PHOTOS

19 સ્પર્ધકોને હરાવીને અમદાવાદના વિશાખા રંજન બન્યા ‘મિસિસ ઈન્ડિયા 2020 રનર અપ’

યા 2020 રનર અપ બન્યા છે. કોરોનાકાળ દરમિયાન યોજાયેલી સ્પર્ધામાં 46 વર્ષીય વિશાખા રંજને પોતાના સ્વપ્નને સાકાર કર્યું. દિલ્હીમાં યોજાયેલી ...

Advertisement
1/4
કોમ્પિટિશનમાં ગુજરાતી પરર્ફોમન્સ આપ્યું
કોમ્પિટિશનમાં ગુજરાતી પરર્ફોમન્સ આપ્યું

દિલ્હી ખાતે 29 ડિસેમ્બરે યોજાયેલી 'ડાઈડેમ મિસિસ ઇન્ડિયા લેગસી 2020' સ્પર્ધામાં દેશભરમાંથી કુલ 19 મહિલા સ્પર્ધકોને પસંદ કરાઈ હતી. જેમાંથી 9 મહિલાની સેમિફાઇનલમાં પસંદગી કરાઈ હતી. વિશાખા રંજને સેમિફાઇનલમાં ગુજરાતની ઓળખ ‘માં અંબે’ના રૂપમાં નવદુર્ગાની થીમ પર પર્ફોમન્સ કર્યું હતું. જુદા જુદા સ્ટેજ પાર કરીને અમદાવાદના વિશાખા રંજન 'ડાઈડેમ મિસિસ ઇન્ડિયા લેગસી 2020' સ્પર્ધામાં રનર અપ બન્યા. મૂળ બિહારના વિશાખા રંજને ડાઈડેમ મિસિસ ઇન્ડિયા લીગસી 2020ના ટેલેન્ટ રાઉન્ડમાં મૈથીલી ગીત પર સોલો ડાન્સ પણ કર્યો હતો.

2/4
લોકડાઉનમાં વીડિયો શૂટ કરીને કોમ્પિટિશન માટે મોકલ્યા
લોકડાઉનમાં વીડિયો શૂટ કરીને કોમ્પિટિશન માટે મોકલ્યા

વિશાખાએ વૈશ્વિક મહામારી કોરોનાની વિષમ પરિસ્થિતિમાં તમામ સાવધાની રાખીને સ્પર્ધામાં હિસ્સો લીધો હતો. ડિજીટલ ઇન્ડિયા પ્લેટફોર્મના માધ્યમથી સોશિયલ મીડિયાનો સદુપયોગ કરીને પોતાના સપનાની ઉડાન ભરવાની શરૂઆત કરી હતી. આ પ્રકારની સ્પર્ધામાં પ્રોફાઈલ વીડિયો શૂટ કરી મોકલવાનો રહે છે. પરંતુ કોરોનાકાળમાં લોકડાઉન સમયે આ પ્રકારે વીડિયો શૂટ કરી શક્યા ન હતા. આખરે ઘરે અને સોસાયટીમાં વીડિયો શૂટ કરી કેટલાક વીડિયો બનાવી સ્પર્ધા માટે મોકલ્યા હતા.

3/4
સ્પર્ધા માટે 15 કિલો વજન ઉતાર્યું
સ્પર્ધા માટે 15 કિલો વજન ઉતાર્યું

46 વર્ષીય વિશાખા રંજને પોતાની સફળતાનો શ્રેય પોતાના પરિવારને આપતા કહે છે કે, જે મળ્યું એની ખુશી છે. આ સ્પર્ધા માટે 15 કિલોથી વધુ વજન ઉતારવું પડ્યું હતું. બસ માત્ર એક જ દુ:ખ છે કે પહેલું સ્થાન ન મળી શક્યું. સ્પર્ધામાં જે લોકો ભાગ લઈ રહ્યા હતા તેઓ કહેતા હતા કે પહેલું સ્થાન વિશાખા જ હાંસિલ કરશે. છતાય ગૃહિણી હોવાની સાથે જે પણ કંઈ મળ્યું એના ખુશી છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે પતિ અને બે બાળકોએ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. એક પુત્ર હાલ 12માં ધોરણમાં અને પુત્રી ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે. પરંતુ કોરોનાકાળ દરમિયાન ઘરમાં સૌ કોઈ કેદ હતું એટલે પોતાના સ્વપ્ન સાકાર કરવાનો વિચાર પેદા થયો અને મારી દીકરીએ, કે જે પોતે કેટલાક ફેશન શોમાં ભાગ પણ લે છે, તેણે મને ઘણું શીખવાડ્યું. 

4/4
અનેક સ્પર્ધામાં ભાગ લઈ ચૂક્યા છે વિશાખા રંજન
અનેક સ્પર્ધામાં ભાગ લઈ ચૂક્યા છે વિશાખા રંજન

વિશાખા રંજનના પતિ પ્રસુન રંજને કહ્યું કે, મારી પત્ની વર્ષ 2011માં 'માસ્ટર શેફ' સ્પર્ધામાં પણ ભાગ લઈ ચૂકી છે. આ સિવાય 'રોયલ જ્વેલરી બ્યુટી કોન્ટેસ્ટ' માં ટોપ 10 સુધી પહોંચી હતી. તેમજ 'જઝબા સાહસ કા' જેવી સ્પર્ધાઓમાં પણ ભાગ લઈ ચૂકી છે. એટલે એમની સફળતા પર તેમને અને તેમના પરિવારને વિશ્વાસ હતો.





Read More