PHOTOS

Highest Paid Celebs: એક એપિસોડની આટલી મોટી રકમ ચાર્જ કરે છે આ 10 સિતારા, સૌથી આગળ છે કપિલ શર્મા

ણા સિતારા એવા છે જે ન માત્ર પોતાની ભૂમિકાથી લાઇમલાઇટથી રહે છે પરંતુ તે પોતાના પગારને લઈને પણ હંમેશા ચર્ચામાં છવાયેલા રહે છે. ખાસ વાત છે...

Advertisement
1/10

આ લિસ્ટમાં સૌથી પહેલા વાત કરીએ કપિલ શર્માની. રિપોર્ટ પ્રમાણે કપિલ શર્મા એક એપિસોડના આશરે 50 લાખ રૂપિયા ચાર્જ કરે છે. હાલ કપિલ પોતાની ટીમની સાથે વિદેશ ટૂર પર છે. જેના કારણે શોને કેટલાક સમય માટે ઓફ એર કરી દેવામાં આવ્યો છે.   

2/10

કપિલ શર્મા બાદ બીજા નંબર પર સુનીલ ગ્રોવર છે. કપિલ શર્મા શોમાં ગુત્થી અને ડોક્ટર ગુલાટીનો રોલ નિભાવનાર સુનીલ રિપોર્ટ પ્રમાણે એક એપિસોડના 10થી 12 લાખ રૂપિયાનો ચાર્જ કરે છે. 

3/10

અનુપમા સીરિયલમાં અનુપમાનું પાત્ર ભજવનાર રૂપાલી ગાંગુલી રિપોર્ટ પ્રમાણે એક એપિસોડના આશરે 1.5 લાખથી 3 લાખ રૂપિયા લે છે. રૂપાલીને આ શો પહેલા સારા ભાઈ વર્સેઝ સારા ભાઈ સોથી લોકપ્રિયતા મળી હતી.

4/10

હિના ખાનનું નામ પણ ટીવીની પોપ્યુલર હીરોઈનોમાં સામેલ છે. રિપોર્ટ પ્રમાણે હિના ખાન એક એપિસોડના આશરે 2 લાખ રૂપિયા ચાર્જ કરે છે. ટીવી પર હિના યે રિશ્તા ક્યા કહલાતા હૈ, કસૌટી જિંદગી કી 2 અને બિગ બોસમાં નજર આવી ચુકી છે.   

5/10

હિના ખાન બાદ સૌથી વધુ ફી લેનારા સિતારામાં રોનિત રોયનું નામ સામેલ છે. રોનિત ટીવી સિવાય બોલીવુડમાં પણ એક્ટિવ છે. રિપોર્ટ પ્રમાણે રોનિત એક એપિસોડનો આશરે 1.25 લાખ રૂપિયા ચાર્જ કરે છે. 

6/10

'બડે અચ્છે લગતે હૈ' સીરિયલમાં રામનું પાત્ર ભજવનાર રામ કપૂર પણ ટીવીના પોપ્યુલર સિતારામાં સામેલ છે. રિપોર્ટ પ્રમાણે રામ એક એપિસોડનો આશરે 1.25 લાખ રૂપિયા ચાર્જ કરે છે. કર લે તૂ ભી મોહબ્બતમાં તે લીડ રોલમાં જોવા મળ્યો હતો. આ સિવાય તે રાખી કા સ્વંયવર શો પણ હોસ્ટ કરી ચુક્યો છે. 

7/10

યે હૈ મોહબ્બતે સીરિયલમાં રમન ભલ્લાનો રોલ નિભાવી ચુકેલ કરણ પટેલ પણ ટીવીના જાણીતા સિતારામાં સામેલ છે. રિપોર્ટ પ્રમાણે કરણ એક એપિસોડની આશરે 1.25 લાખ રૂપિયા લે છે.   

8/10

પાર્વતી ભાભીનું પાત્ર નિભાવી સાક્ષી તંવર લોકોના ઘરમાં જાણીતી બની. સાક્ષીએ આ રોલ કહાની ઘર ઘર ની સીરિયલમાં નિભાવ્યો હતો. રિપોર્ટ પ્રમાણે સાક્ષી એક એસિપોડની આશરે 1.25 લાખ રૂપિયા લે છે. 

9/10

સાક્ષી તંવર બાદ 9માં નંબર પર જેનિફર વિન્ગેટનું નામ આવે છે. માયાનું પાત્ર નિભાવી ચર્ચામાં રહેનાર જેનિફર રિપોર્ટ પ્રમાણે એક એપિસોડની આશરે 1.5 લાખ રૂપિયા લે છે. ટીવી સિવાય જેનિફરે વેબ સિરીઝમાં પણ ડેબ્યૂ કર્યું છે.   

10/10

આખરે ટીવીની ઇશી માં એટલે કે દિવ્યાંકા ત્રિપાઠી આવે છે. પોતાની સુંદરતા અને અભિનયથી લોકોના દિલને ઘાયલ કરનાર દિવ્યાંકા એક એપિસોડની આશરે 1 લાખ રૂપિયા લે છે. 





Read More