Home> LifeStyle
Advertisement
Prev
Next

Mental Health: દોડધામ વચ્ચે સ્ટ્રેસ ફ્રી રહેવું હોય તો આ 3 આસન છે બેસ્ટ, 10 મિનિટ કરવાથી મળશે શાંતિ

Mental Health: જો સ્ટ્રેસના કારણે વ્યક્તિ સતત ચિંતામાં રહે તો તેનાથી સ્વાસ્થ્ય સૌથી પહેલા પ્રભાવિત થાય છે. જોકે કેટલાક ઉપાય એવા છે જેની મદદથી તમે સ્ટ્રેસ ફ્રી થઈ શકો છો. જો તમને પણ સ્ટ્રેસ વધારે રહેતો હોય તો ગંભીર બીમારીઓ થઈ જાય તે પહેલા આ યોગાસન કરીને તમે સ્ટ્રેસ મેનેજ કરી શકો છો. 

Mental Health: દોડધામ વચ્ચે સ્ટ્રેસ ફ્રી રહેવું હોય તો આ 3 આસન છે બેસ્ટ, 10 મિનિટ કરવાથી મળશે શાંતિ

Mental Health: આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિની લાઇફમાં કોઈને કોઈ ટેન્શન જરૂરથી હોય છે. જે લોકો જોબ કરતા હોય છે તેઓ વર્ક પ્રેશરથી સતત ઘેરાયેલા રહે છે. માત્ર ઓફિસમાં જ નહીં પરંતુ ઘરે આવ્યા પછી પણ તેમને કામને લઈને સ્ટ્રેસ રહેતો હોય છે. ટેન્શન ભરેલી લાઈફ સ્ટાઈલના કારણે મેન્ટલ હેલ્થ પર અસર પડે છે. સ્ટ્રેસના કારણે ઊંઘ પણ પૂરી થતી નથી અને ડાયટ પણ હેલ્ધી રહેતી નથી જેના કારણે શરીરમાં સતત થાક અનુભવાય છે. 

આ પણ વાંચો: Aloe vera: શિયાળામાં પણ વાળ અને ત્વચાને સુંદર રાખવા માટે આ રીતે ઉપયોગ કરો એલોવેરા

જો સ્ટ્રેસના કારણે વ્યક્તિ સતત ચિંતામાં રહે તો તેનાથી સ્વાસ્થ્ય સૌથી પહેલા પ્રભાવિત થાય છે. જોકે કેટલાક ઉપાય એવા છે જેની મદદથી તમે સ્ટ્રેસ ફ્રી થઈ શકો છો. જો તમને પણ સ્ટ્રેસ વધારે રહેતો હોય તો ગંભીર બીમારીઓ થઈ જાય તે પહેલા આ યોગાસન કરીને તમે સ્ટ્રેસ મેનેજ કરી શકો છો. દિવસની શરૂઆત જો તમે યોગ દ્વારા કરો છો તો મગજ શાંત રહે છે અને સ્ટ્રેસ લેવલ પણ ઘટી જાય છે. તો ચાલો તમને જણાવીએ કે સ્ટ્રેસ ફ્રી રહેવા માટે કયા આસન કરી શકાય છે. 

આ પણ વાંચો: સ્કીન માટે ખતરનાક છે આ 4 આદત, તેના કારણે નાની ઉંમરમાં ચહેરા પર પડી જાય છે કરચલીઓ

બાલાસન

બાલાસનનો અભ્યાસ કરીને તમે શરીરની સાથે માઈન્ડને પણ રિલેક્સ કરી શકો છો કારણ કે આ આસનમાં હિપ્સ સ્ટ્રેચ થાય છે અને પીઠના દર્દ થી રાહત મળે છે. આ આસન કરવા માટે ગોઠણને વાળીને એડીના જોર પર બેસો. ત્યાર પછી પીઠ ને સીધી રાખીને આગળની તરફ ઝૂકો. આ સ્થિતિમાં છાતી સાથળને અડવી જોઈએ. ત્યાર પછી હાથને સીધા કરીને આગળ રાખો અને ઊંડા શ્વાસ લ્યો. આ આસન પાંચ થી દસ મિનિટ સુધી કરો.

આ પણ વાંચો: Belly Fat: પેટની ચરબી ઓછી કરવા રોજ પીવું આ પાણી, 8 દિવસમાં દેખાશે અસર

ઉત્તાસન

મેન્ટલ પ્રેશરમાંથી બહાર આવવા માટે આસન પણ લાભકારી છે. તેના માટે પગને સીધા રાખીને ઉભા રહેવું અને ત્યાર પછી ઊંડો શ્વાસ લઈને હાથને ઉપર કરો. ત્યાર પછી શ્વાસ છોડતી વખતે આગળની તરફ હાથને નમાવો. આમ કરતી વખતે ગોઠણ સીધા રહેવા જોઈએ. ધીરે ધીરે પ્રયત્ન કરો કે તમારા હાથ પગના અંગૂઠા ને અડી શકે. આ આસન ઓછામાં ઓછું 10 વખત કરો.

આ પણ વાંચો: ગોરી અને બેદાગ સ્કીન માટે અજમાવો આ ઘરેલુ ઉપાયો, બસ આ 3 વસ્તુ ચહેરા પર કરશે જાદુ

શવાસન

શવાસન રોજ કરવાથી બોડી રીલેક્સ છે. આ આસન કરવા માટે જમીન પર રિલેક્સ થઈને સૂઈ જવું. ત્યાર પછી પોતાના શ્વાસ ઉપર ધ્યાન આપો અને ઊંડા શ્વાસ લેવાનું અને છોડવાનું રાખો. આ આસન કરવાથી બોડી અને માઈન્ડ ટેન્શન ફ્રી થઈ જાય છે સાથે જ ફેફસા પણ મજબૂત થાય છે.

આ પણ વાંચો: Alum Benefits: ઓઈલી સ્કીન અને વાળની સમસ્યાથી મુક્તિ મેળવવા આ રીતે કરો ફટકડીનો ઉપયોગ

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More