Home> LifeStyle
Advertisement
Prev
Next

Kitchen Hacks: કાકડીની કડવાશ દુર કરવાની આ 3 ટ્રીક છે જોરદાર, 1 મિનિટમાં મીઠી થઈ જશે કાકડી

Kitchen Hacks: કાકડીમાં વિટામિન, મિનરલ્સ અને ઈલેક્ટ્રોલાઈટ્સ ભરપુર પ્રમાણમાં હોય છે. તેને ખાવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. તેને ખાવાથી કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે.  કાકડી પાચનને સરળ બનાવે છે. તેને ખાવાથી ત્વચાને પણ ફાયદો થાય છે. જો કે કાકડી ખાતા પહેલા તેમાંથી કડવાશ દુર કરવી જરુરી થઈ જાય છે. કાકડી કડવી હોય તો તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.
 

Kitchen Hacks: કાકડીની કડવાશ દુર કરવાની આ 3 ટ્રીક છે જોરદાર, 1 મિનિટમાં મીઠી થઈ જશે કાકડી

Kitchen Hacks: ભોજન સાથે દરેક ઘરમાં સલાડ બને છે અને સલાડમાં સૌથી વધુ કાકડીનો ઉપયોગ થાય છે. સલાડમાં કાકડી ખાવી દરેકને પસંદ હોય છે. કાકડીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે. તેને ખાવાથી ડિહાઇડ્રેશન નથી થતું. કાકડીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

કાકડી ખાવાથી થતા ફાયદા 

કાકડીમાં વિટામિન, મિનરલ્સ અને ઈલેક્ટ્રોલાઈટ્સ ભરપુર પ્રમાણમાં હોય છે. તેને ખાવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. તેને ખાવાથી કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે.  કાકડી પાચનને સરળ બનાવે છે. તેને ખાવાથી ત્વચાને પણ ફાયદો થાય છે. જો કે કાકડી ખાતા પહેલા તેમાંથી કડવાશ દુર કરવી જરુરી થઈ જાય છે. કાકડી કડવી હોય તો તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચો:

Rice Water: ચોખાના પાણીથી ઝડપથી લાંબા થશે વાળ, જાણો કેવી રીત કરવો ઉપયોગ

ત્વચાની દરેક સમસ્યાનો ઈલાજ છે ઘઉંનો લોટ, આ રીતે કરશો ઉપયોગ તો વધી જશે તમારી સુંદરતા

Hair Fall: વાળને ખરતા અટકાવવા હોય તો રોજ કરો આ યોગાસન, વાળ થશે કાળા અને લાંબા
 
કાકડીની કડવાશ દૂર કરવાની રીતો

1. કાકડીમાંથી કડવાશ દૂર કરવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે તેને ઉપરથી થોડી કાપી તેના પર મીઠું લગાવો અને તેના જ  કાપેલા ટુકડાને કાકડી ઉપર ગોળાકાર ગતિમાં ઘસો. આમ કરવાથી તરત જ ફીણ બનવા લાગશે. આ રીતે કાકડીની બંને તરફ મીઠું ઘસવાથી કાકડીની કડવાશ દુર થઈ જાય છે. 

2. કાકડીના છેડાને કાપી અને પછી કાકડીની છાલ કાઢી લો. ત્યારબાદ કાકડીમાં કાંટા ચમચીની મદદથી કાણા બનાવો. તેનાથી કાકડીની કડવાશ દૂર થાય છે અને ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે.

3. કાકડીને છરીની મદદથી વચ્ચેથી કાપી લો. હવે આગળના અને પાછળના ભાગોને કાપી નાખો. કાકડીના વચ્ચેના ભાગમાં કડવાશ આવતી નથી. તેના ઉપર અને નીચેના ભાગ કાપી નાખવાથી કડવાશ પણ દુર થઈ જાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More