Home> LifeStyle
Advertisement
Prev
Next

ક્યારેય નહી જોયું હોય આવું રજવાડી વેડીંગ વસ્ત્ર કલેકશન

જ્યારે પરંપરા અને સંસ્કૃતિ,પ્રેમ અને લગ્નના આશિર્વાદ સાથે ગુંથાય છે ત્યારે ખાસ ઉજવણી માગી લે છે અને આવા પ્રસંગોનો ખાસ ક્યુરેટેડ,પર્સનાલાઈઝડ અને યાદગાર અનુભવ પૂરો પાડતી મેરીયોટ્ટ ઈન્ટરનેશનલ આવાં અત્યંત ઉત્કૃષ્ટ લગ્નોના આયોજનમાં નિપુણ છે. રેનેસાંસ અમદાવાદ હોટેલ્સે તા. 5 અને 6 એપ્રિલના રોજ 'શાદી બાય મેરીયોટ્ટ'નું આયોજન કર્યું છે. સમારંભના પ્રથમ દિવસે સેલીબ્રેટેડ ફેશન ડિઝાઈનર જોડી મીરા અને મુઝફ્ફરઅલીના વેડીંગ કલેકશનની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં અમદાવાદ શહેરનો ઉચ્ચ અગ્ર વર્ગ હાજર રહ્યો હતો. આ પ્રસિધ્ધ ડિઝાઈનર્સે  મહેંદી, સંગીત અને કોકટેઈલથી માંડીને લગ્નના ખાસ દિવસ સહિત લગ્નના તમામ સમારંભ માટે તૈયાર કરેલુ એક્સલુઝિવ વેડીંગ કલેકશન રજૂ કર્યું હતું. 

ક્યારેય નહી જોયું હોય આવું રજવાડી વેડીંગ વસ્ત્ર કલેકશન

અમદાવાદ : જ્યારે પરંપરા અને સંસ્કૃતિ,પ્રેમ અને લગ્નના આશિર્વાદ સાથે ગુંથાય છે ત્યારે ખાસ ઉજવણી માગી લે છે અને આવા પ્રસંગોનો ખાસ ક્યુરેટેડ,પર્સનાલાઈઝડ અને યાદગાર અનુભવ પૂરો પાડતી મેરીયોટ્ટ ઈન્ટરનેશનલ આવાં અત્યંત ઉત્કૃષ્ટ લગ્નોના આયોજનમાં નિપુણ છે. રેનેસાંસ અમદાવાદ હોટેલ્સે તા. 5 અને 6 એપ્રિલના રોજ 'શાદી બાય મેરીયોટ્ટ'નું આયોજન કર્યું છે. સમારંભના પ્રથમ દિવસે સેલીબ્રેટેડ ફેશન ડિઝાઈનર જોડી મીરા અને મુઝફ્ફરઅલીના વેડીંગ કલેકશનની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં અમદાવાદ શહેરનો ઉચ્ચ અગ્ર વર્ગ હાજર રહ્યો હતો. આ પ્રસિધ્ધ ડિઝાઈનર્સે  મહેંદી, સંગીત અને કોકટેઈલથી માંડીને લગ્નના ખાસ દિવસ સહિત લગ્નના તમામ સમારંભ માટે તૈયાર કરેલુ એક્સલુઝિવ વેડીંગ કલેકશન રજૂ કર્યું હતું. 

સેલીબ્રીટીનાં લગ્ન હોય કે નાના સમુદાયમાં ઘનિષ્ઠપણે યોજાયેલાં લગ્ન હોય ભારતીય લગ્નોની સાથે ભવ્યતા અને શૈલી સંકળાયેલી રહી છે. કૃણાલ પટેલે ક્યુરેટ કરેલા બે દિવસના ભવ્ય સમારંભ 'શાદી બાય મેરીયોટ્ટ'માં ઝીંઝુવાડીયા લેગસી અને પૂર્વી શાહની ઉત્કૃષ્ટ બ્રાઈડલ જ્વેલરી, ઉમંગ હઠીસિંઘ, પૂર્વી દોશી, સિમા મહેતા અને સૈલેષ સિંઘાનિયા જેવા ઉત્તમ ડિઝાઈનર્સે તૈયાર કરેલ વેડીંગ અને બ્રાઈડલવેરનુ ઉત્કૃષ્ટ કલેકશન રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાતની વસ્ત્રકલાના વારસારૂપ પાટણનાં પટોળાં રજૂ કરીને અન્ય બાબતો પણ આવરી લેવામાં આવ્યાં હતો. બે દિવસના આ ફેસ્ટીવલમાં પેલેસ કારખાનાએ કલા અને સૌંદર્યના મર્મજ્ઞો માટે ફેશનેબલ વૈભવશાળી વસ્ત્રોનુ કલેકશન રજૂ કર્યું હતું. તેની સાથે સાથે નોટ મેરિડે ખાસ તૈયાર કરેલા વેડીંગ કન્સેપ્ટસ રજૂ કર્યા હતા. ડેસ્ટીનેશન ટ્રાવેલ કંપની ડેસ્ટીનોએ વેડીંગ અને હોલીડેઝના કન્સેપ્ટસ રજૂ કર્યા હતા. 

