Home> LifeStyle
Advertisement
Prev
Next

TRAFFIC POLICE : રસ્તા પર જતા હોઈએ અને ટ્રાફિક પોલીસ રોકે તો શું કરવું, તમારી પાસે આ છે પાવર

Traffic Police: સૌથી પહેલા આપને એ જણાવું કે આપને મેમો કોણ આપી શકે. હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના અધિકારી કે તેનાથી ઉપરની કક્ષાના અધિકારી તમને મેમો આપી શકે છે. હેડ કોન્સ્ટેબલથી નીચેની કક્ષાના કર્મચારી તમને મેમો ન આપી શકે.

TRAFFIC POLICE : રસ્તા પર જતા હોઈએ અને ટ્રાફિક પોલીસ રોકે તો શું કરવું, તમારી પાસે આ છે પાવર

Traffice Rules: રસ્તા પર જતા હોઈએ અને ટ્રાફિક પોલીસ રોકે તો શું કરવું. ટ્રાફિક પોલીસને જોઈને ઘણા લોકો રસ્તો બદલી લેતા હોય છે..ઘણી વખત પોલીસને જોઈને ડરી પણ જતા હોય છે. તો તમારે આવું કંઈ કરવાની જરૂર નથી. કોની પાસે શું સત્તા છે અને આપણને શું છુટછાટ મળે છે તે જાણી લેવું જરૂરી છે.

સૌથી પહેલા આપને એ જણાવું કે આપને મેમો કોણ આપી શકે. હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના અધિકારી કે તેનાથી ઉપરની કક્ષાના અધિકારી તમને મેમો આપી શકે છે. હેડ કોન્સ્ટેબલથી નીચેની કક્ષાના કર્મચારી તમને મેમો ન આપી શકે. ટ્રાફિક પોલીસની સાથે ઘણી વખત હોમ ગાર્ડ હોય છે અને તે આપનું વાહન રોકી અને આપના કાગળ માગતા હોય છે પણ તેમની પાસે આવું કરવાની સત્તા નથી. તે ફક્ત પોલીસ અધિકારીની મદદ માટે હોય છે જ્યારે જવાબદાર પોલીસ અધિકારી હાજર હોય અને જો તે તપાસ કરવા માટેનો આદેશ કરે તો જ હોમગાર્ડ આપનું વાહન તપાસી શકે અને જો કોઈ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો પોલિસ અધિકારીને અથવા પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરી શકે.

આ પણ વાંચો: ઘર અને બાલ્કનીમાં કબૂતર ફેલાવે છે ગંદકી, ફોલો કરો આ આસાન ટિપ્સ, મળશે છુટકારો
આ પણ વાંચો: Hair Care: નાની ઉંમરમાં જ વાળ થઈ ગયા છે સફેદ તો આ ઘરેલું ઉપાયો અજમાવો
આ પણ વાંચો: જો આ અથાણું રોજ ખાશો તો ઘોડા જેવી તાકત આવશે! પુરુષોનો વધશે પાવર

હવે એ જાણવું જરૂરી છે કે સામાન્ય સંજોગોમાં પોલિસ શું ન કરી શકે.
તમે વાહન પર જતા હોય ત્યારે તમારા વાહનમાંથી ચાવી ન કાઢી શકે. ચાલુ વાહનમાં તમારો હાથ ન પકડી શકે કે તમને ખેંચીને દૂર ન લઈ જઈ શકે. જ્યારે તમે ફોરવ્હિલ લઈને જઈ રહ્યા હોય તો અચાનક બેરિકેડ્સ વચ્ચે ન મુકી શકે, જો કોઈ પોલીસ કર્મચારી તમારી સાથે દબાણ કે બળજબરી કરે તો તમે વરિષ્ઠ અધિકારીને ફરિયાદ કરી શકો છો. કોઈ પણ ટ્રાફિક પોલીસ જો તમને દંડ ફટકારે તો તેની પાસે મેમો બૂક અથવા તો ઈ મેમો માટેનું મશીન હોવું જોઈએ. એ વિના મેમો ન આપી શકે.

આ પણ વાંચો: ખુશખબર : ગુજરાત સરકાર કરાર આધારિત કરી રહી છે અહીં ભરતી, 60 હજાર રૂપિયા મળશે પગાર
આ પણ વાંચો: Gautam Adani: પત્ની સાથે રમી રમવું પસંદ છે અદાણીને, ફ્રી હોય ત્યારે કરે છે આ કામ
આ પણ વાંચો: Good News: ગુજરાતના લાખો બેરોજગારો માટે ખુશખબર, હવે સીધી મળશે કાયમી નોકરી

જો ટ્રાફિક પોલીસ તમને રોકે તો વાહનના કાગળ બતાવો, એક વાત ધ્યાન રાખો કે તમારે પોલીસને લાયસન્સ બતાવવું જરૂરી છે એ સિવાયના કાગળ બતાવવા કે નહીં એ નિર્ણય તમારો છે. સેન્ટ્રલ મોટર વ્હિકલ રૂલ્સ 1989ના રૂલ 139ના રૂલ મુજબ દસ્તાવેજો જમા કરાવવા માટે આપને પંદર દિવસનો સમય મળે છે અથવા જો તમે કાગળ સાથે નથી રાખવા માગતા તો એમ પરિવહન અથવા ડિજિલોકર આ બંને સરકાર માન્ય એપ છે. જેમાં તમે વાહનના ડોક્યુમેન્ટની સોફ્ટ કોપી રાખી શકો છો અને પોલીસ રોકે તો બતાવી શકો છો.

આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો
આ પણ વાંચો: ભારતના એવા માર્કેટ જ્યાં ૫૦ રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીમાં મળે છે ગરમ કપડાં
આ પણ વાંચો: સસ્તામાં સોનું મળતું હોય તો 2 વાર ખરીદતાં વિચારજો, આ રીતે થાય છે નકલી સોનાનું વેચાણ

હવે તમારે શું ન કરવું જોઈએ તે પણ જાણી લો 
ક્યારેય પોલીસ સાથે જીભાજોડી ન કરવી. તમે કોઈ ભૂલ કરી છે તો પોલીસને જણાવી દો. કયારેય પોલીસને લાંચ આપવાનો પ્રયાસ ન કરશો અને જો તમારી પાસે કોઈ પોલીસકર્મી લાંચ માગે તો તેમનું નામ અને બકલ નંબર નોંધી લો. જો બકલ નંબર ન મળે તો આઈ ડી પ્રુફ માગો. જો તમારી પાસે ડ્રાઈવિંગ લાયસન્સ કે પરમિટ નથી તો તમારૂં વાહન જપ્ત થઈ શકે છે અથવા તમારૂં વાહન રજિસ્ટર્ડ નથી તો તે જપ્ત થઈ શકે છે. તો હવે જ્યારે પણ તમને પોલીસ રોકે તો તમે ખોટી તોડબાજી કે હેરાનગતિથી બચી શકશો.

આ પણ વાંચો: જો તમે ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યા હો તો આ રીતે મેળવો વળતર, RBIએ ઘડ્યા છે આ નિયમો
આ પણ વાંચો: જાણો મહિલા નાગા સાધુઓના આ 6 રહસ્ય, જાણીને રહી જશો દંગ
આ પણ વાંચો: તમારાથી ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા છે? રૂપિયાને પાછા મેળવવા માટે કરો આ કામ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More