Home> LifeStyle
Advertisement
Prev
Next

આબુ-ગોવા જવાની જરૂર નથી! પાર્ટનર સાથે રોમેન્ટિક પળો માણવા માટે શ્રેષ્ઠ છે ગુજરાતના આ સ્થળો, ખાસ જાણો

Romantic Plances In Gujarat: જો તમે પણ તમારા પાર્ટનરને સ્પેશિયલ ફીલ કરાવવા માંગતા હોવ અને બજેટ ઓછું હોય તો આપણા ગુજરાતમાં પણ રોમેન્ટિક સ્થળોની કોઈ કમી નથી. એવા અનેક અદભૂત શાંત અને રમણીય સ્થળો છે જ્યાં જઈને તમે પાર્ટનર સાથે રોમેન્ટિક પળો માણી શકો છો. જાણો આ સ્થળો વિશે...

આબુ-ગોવા જવાની જરૂર નથી! પાર્ટનર સાથે રોમેન્ટિક પળો માણવા માટે શ્રેષ્ઠ છે ગુજરાતના આ સ્થળો, ખાસ જાણો

Romantic Plances In Gujarat: ફેબ્રુઆરી મહિનો શરૂ થતાની સાથે જ વેલેન્ટાઈન વીકની ઉજવણી પણ શરૂ થઈ જાય છે. 7 ફેબ્રુઆરીથી શરૂ થનાર વેલેન્ટાઈન વીક 14 ફેબ્રુઆરી સુધી ચાલે છે. જ્યારે 14 ફેબ્રુઆરી દુનિયાભરમાં વેલેન્ટાઈન ડે તરીકે ઉજવવામાં આવે છે. મોટાભાગના કપલ્સ આ દિવસને ખાસ બનાવવાની કોઈ તક છોડતા નથી. પ્રેમમાં પાર્ટનર માટે દીવાના બનેલા પ્રેમીઓ માટે વેલેન્ટાઈન વીકની આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય છે. કારણ કે આ અવસરે તમને પાર્ટનરને પ્રપોઝ કરવાથી લઈને સ્પેશિયલ ફીલ કરાવવા સુધીની બેસ્ટ તક મળે છે. આથી એવું કહે છે કે ફેબ્રુઆરી મહિનો પ્રેમ કરનારા કે રિલેશનશીપમાં રહેતા લોકો માટે ખુબ ખાસ હોય છે. 

વેલેન્ટાઈન વીક
વેલેન્ટાઈન ડેની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થાય છે એટલે કે રોઝ ડેથી. રોઝ ડેથી લઈને વેલેન્ટાઈન ડે સુધી કપલ પોત પોતાની રીતે વીકને સેલિબ્રેટ  કરે છે. આ માટે રોમેન્ટિક જગ્યાઓ પર જવાનું પણ  પસંદ કરે છે. જો તમે પણ તમારા પાર્ટનરને સ્પેશિયલ ફીલ કરાવવા માંગતા હોવ અને બજેટ ઓછું હોય તો આપણા ગુજરાતમાં પણ રોમેન્ટિક સ્થળોની કોઈ કમી નથી. એવા અનેક અદભૂત શાંત અને રમણીય સ્થળો છે જ્યાં જઈને તમે પાર્ટનર સાથે રોમેન્ટિક પળો માણી શકો છો. જાણો આ સ્થળો વિશે...

ગીરનાર
ગીર ફરવા જવાનો પ્લાન પણ અદભૂત રહેશે. અહી ગીર અભ્યારણ્યમાં તમને જંગલના રાજા સિંહના દર્શન પણ થશે. અનેક કપલ્સ જંગલના મનમોહક વાતાવરણની અનુભૂતિ માટે અહીં આવે છે. ગિરનાર પર્વતની પણ મુલાકાત લઈ શકો છો. 

