Home> LifeStyle
Advertisement
Prev
Next

Welcome 2021: નવું વર્ષ આવતા પહેલાં ઘરમાંથી બહાર કરો આ વસ્તુઓ, વધશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ

કોઈપણ નવા વર્ષની શરૂઆત શુભ હોય તો આખું વર્ષ પણ સુખ અને શાંતિથી નીકળે છે. હવે નવા વર્ષને શુભ બનાવવા કેટલાક સરળ ઉપાય તમે કરશો તો ચોક્કસથી જ આવનાર વર્ષ અઢળક ખુશીઓ લઈને આવશે. 

Welcome 2021: નવું વર્ષ આવતા પહેલાં ઘરમાંથી બહાર કરો આ વસ્તુઓ, વધશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ

ઝી બ્યૂરો, અમદાવાદઃ વર્ષ 2021ની શરૂઆતને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. નવું વર્ષ જીવનમાં નવી ખુશીઓ લઈને આવે તે માટે લોકો નીતનવા ઉપાય કરતા હોય છે. લોકો મંગળકામનાની સાથે નવા સંકલ્પ લેતા હોય છે. જો તમે વર્ષ 2020ના સંઘર્ષ, પડકાર અને તકલીફોને આવનાર વર્ષમાં ન લઈ જવા માંગતા હોવ તો 2021ની શરૂઆત થાય તે પહેલા કેટલીક વસ્તુઓને ઘરમાંથી બહાર કાઢી દો. ઘરમાં રાખેલી કેટલીક અશુભ વસ્તુઓથી તરક્કી નથી થતી. 

fallbacks

તૂટેલું ફર્નિચર
કહેવાય છે કે ઘરમાં તૂટેલો પલંગ અથવા ખાટલો મુકવાથી લગ્નજીવનમાં કડવાહટ ઉભી થાય છે અને લડાઈ-ઝઘડા વધે છે. જો તમે ઈચ્છો છો કે નવા વર્ષમાં તમારા જીવનસાથી સાથે તમારુ જીવન ખુશખુશાલ વીતે તો ઘરમાંથી તૂટેલા ફર્નિચરને ઘરમાંથી તાત્કાલિક હટાવી દો. 

fallbacks

બંધ ઘડિયાળ
જો તમારા ઘરમાં કોઈપણ બગડેલી ઘડિયાળ પડી હોય તો તેને તરત જ ફેંકી દો અથવા સારી કરાવી લો પરંતુ બગડેલી ઘડિયાળને ઘરમાં રાખશો નહી. બંધ પડેલી ઘડિયાળથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. સાથે જ સારા કામમાં પણ અડચણ ઉભી થાય છે. નવા કામમાં યોગ્ય ફળ મળતું નથી.

fallbacks

બગડેલી ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ
નવા વર્ષમાં ઘરમાં રાખી મુકેલા બગડેલા જૂના ઈલેક્ટ્રોનિક્સ સામાનને બહાર કાઢી દેજો નહીતર ઘરનો માહોલ ખરાબ થઈ જશે. ઘરમાં રાખેલી ખરાબ વસ્તુઓથી ઘરમાં ખરાબ ઉર્જાનો સંચાર થાય છે. આળસપણુ ઉદ્ભવે છે અને કોઈ નવુ કામ કરવામાં મન નથી લાગતુ.

તૂટેલી મૂર્તિઓ
નવા વર્ષના સ્વાગતની પહેલા પૂજાઘરને સારી રીતે સ્વચ્છ કરી લેવું જોઈએ. મંદિરમાં ક્યારેય તૂટેલી મુર્તિ ન રાખવી જોઈએ. તૂટેલી મુર્તિને ઘરમાં રાખવું અશુભ માનવામાં આવે છે. આ તૂટેલી મૂર્તિઓને પૂર્ણરીતે તોડીને માટી સાથે ભેળવી દો અથવા જમીનમાં દાટી દો તેને ક્યારેય રસ્તા પર કે પાણીમાં ન ફેંકી દેવું જોઈએ.

fallbacks

તૂટેલા વાસણ
ઘરમાં તૂટેલા વાસણ રાખવાથી ઘરમાં કંકાસ વધે છે. નવા વર્ષમાં ઘરમાં શાંતિ અને ખુશહાલી જોઈતી હોય તો તૂટેલા વાસણોને ઘરમાં રાખશો નહી. આવા વાસણો ઘરમાં રાખવાથી કામ અટવાઈ જાય છે સંબંધો પણ તૂટે છે.

ફાટેલા બૂટ-ચંપલ
ફાટેલા બુટ-ચંપલ રાખવાથી કિસ્મત સાથ નથી આપતી. ફાટેલા ચંપલ કે બૂટ જીવનમાં નકારાત્મકતા અને દુર્ભાગ્ય લઈને આવે છે. તેથી જ જો ઘરની સફાઈ કરી રહ્યા હોવ તો જૂના અને ફાટેલા બુટ-ચંપલને ઘરમાંથી બહાર કાઢવાનું ભુલતા નહી.  

fallbacks

તૂટેલો કાંચ
કાંચ તૂટવું એ શુભ માનવામાં આવે છે પરંતુ તેને રાખી મુકવું ખુબ જ અશુભ માનવામાં આવે છે. ઘરમાં કોઈપણ તૂટેલા કાંચને તરત જ હટાવી લેવું જોઈએ. તૂટેલો કાંચ વાસ્તુ દોષ લઈને આવે છે જેનાથી માનસિક તણાવ વધે છે. 

fallbacks

સુકાયેલા છોડ
જો ઘરમાં પોઝિટીવ ઉર્જા જળવાઈ રહે તેવું તમે ઇચ્છો છો તો સુકાયેલા છોડને ઘરમાં રાખશો નહી. સુકાયેલા છોડ ઘરમાં નકારાત્મક ઉર્જા લઈને આવે છે. મૃત છોટ પણ ઘરમાં નકારાત્મકતાને નોતરે છે અને નસીબ પણ સાથ નથી આપતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More