PHOTOS

KGF Chapter 2 Film: કેજીએફ ચેપ્ટર 2 ને દમદાર બનાવા પાછળ માત્ર 19 વર્ષના છોકરાનો હાથ, જાણો કોણ છે આ ઉજ્જવલ

Chapter 2 Film: સુરપસ્ટાર યશ અને સંજય દત્તની ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2 નું નામ સતત ફેન્સના મોઢે સાંભળવા મળી રહ્યું છે. આ ફિલ્મે બ...

Advertisement
1/7

રોકી ભાઈનું કેજીએફ પર રાજ અને અધીરા સાથે તેની ટક્કર દર્શકોને ખુબ જ પસંદ આવી રહી છે. આ વચ્ચે હવે કેજીએફ ચેપ્ટર 2 વિશે એક રસપ્રદ વાત સામે આવી છે. કેજીએફ 2 ને આમ તો ઘણા સારા આર્ટિસ્ટ્સે ભેગા મળીને બનાવી છે. પરંતુ તેને એડિટ કરનાર શખ્સ એકદમ યંગ અને ટેલેન્ટેડ છે.

2/7

કેજીએફ ચેપ્ટર 2 ના એડિટિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો ફેન્સને ફિલ્મનું ક્રિસ્પ અને શાર્પ એડિટિંગ ઘણું પસંદ આવી રહ્યું છે. જો તમને પણ ફિલ્મનું એડિટિંગ પસંદ આવી રહ્યું છે તો તમને જણાવી દઈએ કે આ જબરદસ્ત એક્શન થ્રિલર ફિલ્મને ઉજ્જવલ કુલકર્ણી નામના છોકરાએ એડિટ કરી છે.

3/7

આશ્ચર્યની વાત એ છે કે, આટલી મોટી ફિલ્મનું આટલું સારું એડિટિંગ કરનાર ઉજ્જવલ કુલકર્ણી હાલમાં માત્ર 19 વર્ષનો છે. ઉજ્જવલ માટે આ પહેલો મોટો પ્રોજેક્ટ હતો, જેમાં તેણે કામ કર્યું અને મહેનત જોવા લાયક છે.

4/7

ઉજ્જવલ કુલકર્ણી આ પહેલા શોર્ટ ફિલ્મ અને યુટ્યૂબ પર ફેન મેડ મૂવીઝને એડિટ કરતો હતો. સુત્રોનું માનીએ તો ડાયરેક્ટર પ્રશાંત નીલે કેજીએફ ચેપ્ટર 2 ને સંપૂર્ણ રીતે શૂટ કરી હતી. ત્યારબાદ ઉજ્જવલે પોતાની એડિટિંગ સ્કિલ્સને દેખાળતા તેનું ટ્રેલર બનાવ્યું અને પ્રશાંતને દેખાળ્યું હતું.

5/7

ઉજ્જવલના કામથી પ્રશાંત નીલ ખુબ જ ઇમ્પ્રેસ થયા હતા અને તેમણે આખી ફિલ્મ તેને એડિટ કરવા માટે તક આપી હતી. એવામાં ઉજ્જવલ કુલકર્ણીએ આ તકને સ્વીકારી અને પોતાનું બેસ્ટ કામ કરી દેખાડ્યું. ઉજ્જવલે ટેલેન્ટને સાબિત કરી બતાવ્યું કે તે ક્રેડિટની સાથે સાથે મોટા પ્રોજેક્ટ્સ મેળવવા માટે હકદાર છે.

6/7

બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો કેજીએફ ચેપ્ટર 2 દુનિયાભરમાં 600 કરોડ રૂપિયાના આંકડાને પાર કરવા જઈ રહી છે. આ ફિલ્મની આવક ઘણી સારી થઈ રહી છે. ફિલ્મના હિન્દી વર્ઝનને ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે.

7/7

ફિલ્મમાં યશ અને સંજય દત્ત વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. આ ઉપરાંત રવીના ટંડન અને શ્રીનિધિ શેટ્ટી જેવા સ્ટાર્સ કેજીએફ 2 નો ભાગ છે. આ સંજય દત્તની પહેલી તેલુગુ ફિલ્મ છે.





Read More