Home> LifeStyle
Advertisement
Prev
Next

Skin Care: ત્વચા પર સુંદરતા અને યુવાની જાળવી રાખવી હોય તો આ 4 વસ્તુઓનું ખાવાનું છોડી તો તુરંત

Worst Food For Skin: આપણે જે વસ્તુઓનું સેવન કરીએ છીએ તેની અસર ફક્ત સ્વાસ્થ્યને થાય છે તેવું નથી. આહાર સ્કિનને પણ અસર કરે છે. કેટલીક વસ્તુઓ છે જેનું સેવન કરવાથી સ્કિન ડેમેજ થઈ જાય છે. જો તમારે ત્વચાની સુંદરતા જાળવી રાખવી હોય તો આ વસ્તુઓ ખાવાનું છોડી દેવું જોઈએ.

Skin Care: ત્વચા પર સુંદરતા અને યુવાની જાળવી રાખવી હોય તો આ 4 વસ્તુઓનું ખાવાનું છોડી તો તુરંત

Worst Food For Skin: શું તમારા ચહેરા પર પણ થોડા થોડા દિવસોમાં ખીલની, ડાઘ, કરચલીઓ દેખાવા લાગે છે ? ત્વચા પર વધતી ઉંમરે જોવા મળે તેવી અસરો સમય પહેલા જ દેખાવા લાગી છે ? જો આ પ્રશ્નનો જવાબ હા હોય તો તમારે તમારી ખાવા પીવાની આદતો સુધારવાનો સમય આવી ગયો છે. આહારની અસર સ્વાસ્થ્યની સાથે ચહેરા પર પણ થાય છે. આપણે જે વસ્તુઓનું સેવન કરીએ છીએ તેના કારણે ત્વચાને નુકસાન પણ થાય છે અને ફાયદો પણ થાય છે. 

આ પણ વાંચો: Pure Ghee: ઘરમાં આવતું ઘી શુદ્ધ છે કે ચરબીવાળું ? આ 5 સરળ ટ્રિકથી ચકાસો ઘીની શુદ્ધતા

આજે તમને 4 એવી વસ્તુઓ વિશે જણાવીએ જેનું સેવન કરવાથી ત્વચાને નુકસાન થાય છે. જો તમે ત્વચાની સુંદરતા જાળવી રાખવા માંગો છો તો આ વસ્તુઓને ખાવાનું તુરંત બંધ કરો. આ વસ્તુઓ ખાવાનું બંધ કરી દેશો તો પણ તમે ત્વચા પર ફેરફાર જોવા લાગશો. આ વસ્તુઓ હેલ્ધી સ્કીનની દુશ્મન છે. 

આ પણ વાંચો:  નાકમાં દેશી ઘીના 2 ટીપા રોજ નાખો, ફેશિયલ વિના ત્વચા પર દેખાશે ગોલ્ડન ગ્લો

શુગરી ફૂડ 

જે વસ્તુમાં વધારે માત્રામાં ખાંડનો ઉપયોગ થયો હોય તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ કારણ કે આવી વસ્તુઓ ત્વચાને નુકસાન પહોંચાડે છે. શુગરયુક્ત ખાદ્ય પદાર્થ જેમ કે ચોકલેટ, સુગરી ડ્રીંક, કેક, પેસ્ટ્રી, કેન્ડી વગેરે ત્વચામાં ઈન્ફ્લેમેશનની સમસ્યા વધારે છે જેના કારણે ખીલ પણ થઈ શકે છે. 

આ પણ વાંચો: Long Hair: રસોડાની આ 5 વસ્તુઓ વાળ માટે બેસ્ટ ટોનિક, લાંબા વાળ માટે ડાયટમાં કરો સામેલ

ચા અને કોફી 

કેફિનનું વધારે માત્રામાં સેવન ત્વચા માટે યોગ્ય નથી. કેફિનયુક્ત પીણા જેમકે કોફી, ચા, સોડા વગેરે શરીરને ડિહાઈડ્રેટ કરે છે. કેફિન ત્વચાની ઇલાસ્ટીસીટી અને કોલેજનને પણ પ્રભાવિત કરે છે. તેના કારણે ત્વચા પર કરચલીઓ ઝડપથી દેખાય છે અને ત્વચા ઢીલી પડવા લાગે છે. 

આ પણ વાંચો: ચહેરા પર લગાડો કડવા લીમડાની પેસ્ટ, તમને ક્યારેય નહીં થાય ત્વચા સંબંધિત આ 3 સમસ્યા

જંક ફૂડ 

જંક ફૂડ સ્વાસ્થ્ય માટે પણ સારું નથી અને ત્વચા માટે પણ નુકસાનકારક છે. જંક ફૂડ જેમકે ચિપ્સ, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઇઝ, પિઝા વગેરેનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ પણ વધે છે અને શરીરના હોર્મોન્સમાં પણ ફેરફાર થવા લાગે છે. આ વસ્તુઓ ત્વચાના રોમ છિદ્રોને બંધ કરે છે જેના કારણે વધતી ઉંમરની અસર ઝડપથી દેખાવા લાગે છે. 

આ પણ વાંચો: Long Hair: સવારે ખાલી પેટ પીવા લાગો આ વસ્તુ, 30 દિવસમાં વાળ કમર સુધી લાંબા થઈ જશે

મીઠું 

કેટલાક લોકોને વધારે મીઠું ખાવાની આદત હોય છે. આ આદત ત્વચાને ખરાબ રીતે ડેમેજ કરી શકે છે. વધારે મીઠું ખાવાથી શરીરમાં વોટર રીટન્સનની સમસ્યા વધી શકે છે તેના કારણે આંખની નીચે સોજા રહે છે. તેથી મીઠાનો ઉપયોગ મર્યાદિત માત્રામાં જ કરવો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More