Home> LifeStyle
Advertisement
Prev
Next

Mobile Addiction તમે મોબાઈલનો ઉપયોગ કરો છો કે મોબાઈલ તમારો, ધ્યાન રાખજો નહીં તો...

આજ કાલ મોબાઈલની એટલી ખરાબ આદત થઈ ગઈ છે કે જો આપણને કેહવામાં આવે કે એક દિવસ ફોન વગર રહેવાનું છે તો કદાચ તમને અને મને પણ આ વાત અશક્ય લાગશે ...એક દિવસ તો શુ અત્યારે નાના બાળકોથી માંડીને દરેક લોકો મોબાઈલના આદી થઈ ગયા છે કે વોશરુમમાં પણ ફોન લઈને જાય છે. 

Mobile Addiction તમે મોબાઈલનો ઉપયોગ કરો છો કે મોબાઈલ તમારો, ધ્યાન રાખજો નહીં તો...

આજ કાલ મોબાઈલની એટલી ખરાબ આદત થઈ ગઈ છે કે જો આપણને કેહવામાં આવે કે એક દિવસ ફોન વગર રહેવાનું છે તો કદાચ તમને અને મને પણ આ વાત અશક્ય લાગશે ...એક દિવસ તો શુ અત્યારે નાના બાળકોથી માંડીને દરેક લોકો મોબાઈલના આદી થઈ ગયા છે કે વોશરુમમાં પણ ફોન લઈને જાય છે પણ આ વાત ખૂબ જ ઘાતક છે. 

બાળકો કુપોષણનો શિકાર બની શકે -
ઘણી વાર બાળકો જમવા ન બેસે તો આપણે તેને મોબાઈલ પકડાવી દેતા હોય એવુ બનતું હોય છે પરંતુ આ આપણી ખુબ જ મોટી ભૂલ છે કેમ કે બાળકો મોબાઈલ જોતા જોતા જો જમે છે તો તેમનું ધ્યાન જમવામાં બિલકુલ નથી હોતું અને તેમને ખબર નથી પડતી તેમને કેટલી ભુખ લાગી છે કે પછી ભુખ લાગી પણ છે કે નહી. રોજે રોજ આવું થવાથી બાળક કુપોષણનો શિકાર બની જાય છે અને પછી મોબાઈલ આપો કે ન આપો તેને ભુખ લાગતી જ નથી 

મેદસ્વીતાનો શિકાર - 
ઘણી વાર એવુ બને છે કે આપણું ધ્યાન મોબાઈલમાં હોય અને આપણે કેટલું જમ્યા એ આપણી જાણ બહાર હોય જેના કારણે ઘીરે ઘીરે તમારુ શરીર બેડોળ બનવા લાગશે અને તમે મેદસ્વીતાનો શિકાર બની શકે છો જો મોબાઈલમાં જોઈને જમતા હોય તો આ વાત તમારા માટે છે ....

લીલા બટાકા સહિત આ 4 વસ્તું ભૂલેચૂકે ન ખાવી જોઈએ, કારણ ખાસ જાણો નહીં તો પસ્તાશો

તમને ડાયાબિટિસ છે? આ 5 ઉપાય અજમાવો...કંટ્રોલમાં આવી જશે બ્લડ શુગર! બીજા અનેક ફાયદા  

જો તમે ચીપ્સ, બિસ્કિટ, નમકીન ખાતા હોવ તો સાવધાન!, સ્વાસ્થ્ય માટે છે અત્યંત જોખમી

ચિડીયો સ્વભાવ: જ્યારે તમે જમતા હોય ત્યારે મોબાઈલ પણ તમારી સાથે હોય એટલે તમે જમી રહ્યા છો પ્લસ મોબાઈલમાં કંઈક જોઈ રહ્યા છો આ બે પ્રક્રિયા એક સાથે થવાથી તમારી પાચન શક્તિ પર અસર પડે છે. પાચન શક્તિ ખરાબ થવાથી ઉંઘ પણ નથી આવતી અને ઉંઘ ન આવવાથી ધીરે ધીરે તમારો સ્વભાવ ચિ઼ડીયો થઈ જાય છે 

નોમો ફોબિયાનો શિકાર બની શકે 
આખો દિવસ મોબાઈલના ઉપયોગથી બાળકો નોમો ફોબિયાનો શિકાર બની જાય છે તમે જુઓ તમારી આસ પાસ જ ઘણા એવા લોકો હશે જે વારંવાર મોબાઈલ ચેક કરતા હોય ભલે મોબાઈલમાં કંઈ મેસેજ કે કોઈ કામની વસ્તુ ન આવી હોય છતાં તે 2 થી 3 મિનીટ પણ મોબાઈલ જોયા વગર ન રહી શકે. ઘણા બાળકો તો રાતે ઊંઘમાંથી જાગીને પણ મોબાઈલ ચેક કરે છે. આ બાળકો આપની આસપાસ હોય તો તેવો નોમો ફોબિયાનો શિકાર બની ગયા છે.

આ શિવલિંગ પર દૂધ ચઢાવવાથી બદલાઈ જાય છે રંગ, લોકો કહે છે આ તો ચમત્કાર!

પરણિત મહિલાઓમાં લોકપ્રિય બની રહી છે આ એપ! લફરા વધવા પાછળનું એક મોટું કારણ?

એક ઈમેલ અને આપનું બેંક ખાતું થઈ જશે ખાલી, રાખો આટલી વાતોનું ધ્યાન

આંખો પર ખરાબ અસર : તમે સતત મોબાઈલમાં જુઓ છો તો મોબાઈલમાંથી નીકળતી બ્લ્યુ લાઈટ તમારી આંખોને નુક્સાન કરો છે અને તેને લીધે આંખનાં સ્વાસ્થ્ય પર અસર પડે છે. આંખો લાલ થઈ જવાથી ફોકસમાં પ્રોબ્લેમ આવે છે  થાય આ સિવાય  આંખમાં બળતરાં, દુખાવો, પાણી આવવું જેવી સમસ્યા પણ થાય છે 
 
તો જોયું તમે એક આ નાનકડો ફોન જેનો વધારે પડતો ઉપયોગ તમને કેટલું નુક્સાન પહોચાડી શકે છે. આ બધી વાતો પરથી કહી શકાય કે  આપણી મુઠ્ઠીમાં ફોન શોભે પણ ફોનની મુઠ્ઠીમાં આખી માનવજાત હોય તે થોડુ આપણી ખુદની મજાક લાગે..... ફોન માણસે વાપરવાનો હોય છે પણ અત્યારે ફોન માણસને વાપરવા લાગ્યો છે.અહિયાં સવાલ એ છે કે ફોન સ્માર્ટ બન્યા પણ માણસ ક્યારે બનશે. ખેર, વિવેકપૂર્ણ ઉપયોગ એ વ્યકિતગત બાબત છે અંતે એટલું જ કે મોબાઇલ ફોન સિવાયની પણ મોટી સરસ મજાની દુનિયા છે એ આપણે ભૂલવું ન જોઇએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More