Home> LifeStyle
Advertisement
Prev
Next

World Food Safety Day: કલાકો સુધી લાઈટ થઈ જાય ગુલ તો ફ્રીજમાં રાખેલી વસ્તુઓને ફ્રેશ રાખવા કામ આવશે આ 5 ટીપ્સ

World Food Safety Day: ગરમીથી ખાવા પીવાની વસ્તુઓ ખરાબ ન થાય તે માટે તેને ફ્રિજમાં રાખવામાં આવે છે. તેવામાં જો કલાકો સુધી લાઈટ ન હોય તો પછી ખાવા પીવાની વસ્તુઓને કેવી રીતે સુરક્ષિત રાખવી આજે તમને જણાવીએ. 

World Food Safety Day: કલાકો સુધી લાઈટ થઈ જાય ગુલ તો ફ્રીજમાં રાખેલી વસ્તુઓને ફ્રેશ રાખવા કામ આવશે આ 5 ટીપ્સ

World Food Safety Day: આજના સમયમાં નાના-મોટા સૌ કોઈને ફાસ્ટ ફૂડ વધારે ભાવે છે. તેનો સ્વાદ હતો બધાને પસંદ હોય છે પરંતુ આવી ખાવા પીવાની આદતો સ્વાસ્થ્ય માટે ખરાબ સાબિત થાય છે. તેના કારણે ગંભીર સમસ્યાઓમાં પણ દિવસેને દિવસે વધારો થાય છે. દર વર્ષે સાત જૂને દુનિયાભરમાં વર્લ્ડ ફૂડ સેફટી ડે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ લોકોને દોષિત ખાનપાન અને તેનાથી થતી બીમારીઓથી બચવાના ઉપાયોને લઈને સચેત કરવાનો હોય છે. આજે તમને આવી જ કેટલીક ટિપ્સ જણાવીએ.

ગરમીથી ખાવા પીવાની વસ્તુઓ ખરાબ ન થાય તે માટે તેને ફ્રિજમાં રાખવામાં આવે છે. તેવામાં જો કલાકો સુધી લાઈટ ન હોય તો પછી ખાવા પીવાની વસ્તુઓને કેવી રીતે સુરક્ષિત રાખવી આજે તમને જણાવીએ. 

આ પણ વાંચો: Yellow teeth: 1 ચમચી દહીં પીળા દાંતને કરી દેશે મોતી જેવા સફેદ, જાણો ઉપયોગ કરવાની રીત

ફ્રીઝર અને રેફ્રિજરેટર બંધ રાખો

જો લાઈટ ન હોય અને કલાકો સુધી આવવાના કોઈ એંધાણ પણ ન હોય તો ફ્રીઝર અને રેફ્રિજરેટરના દરવાજા શક્ય હોય ત્યાં સુધી બંધ જ રાખો. વારંવાર રેફ્રિજરેટર ખોલશો નહીં તો લગભગ ચાર કલાક સુધી ફ્રીજ ઠંડુ રહેશે અને ખાવા પીવાની વસ્તુઓ પણ સારી રહેશે. ફ્રીજ અને રેફ્રિજરેટરને વારંવાર ખોલવામાં ન આવે તો કલાકો સુધી ભોજન ખરાબ થતું નથી. 

આ પણ વાંચો: તાંબાના વર્ષો જૂના વાસણને પણ 5 મિનિટમાં ચમકાવી દેશે આ પાવડર, જાણો ઘરે બનાવવાની રીત

આઈસ પેકનો ઉપયોગ 

જો તમને અગાઉથી જ ખબર હોય કે લાઈટ કલાકો સુધી રહેવાની નથી તો પછી તમે આઈસ પેક અને કુલર નો ઉપયોગ કરી શકો છો. ખાસ કરીને ડેરી પ્રોડક્ટ, મીટ જેવી વસ્તુઓ જે ઝડપથી ખરાબ થઈ જાય છે તેને આઈસ પેક સાથે કુલરમાં રાખી દો. તેનાથી ખાવા પીવાની વસ્તુ ખરાબ નહીં થાય. 

ફૂડ થર્મોમીટરનો ઉપયોગ કરો 

થર્મોમીટરથી રેફ્રિજરેટર અને ફ્રીઝરનું તાપમાન ચેક કરતા રહો. ભોજનને રેફ્રિજરેટરમાં 40 °F થી નીચે અને ફ્રીઝરમાં 0 °F થી નીચે રાખવું જોઈએ. જો તાપમાન આ લેવલથી વધી જાય તો બેક્ટેરિયા વધવા લાગે છે અને ભોજન ખરાબ થઈ જાય છે. 

આ પણ વાંચો: ચહેરાની સુંદરતાને ચારગણી વધારી દેશે લીચી, બસ આ રીતે ત્વચા પર કરો લીચીનો ઉપયોગ

જલદી ખરાબ થતી ખાદ્ય વસ્તુઓને પકાવી લો 

જો તમને ખબર છે કે લાઈટ જવાની છે તો ફ્રીજમાં રાખેલી જલ્દી ખરાબ થઈ શકે તેવી વસ્તુને પકાવી લો. ખાદ્ય પદાર્થને પકાવી લેવાથી તેને સર્ફસેલ્ફ લાઈફ વધી જાય છે. પકાવેલી વસ્તુઓને એર ટાઈટ કન્ટેનરમાં તમે સુરક્ષિત રાખી શકો છો.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More