Home> LifeStyle
Advertisement
Prev
Next

ઊંઘ માટે આ સમય સૌથી બેસ્ટ, આટલા કલાક ઊંઘ કરવાથી શરીર રહે છે નિરોગી, જે ન કરે તે રહે બીમાર

Best Time For Sleep: આજની જીવનશૈલીમાં ઘણા લોકો ગમે ત્યારે સૂઈ જાય છે અને ગમે ત્યારે ઉઠી જાય છે. મોટાભાગના લોકોનું ધ્યાન દરરોજ ઓછામાં ઓછા સાતથી આઠ કલાકની ઊંઘ લેવા પર હોય છે. પરંતુ, પૂરતી ઊંઘ લેવી જેટલી જરૂરી છે, તેટલું જ જરૂરી છે યોગ્ય સમયે સૂવું. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે સૂવાનો યોગ્ય સમય કયો છે?

ઊંઘ માટે આ સમય સૌથી બેસ્ટ, આટલા કલાક ઊંઘ કરવાથી શરીર રહે છે નિરોગી, જે ન કરે તે રહે બીમાર

Best Time For Sleep: સામાન્ય રીતે સાતથી નવ કલાકની ઊંઘ સ્વાસ્થ્ય માટે યોગ્ય માનવામાં આવે છે, તેથી મોટાભાગના લોકો ઓછામાં ઓછી એટલી ઊંઘ લેવાનો પ્રયાસ કરે છે. પરંતુ, આજની જીવનશૈલીમાં લોકો મોડી રાત સુધી જાગતા રહે છે અને લગભગ અડધો દિવસ સૂઈ જાય છે. મોટાભાગના લોકો ઊંઘ પૂરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે પરંતુ યોગ્ય સમય પર ધ્યાન આપતા નથી.

વાસ્તવમાં વ્યક્તિની ઉંમર, કામ કરવાની રીત અને ઊંઘની રીત, આ બધી બાબતો ઊંઘના સમયને અસર કરી શકે છે, જેના કારણે ઘણી વખત સૂવાનો અને ઉઠવાનો સમય દરેક માટે અલગ-અલગ હોઈ શકે છે. પરંતુ એ જાણવું પણ જરૂરી છે કે સૂવાનો યોગ્ય સમય કયો છે?

આ પણ વાંચો:

Weight Loss: 3 શાકભાજીનો જ્યુસ કરશે જાદુ, વધેલું પેટ ગણતરીના દિવસોમાં થશે અંદર

Weight Loss: જીમ અને ડાયટિંગ વિના પણ આ રીતે ઝડપથી ઉતરે છે વજન, બરફની જેમ ઓગળશે ચરબી

રાત્રે ચહેરા પર આ વસ્તુઓ લગાડવાથી ત્વચા પર આવશે જબરદસ્ત ગ્લો, આજે જ કરો ટ્રાય

સૂવાનો યોગ્ય સમય કયો છે?
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે 7 થી 9 કલાકની ઊંઘ સારી હોય છે, પરંતુ દરેક ઉંમરના લોકો માટે સૂવાનો યોગ્ય સમય અલગ અલગ હોઈ શકે છે. ટીનેજર્સ માટે રાત્રે 9 થી 10 વચ્ચેનો સમય યોગ્ય છે. તો બીજી તરફ એડ્લ્ટસ માટે ઊંઘવાનો શ્રેષ્ઠ સમય રાત્રે 10 થી 11 વચ્ચે ગણવામાં આવે છે. જયારે બાળકોને 7 થી 9 વાગ્યાની વચ્ચે સુવડાવી દેવા જોઈએ. સારી ઊંઘ માટે, અઠવાડિયાના અંતે પણ ઊંઘવાનો અને જાગવાનો યોગ્ય સમય જાળવવો ખૂબ જ જરૂરી છે.

કેટલા કલાકની ઊંઘ હોવી જોઈએ?
ઊંઘની અવધિ વ્યક્તિ-વ્યક્તિ અને બાળકો માટે બદલાય છે, શિશુઓ માટે 12 થી 15 કલાકની ઊંઘ, ટોડલર્સ માટે દિવસમાં કુલ ઊંઘના 11 થી 14 કલાક અને પ્રિસ્કૂલનાં બાળકો માટે 10 કલાક. બીજી તરફ ટીનેજની વાત કરીએ તો તેમના માટે 8 થી 10 કલાકની ઊંઘ લેવી વધુ સારું છે. આ સાથે યુવાનો માટે 7 થી 9 કલાક અને વૃદ્ધો માટે 7 થી 8 કલાકની ઊંઘ જરૂરી છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી  સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More