Home> LifeStyle
Advertisement
Prev
Next

Weight Loss: 7 દિવસમાં ઘટવા લાગશે શરીરની ચરબી, જાણી લો સવારથી રાત સુધીમાં ક્યારે શું ખાવું ?

Weight Loss:કોઈપણ સમયે કાઈ પણ ખાઈ લેવાની આદતના કારણે પણ ઘણી વખત વજન વધી જતું હોય છે. જો તમે પોતાના શરીરને ફિટ અને હેલ્ધી રાખવા માંગો છો તો ડાયટ પ્લાનમાં કેટલાક ફેરફાર કરવા જરૂરી છે. સવારથી રાત સુધી તમે શું ખાવ છો અને ક્યારે ખાવ છો તે વાતને જો ધ્યાનમાં લેશો તો ઝડપથી વજન પણ ઘટી જશે.

Weight Loss: 7 દિવસમાં ઘટવા લાગશે શરીરની ચરબી, જાણી લો સવારથી રાત સુધીમાં ક્યારે શું ખાવું ?
Updated: Jun 26, 2024, 08:59 AM IST

Weight Loss: શરીરનું વજન ત્યારે વધવા લાગે છે જ્યારે આપણી ડાયટ આઉટ ઓફ કંટ્રોલ હોય. કોઈપણ સમયે કાઈ પણ ખાઈ લેવાની આદતના કારણે પણ ઘણી વખત વજન વધી જતું હોય છે. જો તમે પોતાના શરીરને ફિટ અને હેલ્ધી રાખવા માંગો છો તો ડાયટ પ્લાનમાં કેટલાક ફેરફાર કરવા જરૂરી છે. સવારથી રાત સુધી તમે શું ખાવ છો અને ક્યારે ખાવ છો તે વાતને જો ધ્યાનમાં લેશો તો ઝડપથી વજન પણ ઘટી જશે. વજન ઘટાડવું હોય તો તેના માટે ભૂખ્યા રહેવાની જરૂર નથી. બસ યોગ્ય સમયે યોગ્ય વસ્તુ ખાસો તો ભૂખ્યા પણ નહીં રહેવું પડે અને વજન પણ ઘટશે. આજે તમને એવા ડાયેટ ચાર્ટ વિશે જણાવીએ જેને ફોલો કરશો તો 7 દિવસની અંદર જ અનુભવશો કે તમારું વજન ઘટવા લાગ્યું છે. 

વજન ઘટાડવા માટે સવારનો નાસ્તો 

આ પણ વાંચો: વરસાદી વાતાવરણમાં નહીં સતાવે વાળની સમસ્યાઓ, આ 3 ઘરેલુ વસ્તુઓથી વાળને બનાવો સુંદર

સવારનો નાસ્તો ખૂબ જ મહત્વનું હોય છે ક્યારેય નાસ્તો સ્કીપ કરવો નહીં. જો તમે વજન ઘટાડવા માંગો છો તો દિવસની શરૂઆત એવી વસ્તુથી કરો જ શરીરને એનર્જી આપે. સવારનો નાસ્તો શરીર માટે જાદુ જેવું કામ કરે છે. તેથી તે હેલ્ધી હોય તે પણ જરૂરી છે. તેના માટે તમે આખા અનાજનું સેવન કરી શકો છો. સવારના નાસ્તામાં નટ્સનો પણ સમાવેશ કરવો. તેનાથી શરીરના ફાયબર અને પ્રોટીન મળશે. સવારના નાસ્તા માટે મગની દાળના ચીલ્લા સૌથી બેસ્ટ સાબિત થાય છે. જો તમે ઈંડા ખાતા હોય તો વેજીટેબલ આમલેટ પણ ખાઈ શકાય છે. 

આ પણ વાંચો: ચોમાસામાં વધી જતી પાંખવાળી જીવાત નહીં ઘુસે તમારા ઘરમાં, ટ્રાય કરો આમાંથી કોઈ 1 ઉપાય

બપોરનું ભોજન 

નાસ્તા પછી બપોરે પૌષ્ટિક આહાર લેવો. જો બપોરનું ભોજન તમે હેવી પસંદ કરશો તો એનર્જીને બદલે આળસ વધી જશે. જે વજન વધવાનું કારણ પણ બની શકે છે. તેથી લંચ ટાઈમમાં વિટામિન અને મિનરલ્સથી ભરપૂર આહાર લેવો જોઈએ. બપોરના લંચમાં ફેટ ઓછું હોય તે વાતનું ધ્યાન રાખવું. બપોરના ભોજનમાં લીલા શાકભાજી ઉપરાંત ભીંડા, પરવળ, તુરીયા, દૂધી જેવા શાકને રોટલી સાથે ખાવા જોઈએ. આ સિવાય એક વાટકી દાળને પણ બપોરના ભોજનમાં સામેલ કરવી જોઈએ તેનાથી શરીરને જરૂરી પ્રોટીન મળે છે. 

આ પણ વાંચો: Shiny Hair: 15 દિવસમાં વાળને લાંબા અને ચમકદાર બનાવવા હોય તો આ રીતે કરો અળસીનો ઉપયોગ

સાંજનો નાસ્તો 

જો તમને સાંજે કંઈક નાસ્તો કરવાની આદત છે તો સાંજની હળવી ભૂખ માટે એવી વસ્તુને પસંદ કરો જે વજન ઘટાડવામાં પણ અસરકારક હોય. સાંજે તમે ઉપમા, સૂપ કે સ્પ્રાઉટસની ભેળ ખાઈ શકો છો. 

રાતનું ભોજન

આ પણ વાંચો: વજન ઘટાડવું છે ? તો બીજું બધું છોડો ખાલી રોટલીનો લોટ બદલો, 1 મહિનામાં દેખાશે રીઝલ્ટ

રાતનો સમય એવો છે જ્યારે સૌથી લાઈટ ભોજન લેવું જોઈએ. આ સમયે હેવી ફૂડ ખાવું એટલે વજન વધારવું. કારણ કે આ સમયે હેવી ફૂડ ને પચાવવા માટે શરીર સક્ષમ હોતું નથી. તેથી રાત્રે હંમેશા સાતથી આઠ વાગ્યા સુધીમાં જમી લેવું અને ભોજનમાં રોટલી સાથે પનીરની સબ્જી કે અન્ય સબ્જી લઈ શકાય છે. જો રોટલી ઘઉંને બદલે બાજરા, જુવાર કે અન્ય અનાજની ખાશો તો વધારે સારું રહેશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે