Home> LifeStyle
Advertisement
Prev
Next

ચહેરા પર આ રીતે કરો બીટનો ઉપયોગ, 7 દિવસમાં દુર થઈ જશે ત્વચા પર પડેલી કરચલીઓ

Remove Wrinkles with Beetroot Mask: ત્વચા માટે બીટ એન્ટી એજિંગ એજન્ટ તરીકે કામ કરે છે. તેનો ઉપયોગ કરવાથી ત્વચા પર નિખાર પણ વધે છે અને સાથે જ કરચલીઓ અને વધતી ઉંમરની અસર પણ દૂર થાય છે. 

ચહેરા પર આ રીતે કરો બીટનો ઉપયોગ, 7 દિવસમાં દુર થઈ જશે ત્વચા પર પડેલી કરચલીઓ

Remove Wrinkles with Beetroot Mask: આયરન અને વિટામિન થી ભરપૂર બીટ ત્વચા માટે પણ ફાયદાકારક છે. બીટ એન્ટિઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર હોય છે. તે ત્વચા માટે એન્ટી એજિંગ એજન્ટ તરીકે કામ કરે છે. તેનો ઉપયોગ કરવાથી ત્વચા પર નિખાર પણ વધે છે અને સાથે જ કરચલીઓ અને વધતી ઉંમરની અસર પણ દૂર થાય છે. બીટ નો ઉપયોગ ત્વચા માટે કરવાથી અનેક લાભ થાય છે. બીટ તમારા ચહેરાની ચમક વધારી શકે છે. તો ચાલો તમને જણાવીએ કે બીટ નો ઉપયોગ ત્વચા માટે કેવી રીતે કરવો. 

આ પણ વાંચો: 

ચહેરાની સુંદરતા વધારવી હોય તો રોજ સવારે કરો આ એક કામ, ચહેરા પર આવશે ગજબનો Glow

જો વાળ ખરવાની સમસ્યા હોય તો ન ખાવી આ વસ્તુઓ, ખાશો તો થઈ જશો ટકલા

ચહેરાની રંગ નિખારે છે મિલ્ક પાવડર, ઉનાળા માટે આ રીતે બનાવો ટેનિંગ રિમુવલ માસ્ક

- ત્વચા પર વધતી ઉંમરની અસર દેખાવા લાગે એટલે કે કરચલીઓ પડવા લાગે તો તેને દૂર કરવા માટે બીટ ઉપયોગી સાબિત થાય છે. બીટ નો ઉપયોગ કરવાથી ત્વચા ટાઇટ બને છે. તેના માટે બીટની પેસ્ટ બનાવી લેવી અને તેમાં થોડું મધ ઉમેરીને ચહેરા પર લગાડવું. 

- ત્વચા પરથી ડાઘ દૂર કરવા હોય અને ત્વચાની ચમક વધારવી હોય તો એક ચમચી બીટની પેસ્ટને બે ચમચી દહીંમાં મિક્સ કરીને તેમાં થોડું બદામનું તેલ ઉમેરો. આ પેક નો ઉપયોગ ચહેરા પર કરવાથી ડાઘ ધબા દૂર થવા લાગે છે.

- હોઠની સુંદરતા વધારવા માટે પણ બીટનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે બીટનો રસ કાઢીને રાત્રે તેને હોઠ પર લગાડવો. થોડા દિવસ આ પ્રયોગ નિયમિત કરશો એટલે હોઠ ઉપર પિંક બ્લશ જોવા મળશે.

- જો ત્વચા ડ્રાય થઈ ગઈ હોય અને નિસ્તેજ લાગતી હોય તો એક ચમચી દૂધમાં થોડું બદામનું તેલ અને બે ચમચી બીટ નો રસ ઉમેરીને તેને ચહેરા પર 10 મિનિટ માટે લગાવો. આ પ્રયોગ સાત દિવસ સુધી કરશો એટલે તમને ત્વચા પર ફરક જોવા મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More