Home> LifeStyle
Advertisement
Prev
Next

સોશિયલ મીડિયા પાછળ ઘેલી છોકરીઓ ખાસ સાંભળે આ ખતરાની ઘંટી 

હાલમાં યુવાનોમાં સોશિયલ મીડિયા માટેનો ક્રેઝ જોવા મળી રહ્યો છે

સોશિયલ મીડિયા પાછળ ઘેલી છોકરીઓ ખાસ સાંભળે આ ખતરાની ઘંટી 

લંડન : સોશિયલ મીડિયા પર વધારે સમય પસાર કરતી છોકરીઓ તેની ઉંમરના છોકરાઓ ઉંમર કરતા ડિપ્રેશનનો ભોગ બને એનો ખતરો બમણો થઈ જાય છે. આ રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે સોશિયલ મીડિયા તેમજ ડિપ્રેશનના લક્ષણો વચ્ચે સીધો સંબંધ છે. બ્રિટનની યુનિવર્સિટી કોલેજ લંડન (યુસીએલ)ના સંશોધનકર્તાઓએ લગભગ 11,000 યુવાનોના ડેટાનું વિશ્લેષણ કર્યું અને એમાં ખબર પડી છે કે 14 વર્ષની છોકરીઓ સોશિયલ મીડિયાનો બહુ વધારે ઉપયોગ કરે છે અને તેઓ બહુ જલ્દી ડિપ્રેશનનો ભોગ બને છે. 

આ સિવાય ઘણા લોકો પોતાના રુમમાં પુરાઈને કલાકો સુધી એકલા કોમ્પ્યુટર, મોબાઈલ અથવા ટીવી સામે બેસી રહે છે. એનાથી તેઓને જરુરી શારીરિક કસરત મળતી નથી. જેથી બેઠાડુ જીવન તેમના માટે હૃદયની તકલીફો, ડાયાબિટીસ અને બીજી કોઈ મોટી બીમારી પણ નોતરી શકે છે.

સાવ સસ્તામાં મળતા આમળાનો ઉપયોગ છુટકારો અપાવશે શિયાળાની મોટી સમસ્યાથી

સોશિયલ મીડિયાના કોઈપણ પ્લેટફોર્મનો વધુ પડતો ઉપયોગ બીજાં ઘણાં નકારાત્મક પરિણામ નોતરી શકે છે. જેમ કે તાજેતરનો એક અભ્યાસ જણાવે છે કે વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવો એ દારુ પીને ડ્રાઈવિંગ કરવા જેટલું જોખમી પુરવાર થાય છે. વાહન ચલાવતી વખતે ટેક્સ્ટ મેસેજ ટાઈપ કરવો જીવલેણ સાબિત થઈ શકે. એક સર્વેમાં જાણવા મળ્યું છે કે, 16થી 27 વર્ષના વય જૂથના વાહનચાલકોમાંથી આશરે 40 ટકા લોકો ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે.

લાઇફસ્ટાઇલના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More