PHOTOS

અમદાવાદના બ્રાહ્મણ પરિવારના ઘરની એક એક વસ્તુ તમને ગુજરાતના અમૂલ્ય ભૂતકાળમાં લઈ જાય છે

થમ રીસ્ટોરેશન કરાયુ હોય એવુ હેરીટેજ હોમ ( heritage house) ખાડીયાના મોટા સુથારવાડામાં આવેલુ...

Advertisement
1/5

આ હેરિટેજ મકાન સેંકડો વિદેશી મહેમાનોને પોતાને ત્યાં આવકારી ચૂક્યુ છે. તેના માલિક છે અરવિંદ મહેતા અને જગદીપ મહેતા. ઇટાલીયન માર્બલ, વર્ષો જુના લાકડાની કોતરણી, આંખોને શાંતિ આપે તેવી દિવાલો, સાથે જ હેરિટેજ મકાનની અનુભૂતી કરાવતા હિંચકો અને સોફા છે. પ્રથમ માળે જતા કોઇ ભવ્ય હોટલેને પણ નાની કહેવડાવે એવી આ બેઠકવ્યવસ્થા અને બેડરૂમ છે. ત્યારે આવા મકાનને સાચવવા અને તેના દેખરેખ માટે મોટો ખર્ચ થતો હોવાથી તેના માલિક પણ સરકાર પાસે હોમ સ્ટે પોલીસી અંતર્ગત નાણાંકીય મદદની અપેક્ષા રાખી રહ્યા છે. તો એએમસી હેરિટેજ વિભાગ પણ સરકારની આ પોલીસીને આવકારી અમદાવાદના પ્રવાસનને ફાયદો થશે તેવી આશા રાખી રહ્યું છે. 

2/5

અમદાવાદ હેરિટેજ ટ્રસ્ટના ડાયરેક્ટર આશિષ ત્રંબોલીયાએ માહિતી આપી કે, વર્લ્ડ હેરિટેજ સિટી એવા અમદાવાદમાં હાલમાં 2236 રહેણાંક અને 449 સંસ્થાકીય મળી કુલ 2685 હેરિટેજ ઇમારતો આવેલી છે. જેમાંથી કેટલીક ઇમારતો રાખરખાવના અભાવે જર્જરીત થઇ ગયેલી છે. 

3/5

હજીપણ અમદાવાદમાં સેંકડો એવા મકાનો છે, કે જે 100 વર્ષ કરતા જૂના છે અને ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવે છે. આ મકાનોની યોગ્ય જાળવણી કરીને હજીપણ લોકો તેમાં રહી રહ્યા છે. પણ તેમની માંગ છે કે નવી પોલીસીમાં સરકારે જે રીતે હોટેલ કે મ્યુઝિયમો માટે નાણાંકીય સહાયની વાત કરી છે, તે મુજબ હેરિટેજ મકાનોના રિસ્ટોરેશન માટે પણ સહાય કરવી જોઇએ.

4/5

હેરિટેજ ટુરિઝમ પોલીસીના અમલ પછી ગુજરાતના પ્રવાસે આવનારાઓને ઓછા કર્ચે રહેવાની સુવિધા મળે તે માટે હેરિટેજ સિટીમાં કે વિસ્તારમાં પરિવાર સાથે રહેતા હોય તેવા મોટા ઘરોમાં 1થી 6 રૂમ સુધીના આવાસો ભાડે આપાની છૂટ આપવામાં આવી છે. પોતાના પરિવાર સાથે વસવાટ કરતાં હોય તેવી વ્યક્તિઓને પોતાના આવાસ હોમસ્ટે તરીકે આપવાની છૂટ આપવામાં આવશે. ત્યારે એએમસી હેરિટેજ વિભાગ પણ સરકારની આ પોલિસીને આવકારી અમદાવાદના પ્રવાસન માટે મોટી આશા સેવી રહ્યુ છે.

5/5

ગુજરાત પ્રવાસન નિગમમાં હોમ સ્ટે આપવાના વ્યવસાય સાથે સંકળાયેલા 100 સાહસિકોની સાથે હવે નવા સાહસિકો જોડાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હોમસ્ટે ધારકોને પ્રવાસન નિગમ ખાસ તાલીમ આપશે તેવી વાત પણ પોલીસીમાં કરવામાં આવી છે.





Read More