સાપુતારા
સાપુતારા દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં આવેલા એક માત્ર એવુ હિલસ્ટેશન છે, જે આશરે 1000 મીટર જેટલી ઉંચાઈ પર આવેલુ છે. આ જગ્યાનું હવામાન એકદમ ખુશનુમા છે અને હંમેશા રહે છે. અહીં એક વખત પગ મુકીએ એટલે ત્યાં જ રહી જવાનું મન થઇ જાય! અહી ઉનાળાની ભીષણ ગરમીમાં પણ તાપમાન આશરે 30 ડિગ્રીથી ઓછુ રહે છે. એટલે જ તેને ગુજરાતનું સ્વિટ્ઝર્લૅન્ડ પણ કહેવામાં આવે છે. સાપુતારાએ ગુજરાતનું એક માત્ર હિલ સ્ટેશન છે. ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું આ એક રમણીય સ્થળ છે. ડાંગના આહવા તાલુકામાં સહ્યાદ્રીની પર્વતમાળાઓમાં આવેલા સાપુતારાની ભવ્ય પહાડીઓ આહલાદક છે. વર્ષ દરમિયાન ભયંકર ગરમીની સિઝનમાં પણ સાપુતારામાં તાપમાનનો પારો કદી 28 કે 30 ડિગ્રીની ઉપર નથી જતો.

દીવ
દીવ એ પર્યટકો અને ખાસ કરીને તો જુવાન હૈયાઓનું માનીતું સ્થળ છે. દીવમાં તમને નાગવા બીચ, દીવ ફોર્ટ, ઘોઘા બીચ વગેરે જેવા સ્થળો પર પાર્ટનર સાથે ફરવાની મજા આવશે. સુંદર તટ અને વિશાળ સમુદ્ર દરેકને મોહિત કરી લે છે. દીવ એક કેન્દ્રશાસિત પ્રદેશ છે જ્યાની ઓળખ અને સંસ્કૃતિ એક આગવી ઓળખ બની  ચૂક્યા છે. 

વિલ્સન હીલ્સ
ગુજરાત આ એકમાત્ર એવુ હિલ સ્ટેશન છે, જ્યાથી સમુદ્રનો નજારો પણ જોઈ શકાય છે. એકવાર તમે આ પહાડી પર આવશો તો તમને બીજે ક્યાય જવાનું મન નહિ થાય. વિલ્સન હિલ્સ ગુજરાતનું પ્રખ્યાત હિલ સ્ટેશન (hill station) છે, પરંતુ તે વધુ એક્સપ્લોર થયુ નથી. તેમા પણ ચોમાસામાં તેની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠે છે. વિલ્સન હિલ્સ વલસાડના ધરમપુરમાં આવેલુ છે. વિલ્સન હિલ્સ જંગલોથી ઘેરાયેલુ હિલ સ્ટેશન છે. તે પયંગબરી વન્યજીવ અભ્યારણ્ય પાસે આવેલુ છે. તે ગુજરાતનુ એકમાત્ર એવુ હિલ સ્ટેશન છે, જ્યાં સમુદ્રને પણ જોઈ શકાય છે. પરંતુ જો તમે વિલ્સન હિલ જવાનો વિચાર કરી રહ્યા છો તો તમારે તેના વિશે માહિતી મેળવવી જરૂરી છે.  

હરિયાળીથી ઢંકાયેલી પહાડી, વાદળોનુ ચાદર ઓઢતુ અદભૂત દ્રશ્ય, ચોમાસામાં દરેક પહાડી પરથી ટપકતા ઝરણા અને ખુશ્નુમા માહોલ તથા ચારેતરફ છવાયેલુ ધુમ્મસ તમારુ દિલ જીતી લેશે. સાપુતારા હિલ સ્ટેશનની સરખામણીમાં આ હિલ સ્ટેશન થોડુ નાનુ છે. પરંતુ તેને મિની સાપુતારા જ કહેવાય છે. જો તમે ચોમાસામાં ક્યાંય જવા માંગો છો તો આ હિલ સ્ટેશન પરફેક્ટ લોકેશન છે. 

ડોન હિલ સ્ટેશન
ડોન હિલ સ્ટેશન ડાંગ જિલ્લામાં આવેલું છે. ડાંગના મુખ્ય શહેર આહવાથી માત્ર 38 કિલોમીટર દૂર આવેલું આ ડોન ગામ સાપુતારાથી પણ 17 મીટર ઊંચુ અને 10 ગણો પહોળો વિસ્તાર ધરાવે છે. સહ્રાદ્રીની પર્વતમાળામાં આવેલું આ હિલ સ્ટેશન સુંદર ઊંચાઈ, હરિયાળી, વળાંક, નદી, ઝરણા જેવું બધુ જ ધરાવો છે જેને જોઈને ટાઢક થઈ જાય છે. સાપુતારાની જેમ આ હિલ સ્ટેશન પણ 1070 મીટરની ઊંચાઈએ છે. આ હિલ સ્ટેશન મહારાષ્ટ્ર બોર્ડરથી 3 જ કિલોમીટર દૂર છે. એટલે તમે ડોન થઈને મહારાષ્ટ્ર તરફ પણ ફરવા જઈ શકો છો. 

