Home> LifeStyle
Advertisement
Prev
Next

કાચા પપૈયાનો કરો આ રીતે ઉપયોગ, એક જ વારમાં વાળ થઈ જશે Dandruff Free

Dandruff Free Hair: આ હેર માસ્કમાં કાચા પપૈયાનો ઉપયોગ થાય છે. કાચા પપૈયામાં ઘણા બધા પોષક તત્વો હોય છે અને તેનો ઉપયોગ કરવાથી એક વોશથી જ વાળમાંથી ખોડો દૂર થઈ જાય છે.

કાચા પપૈયાનો કરો આ રીતે ઉપયોગ, એક જ વારમાં વાળ થઈ જશે Dandruff Free

Dandruff Free Hair: માથામાં ખોડો એવી સમસ્યા છે કે જો એકવાર થઈ જાય તો સરળતાથી તેનાથી પીછો છૂટતો નથી. આ સમસ્યા દિવસે ને દિવસે  વધતી જાય છે. બજારમાં આમ તો ઘણા પ્રકારના એન્ટિ ડેન્ડ્રફ શેમ્પુ મળે છે પરંતુ તે કેમિકલ યુક્ત હોય છે અને વાળને નુકસાન પણ કરી શકે છે. સાથે જ ઘણી વખત એવું થાય કે જ્યાં સુધી તમે આવી પ્રોડક્ટ વાપરો ત્યાં સુધી જ તેની અસર દેખાય. તેવામાં જો તમારે ડેન્ડ્રફ થી કાયમી મુક્તિ મેળવવી હોય તો આજે તમને એક હેર માસ્ક વિશે જણાવીએ. 

આ પણ વાંચો:

આ Orange Peel Maskથી ચહેરાની રંગત એવી વધશે કે બધા જ પૂછશે શું છે Beauty Secret?

Hair Fall: હાથ લગાવતાની સાથે જ વાળ આવી જતા હોય હાથમાં તો તુરંત કરાવો આ ટેસ્ટ

વાળમાં લગાવો આ એન્ટી હેર ફોલ માસ્ક, ખરતા વાળ કાયમ માટે કહેશે અલવિદા

આ હેર માસ્કમાં કાચા પપૈયાનો ઉપયોગ થાય છે. કાચા પપૈયામાં ઘણા બધા પોષક તત્વો હોય છે અને તેનો ઉપયોગ કરવાથી વાળને લાભ થાય છે. કાચા પપૈયાથી સ્કેલપનું પીએચ લેવલ મેન્ટેન રહે છે. જેના કારણે વાળને અંદરથી હાઇડ્રેશન મળે છે અને ડેન્ડ્રફની સમસ્યાથી મુક્તિ મળે છે. સાથે જ તેનો ઉપયોગ કરવાથી વાળનું ગ્રોથ પણ વધે છે અને કોઈ પણ પ્રકારની આડ અસર થતી નથી. 

કાચા પપૈયાનો હેર માસ્ક બનાવવાની સામગ્રી

દહીં બે ચમચી
કાચા પપૈયાની પેસ્ટ બે ચમચી
ત્રિફળા પાવડર અડધી ચમચી

કેવી રીતે બનાવવું હેર માસ્ક ? 

આ માસ્ક બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલ લેવું અને તેમાં ઉપરની બધી જ સામગ્રી એક- એક કરીને ઉમેરો અને બરાબર રીતે મિક્સ કરો. બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ જાય પછી પાંચથી સાત મિનિટ તેને બરાબર ફેંટો. ત્યાર પછી આ માસ્ક માથામાં લગાડવા માટે તૈયાર છે. 

માસ્ક નો ઉપયોગ કરતા પહેલા વાળના સ્કેપને બરાબર રીતે સાફ કરો અને વાળના મૂળમાં આ પેસ્ટને બરાબર લગાડો. પેસ્ટ લગાડ્યા પછી એક કલાક સુધી તેને વાળમાં જ રહેવા દો અને પછી પાણીથી બરાબર વાળને સાફ કરી લો. આ માસ્કનો સપ્તાહમાં બે વખત ઉપયોગ કરવાથી ડેન્ડ્રફની સમસ્યાથી મુક્તિ મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More