PHOTOS

Hindu Temple: દેશના આ 6 મંદિરો છે એવા જ્યાં ફક્ત હિન્દુઓ જ કરી શકે છે દર્શન, અન્યના પ્રવેશ પર છે પ્રતિબંધ

>મદ્રાસ હાઇકોર્ટે તાજેતરમાં જ તમિલનાડુ સરકારને એવો નિર્દેશ કર્યો છે કે મંદિરોની બહાર એવા બોર્ડ લગાવવા જોઈએ જેમાં હિન્દુ સિવાય અન્ય કોઈન...

Advertisement
1/6
જગન્નાથ પુરી
જગન્નાથ પુરી

જગન્નાથ પુરીમાં દર વર્ષે લાખો લોકો દર્શન કરવા પહોંચે છે. આ મંદિરમાં પણ ગેર હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. અહીં ફક્ત આસ્થાવાન હિન્દુઓને જ દર્શન કરવા માટે પ્રવેશ મળે છે. એટલું જ નહીં આ મંદિરમાં વિદેશી પર્યટકોની એન્ટ્રી પર પણ પ્રતિબંધ છે.  

2/6
કપાલેશ્વર મંદિર, ચેન્નઈ
કપાલેશ્વર મંદિર, ચેન્નઈ

ચેન્નઈના મલયાપુરમાં સ્થિતિ કપાલેશ્વર મંદિરમાં પણ ગેર હિન્દુઓની એન્ટ્રી પર પ્રતિબંધ છે. આ મંદિર 17 મી સદીનું ઐતિહાસિક મંદિર છે. દ્રવિડ સભ્યતાના આ શિવ મંદિરમાં ફક્ત હિન્દુઓ જ જઈને દર્શન કરી શકે છે. આ મંદિરમાં પણ વિદેશી પ્રવાસીઓ પર પ્રતિબંધ છે. 

3/6
ગુરુવાયુર મંદિર
ગુરુવાયુર મંદિર

ગુરુવાયુર મંદિર કેરળના ત્રિશુરમાં આવેલું છે. આ મંદિર નો ઇતિહાસ 5000 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. એવું કહેવાય છે કે મંદિરમાં શ્રીકૃષ્ણ અને ભગવાન વિષ્ણુ વાસ કરે છે તેથી અહીં ગેર હિન્દુઓ અને વિદેશી પર્યટકો ને પ્રવેશ કરવાની મનાઈ છે.

4/6
દેલવાડા મંદિર
દેલવાડા મંદિર

રાજસ્થાનના માઉન્ટ આબુમાં દેલવાડા મંદિર આવેલું છે. આ મંદિર જૈન ધર્મને સમર્પિત છે. જૈન ધર્મના પ્રમુખ તીર્થ સ્થાનોમાંથી એક આ મંદિરમાં પણ ગેર હિન્દુઓની એન્ટ્રી પર બૈન છે.

5/6
કાશી વિશ્વનાથ મંદિર
કાશી વિશ્વનાથ મંદિર

બાર જ્યોતિર્લિંગમાંથી એક કાશી વિશ્વનાથ મંદિરમાં પણ ગેર હિન્દુઓની એન્ટ્રી પર રોક છે. અહીં વિદેશથી આવેલા લોકોને અહીં એન્ટ્રી મળે છે. જોકે અહીં કુપોર કુવો છે જ્યાં ફક્ત હિંદુઓને જ જાવાની અનુમતિ છે. 

6/6
લિંગરાજ મંદિર
લિંગરાજ મંદિર

ઓરિસ્સા ના ભુવનેશ્વરમાં લિંગરાજ મંદિર આવેલું છે. આ મંદિરમાં પણ ફક્ત હિંદુઓ જ પ્રવેશ કરી શકે છે. જોકે પહેલા આ મંદિરમાં વિદેશી પર્યટકોને પ્રવેશની મંજૂરી હતી પરંતુ વર્ષ 2012માં એક વિદેશી પર્યટકે કર્મ કાંડમાં બાધા ઉત્પન્ન કરી હતી ત્યાર પછી મંદિરમાં વિદેશીઓની એન્ટ્રી પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)





Read More