તમને એ પણ જણાવીએ કે અહીં ફરવાની સાથે તેનું ઐતિહાસિક મહત્વ પણ છે. ભગવાન શિવ, સીતાજી, હનુમાનજીની દંતકથાઓ આ સ્થળ સાથે જોડાયેલી છે. ટ્રેકિંગ માટે પણ આ સ્થળ ઉત્કૃષ્ટ ગણાય છે. તેની વિશેષતાઓને જોતા આ સ્થળે પણ હવે દિન પ્રતિદિન પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે. 

કચ્છ
ગુજરાતનું કચ્છ પણ ફરવા માટે એક અદભૂત સ્થળ છે. કચ્છની મુલાકાતે જાઓ તો તેનું મુખ્ય શહેર ભૂજ તો ખરું જ પરંતુ આ સાથે પણ તમને કચ્છનું સફેદ રણ ખુબ આકર્ષશે અને પાર્ટનર સાથે સારો એવો સમય પસાર કરવો તમને ગમશે. અહીં ટેન્ટ સિટી પણ છે જ્યાં રમણીય અનુભવ તમને થશે. આ ઉપરાંત ફરવા માટે આઈના મહેલ, હમીરસર તળાવ, રામ કુંડ, પ્રાગ મહેલ વગેરે પણ છે. 

શીવરાજપુર બીચ
ગુજરાતમાં આમ તો અનેક બીચ આવેલા છે પરંતુ આ બીચ એવો છે કે જે સુંદરતા તથા સ્વસ્છતામાં ભલા ભલા બીચને પાછળ પાડે તેવો છે. વિદેશના બીચો અને ગોવા સુધી લાંબા થતા લોકો માટે ગુજરાતનો આ બીચ અદભૂત સૌંદર્ય પૂરું પાડે તેવો છે. ભારતે પહેલીવાર દુનિયાના બ્લુ ફ્લેગ બીચ ધરવતા દેશોમાં સ્થાન મેળવી લીધું છે. ભારતના 8 બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો છે. જેમાંથી એક બીચ તો ગુજરાતમાં છે. જ્યારે બીજો દીવમાં છે. ખાસ જાણો તેના વિશે. 

દેવભૂમિ દ્વારકાથી માત્ર 12 કિલોમીટરના અંતરે આવેલો આ બીચ તમને વિદેશના કોઈ પણ બીચની યાદ અપાવી દે તેવો અદભૂત અને સુંદર બીચ છે. ગુજરાતના પ્રખ્યાત બીચમાંથી એક છે જેને બ્લુ ફ્લેગનો દરજ્જો મળેલો છે. તે સફેદ રેતીનો બીચ છે. આ બીચ એકદમ રળિયામણો, શાંત અને કુદરતના અદભૂત સૌંદર્યનો સમન્વય ધરાવતો બીચ છે. આ બીચ પર સ્કુબા ડાઈવિંગ, સ્નોર્કલિંગ, બોટિંગ, અને આઈલેન્ડ ટુર જેવી પ્રવૃત્તિઓ થાય છે. શિવરાજપુર બીચ નજીક દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, રુકમણી દેવી મંદિર અને દ્રારકા સનસેટ પોઈન્ટ જેવા પ્રવાસન સ્થળો પણ આવેલા છે. 

માધવપુર બીચ
ગુજરાતના માધવપુર બીચ પર અનેક કાર્યક્રમોનું આયોજન થતું રહે છે. અહીં તમે પાર્ટનર સાથે ખુબ મસ્તી અને રોમેન્ટિક પળો માણી શકો છો. આ સાથે જ કેટલીક લોકલ વસ્તુઓની ખરીદી પણ  કરી શકો છો. 

માંડવી બીચ
કચ્છના માંડવી બીચથી સૂર્યાસ્તનો નજારો ખુબ અદભૂત દેખાય છે. ભીડ ઓછી હોવાના કારણે અહીં સમુદ્રનું પાણી ઘણું સ્વચ્છ છે. અહીં ઘોડેસ્વારી અને ઊંટ પર સવારી પણ કરી શકો છો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More