપ્તાની અધ્યક્ષતાવાળી ફોરેન્સિક બોર્ડે પોતાનો નિર્ણાયક રિપોર્ટ સીબીઆઈને સોંપી દીધો છે. સૂત્રએ કહ્યું કે એજન્સી સામે રજુ  કરાયેલા આ નિર્ણાયક રિપોર્ટમાં ડોક્ટરોએ કૂપર હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હળવા પ્રકાશ તરફ પણ ઈશારો કર્યો છે. 

2/3
કૂપર હોસ્પિટલ પર ઉઠાવ્યા સવાલ
કૂપર હોસ્પિટલ પર ઉઠાવ્યા સવાલ

14 જૂનની રાતે કૂપર હોસ્પિટલના ત્રણ ડોક્ટરોએ મળીને સુશાંતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. આ સૂત્રએ આગળ જણાવ્યું કે ડોક્ટરોએ જ્યાં અભિનેતાના પેટમાં મળી આવેલા એક તત્વને લઈને ઊભી થયેલી અનિશ્ચિતતા અંગે ચિંતા વ્યક્ત કરી છે ત્યાં રિપોર્ટમાં મોતનો સમય ન નોંધવા અંગે પણ સવાલ ઉઠાવ્યો છે. જો કે ઝેરથી અભિનેતાનું મૃત્યુ થયું તે એંગલને ડોક્ટરોએ સંપૂર્ણ રીતે ફગાવ્યો છે.   

3/3
CBIએ સાધી ચૂપ્પી
CBIએ સાધી ચૂપ્પી

પેટમાંથી મળી આવેલી ચીજો પર ડોક્ટરોએ એટલા માટે તપાસ હાથ ધરી જેથી કરીને તેમને જાણવા મળે કે સુશાંતે 13-14 જૂનની રાતે શું ખાધુ હતું અને સવારે તેણે નાશ્તામાં શું ખાધુ હતું. આ બાજુ સીબીઆઈએ આ  રિપોર્ટ પર એકદમ મૌન જાળવ્યું છે. આ બધા વચ્ચે ડો.સુધીર ગુપ્તાએ એક નિવેદનમાં કહ્યું કે એમ્સના મેડિકલ બોર્ડે સીબીઆઈને આ કેસમાં ખુબ જ સ્પષ્ટ અને અંતિમ મેડિકો-લીગલ મત સોંપ્યો છે. સીબીઆઈને અપાયેલા રિપોર્ટ અંગે કશું કહી શકાય નહીં અને કોઈની સાથે શેર કરી શકાય નહીં. કારણ કે મામલો 'વિચારાધીન' છે. 





Read More