'શાદી બાય મેરીયોટ્ટ'ના કન્સેપ્ટ અંગે વાત કરતાં રેનેસાંસ અમદાવાદ હોટેલના જનરલ મેનેજર પલ્લવ સિંઘલ જણાવે છે કે '' નવી દિલ્હીમાં વર્ષ 2017માં રજૂ કરાયેલ 'શાદી બાય મેરીયોટ્ટ' ઉત્તમ સુશોભન, ભોજન, સંગીત, જ્વેલરી અને વસ્ત્રો મારફતે  તમને લગ્નનો સંપૂર્ણ અનુભવ પૂરો પાડે છે, આ તમામનુ સંકલન ઉત્તમ રીતે કરવાં આવ્યું હોય છે, જે અમારા મહેમાનોને  યાદગાર પર્સનાલાઈઝડ અનુભવ પૂરો પાડે છે. 'શાદી બાય મેરીયોટ્ટ'માં લગ્ન અંગેનાં ઝીણામાં ઝીણાં પાસાં આવરી લેવામાં આવે છે અને ડ્રીમ વેડીંગની તમામ બાબતો એક જ સ્થળે રજૂ કરે છે. સિઝનનો સૌથી મોટો લગ્ન સમારંભ હોય કે અત્યંત ખાનગી ધોરણે યોજાયેલુ લગ્ન હોય,  રેનેસાંસ અમદાવાદ હોટેલે એક કદમ આગળ રહીને  સુંદર લગ્નની ગોઠવણ કરે છે અને એમે બે દિવસના આ ફેસ્ટીવલમાં તેની ઝલક રજૂ કરી છે.''

સિંઘલે વધુમાં જણાવ્યું કે ''આ ફેસ્ટીવલનો એક માત્ર ઉદ્દેશ લગ્નનો ઉત્તમ અનુભવ પૂરો પાડી ઉત્કૃષ્ટતા (Excellence), કસ્ટમાઈઝેશન, પર્સોનાલાઈઝેશન, અને ઉજવણીનુ ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડવાનો છે. રેનેસાંસ અમદાવાદ હોટેલ, ખાતે અમે અમદાવાદ શહેરનો સૌથી મોટો શો રજૂ કરવાનો  પ્રયાસ કરીને 'શાદી બાય મેરીયોટ્ટ'ને  આવા સમારંભોના કેન્દ્ર સ્થાને મુકવા  પ્રયાસ કર્યો છે. ભારતની શ્રેષ્ઠ વાનગીઓ રજૂ કરીને આ સમારંભમાં મેરીયોટ્ટના રસોઈ કૌશલ્યનો અનુભવ દર્શાવવા  પણ પ્રયાસ કર્યો  છે.''

'શાદી બાય મેરીયોટ્ટ' અમદાવાદના આ સમારંભમાં શહોરની રૂપા બકેરી, રાધિકા જયક્રિષ્ણ, ચિરંજીવ પટેલ, ખુશ્બુ બગ્ગ, જીતેન્દ્ર ચૌહાણ, નેહા શેઠ, રૂપલ શાહ, અલીયા બાબી અને દેવીબા વાળા જેવી ટોચની વ્યક્તિઓ હાજર રહી હતી અને અમે ખાસ ક્યુરેટેડ લગ્ન અંગેનો સમારંભ રજૂ કરતાં આનંદ અનુભવીએ છીએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More