Home> LifeStyle
Advertisement
Prev
Next

Skin Care: ફેસ વોશને બદલે વાપરો આ નેચરલ વસ્તુઓ, 5 મિનિટમાં ગોરી ગોરી દેખાશે ત્વચા

Skin Care: જે લોકોની સ્કીન સેન્સેટિવ હોય તેમને કેમિકલ યુક્ત પ્રોડક્ટથી આડ અસરો થતી હોય છે. આવી સ્થિતિમાં ચહેરાને સાફ કરવા માટે તમે કેટલીક નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. આ નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરવાથી 5 મિનિટમાં જ સ્કિન પર ગ્લો આવી જશે અને ફેશ વોશ કે સાબુના ઉપયોગ વિના જ ચહેરો સાફ પણ થશે.

Skin Care: ફેસ વોશને બદલે વાપરો આ નેચરલ વસ્તુઓ, 5 મિનિટમાં ગોરી ગોરી દેખાશે ત્વચા

Skin Care: ચહેરો સાફ કરવા માટે મોટાભાગે લોકો સાબુ અથવા તો ફેસવોશ નો ઉપયોગ કરે છે. પરંતુ ઘણી વખત સાબુ અને ફેસવોશમાં રહેલા કેમિકલ ત્વચા ને નુકસાન પણ કરતા હોય છે. ખાસ કરીને જે લોકોની સ્કીન સેન્સેટિવ હોય તેમને કેમિકલ યુક્ત પ્રોડક્ટથી આડ અસરો થતી હોય છે. આવી સ્થિતિમાં ચહેરાને સાફ કરવા માટે તમે કેટલીક નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. આ નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરવાથી 5 મિનિટમાં જ સ્કિન પર ગ્લો આવી જશે અને ચહેરો સાફ પણ થશે.

આ કુદરતી વસ્તુઓનો ફેસવોશ તરીકે કરી શકો છો ઉપયોગ

આ પણ વાંચો:

મજબૂત અને કાળા વાળ માટે અઠવાડિયામાં એકવાર લગાવો આ પેસ્ટ, 15 દિવસમાં જ દેખાશે રિઝલ્ટ

ફાઉન્ડેશનમાં આ વસ્તુ ઉમેરી લગાવો ચહેરા પર, પાર્લરમાં મેકઅપ કરાવ્યો હોય તેવો મળશે લુક

કરમાયેલા જાસૂદના ફૂલ પણ ફેંકવા નહીં, વાળ અને ત્વચાની સુંદરતા વધારવા આ રીતે કરો ઉપયોગ

1. રસોડામાં રહેલું મધ ચહેરાને સાફ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. મધનો ઉપયોગ કરવાથી સ્કીન હાઇડ્રેટ રહે છે અને ડેડ સ્કિન પણ સાફ થાય છે. 

2. નાળિયેર તેલ નો ઉપયોગ પણ ચહેરાને સાફ કરવા માટે કરી શકાય છે. ખાસ કરીને મેકઅપ સાફ કરવા માટે નાળિયેર તેલ નો ઉપયોગ કરવાથી ક્લિનિસીંગ ઓઇલ ની જરૂર પડતી નથી.

3. લીંબુમાં પણ નેચરલ બ્લીચ હોય છે જેનો ઉપયોગ કરવાથી ચહેરો ચમકી જાય છે. લીંબુનો રસ ચહેરા પર લગાડી દોસ્તી 15 મિનિટ પછી ઠંડા પાણીથી ચહેરો ધોશો તો ચહેરા ઉપર ગ્લો આવી જશે. 

4. દહીંનો ઉપયોગ પણ તમે ફેસવોશ તરીકે કરી શકો છો. દહીંનો ઉપયોગ કરીને સ્કીન સાફ કરવાથી સ્કીનને મોઈશ્ચર મળે છે અને ચહેરા પર જામેલી ગંદકી પણ સાફ થઈ જાય છે.

5. જો તમને સ્કિન સંબંધિત કોઈપણ સમસ્યા હોય અથવા તો સ્કિન ડ્રાય હોય તો ઓલિવ ઓઇલનો ઉપયોગ કરીને ચહેરો સાફ કરો તેનાથી તમારી ડેડ સ્કીન દૂર થશે અને સ્કીન સોફ્ટ થઈ જશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More