Home> LifeStyle
Advertisement
Prev
Next

લાકડાના ફર્નિચર પર પડેલા સ્ક્રેચ 10 મિનિટમાં થઈ જશે ગાયબ, બસ એક અખરોટ કરી દેશે તમારું કામ

Wooden Furniture Scratch: મોટાભાગના લોકો પોતાના ઘરમાં લાકડાનું ફર્નિચર વસાવે છે. તેનું કારણ છે કે લાકડાનું ફર્નિચર લાંબા સમય સુધી ટકે. પરંતુ લાકડાના ફર્નિચરની સૌથી મોટી તકલીફ એ હોય છે કે ઘણી વખત તેના પર સ્ક્રેચ પડી જાય છે. જો વારંવાર આવું થાય તો મોંઘુ અને કિમતી ફર્નિચર પણ જુનું દેખાવા લાગે છે.

લાકડાના ફર્નિચર પર પડેલા સ્ક્રેચ 10 મિનિટમાં થઈ જશે ગાયબ, બસ એક અખરોટ કરી દેશે તમારું કામ

Wooden Furniture Scratch: મોટાભાગના લોકો પોતાના ઘરમાં લાકડાનું ફર્નિચર વસાવે છે. તેનું કારણ છે કે લાકડાનું ફર્નિચર લાંબા સમય સુધી ટકે. પરંતુ લાકડાના ફર્નિચરની સૌથી મોટી તકલીફ એ હોય છે કે ઘણી વખત તેના પર સ્ક્રેચ પડી જાય છે. જો વારંવાર આવું થાય તો મોંઘુ અને કિમતી ફર્નિચર પણ જુનું દેખાવા લાગે છે. જો તમારા ઘરમાં રાખેલી લાકડાની વસ્તુઓ પર પણ સ્ક્રેચ પડી ગયા છે તો આજે તમને આ સ્ક્રેચ દુર કરવાનો સરળ રસ્તો જણાવીએ.

અખરોટથી દુર કરો ફર્નિચરના સ્ક્રેચ 

આ પણ વાંચો:

Viral Video: આ શું છે તમને ખબર છે ? આ વસ્તુનો વીડિયો જોઈ લોકો ચઢી ગયા છે ગોથે

હું 45 વર્ષની છું અને મારા પતિથી ખુશ નથી, મારાથી નાના મિત્ર સાથે બાંધ્યા સંબંધ અને..

અહીં પાણીને અસર નથી કરતું ગરુત્વાકર્ષણ, ઝરણાંનું પાણી નીચે પડવાને બદલે આવે છે ઉપર
 
લાકડાના ફર્નિચર પર સ્ક્રેચ થઈ જાય તો તેને દુર કરવા માટે અખરોટ કામ લાગે છે. લાકડાના સ્ક્રેચને દુર કરવા માટે સ્ક્રેચ પડ્યો હોય તેના પર અખરોટનો ટુકડો હળવા હાથે ઘસવો. 5 થી 10 મિનિટ સ્ક્રેચ પર અખરોટનો ટુકડો ઘસવો. ત્યારબાદ તેને થોડીવાર માટે એમ જ રહેવા દો. અખરોટમાં રહેલું તેલ ફર્નિચરના સ્ક્રેચને ઠીક કરવામાં મદદ કરે છે. 10 મિનિટ પછી સામાન્ય કપડાથી તે જગ્યાને હળવા હાથે સાફ કરો. તમે જોશો કે સ્ક્રેચ ઓછો દેખાય છે. જો સ્ક્રેચ વધારે હોય તો અખરોટને 2થી 3 વખત ફર્નિચર પર લગાવો.

જો કે અત્રે ઉલ્લેખનીય છે કે અખરોટની મદદથી ફર્નિચરના સ્ક્રેચને દૂર કરતી વખતે એક વાત ધ્યાનમાં રાખવી કે આ હેક ફક્ત આછા સ્ક્રેચ પર કામ લાગી શકે છે. જો સ્ક્રેચ વધારે ઊંડા અને મોટા હશે તો રીપેર કરવાની જરૂર પડશે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More