Home> LifeStyle
Advertisement
Prev
Next

Pista Benefits: ડાયાબિટીસ માટે રામબાણ છે પિસ્તા, ખાવાના એક નહીં અનેક છે ફાયદા

Pista Benefits: ખીર અને આઈસ્ક્રીમ જેવી વસ્તુઓમાં પિસ્તા ઉમેરવાના ફાયદાઓ પણ છે. પિસ્તા સ્વાદિષ્ટ તો છે જ પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. પિસ્તામાં ઘણા ઔષધીય ગુણો હોય છે જે સ્વાસ્થ્યને લાભ આપે છે. પિસ્તામાં વિટામિન સી, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે.

Pista Benefits: ડાયાબિટીસ માટે રામબાણ છે પિસ્તા, ખાવાના એક નહીં અનેક છે ફાયદા

Pista Health Benefits:  પિસ્તાનો ઉપયોગ ડ્રાયફ્રુટ્સ તરીકે ઘણી વસ્તુઓમાં થાય છે. પિસ્તા ખાવાનો સ્વાદ વધારે છે. ખીર અને આઈસ્ક્રીમ જેવી વસ્તુઓમાં પિસ્તા ઉમેરવાના ફાયદાઓ પણ છે. પિસ્તા સ્વાદિષ્ટ તો છે જ પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. પિસ્તામાં ઘણા ઔષધીય ગુણો હોય છે જે સ્વાસ્થ્યને લાભ આપે છે. પિસ્તામાં વિટામિન સી, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. તેમાં રહેલા પોષક તત્વો ડાયાબિટીસ જેવા રોગોને દૂર કરવામાં અસરકારક છે.

ડાયાબિટીસમાં ફાયદો..
પિસ્તા ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ઘણો ઓછો છે, જે શુગરનું લેવલ વધવા દેતું નથી. તે સ્પાઇકને નિયંત્રિત કરે છે અને ડાયાબિટીસને આગળ વધતાં અટકાવે છે.
 
કોલેસ્ટ્રોલ થાય છે નિયંત્રિત
પિસ્તામાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. પિસ્તા ખાવાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. તે હૃદય માટે ફાયદાકારક માનવામાં આવે છે.

આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: ALERT! 31 ડિસેમ્બર બાદ આ 49 સ્માર્ટફોનમાં WhatsApp થઈ જશે બંધ, તમારો ફોન તો નથી ને!
આ પણ વાંચો: Kiara થી માંડીને Shanaya સુધી, ન્યૂ ઇયર પર કોપી કરો આ બોલીવુડ હસીનાઓનો લુક

હાડકાં થાય છે મજબૂત 
પિસ્તા હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે. તેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ સારી માત્રામાં હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. કેલ્શિયમ હાડકાના દુખાવાની સમસ્યાને પણ દૂર કરે છે.

બળતરા ઘટાડે છે
પિસ્તામાં બળતરા વિરોધી ગુણ હોય છે જે સોજો અને દુખાવો દૂર કરવા માટે કામ કરે છે. તેમાં પ્રોટીન પણ સારી માત્રામાં હોય છે જે શરીરને શક્તિ આપે છે.

આંખો માટે ફાયદાકારક
પિસ્તામાં એન્ટીઓક્સીડેન્ટ અને લ્યુટીન હોય છે જે આંખો માટે ફાયદાકારક છે. પિસ્તા ખાવાથી આંખોની રોશની મજબૂત થાય છે.

આ પણ વાંચો: આ સ્ટારકિડ્સની બોલ્ડનેસની બોલબાલા, ફોટો જોઇ ફેન્સ થયા પાણી પાણી!
આ પણ વાંચો: ટિકિટ કેન્સલ કર્યા વિના પણ રિઝર્વેશનની તારીખોમાં કરી શકો છો ફેરફાર, જાણો રીત
આ પણ વાંચો: પાર્ટીમાં ન્યાસાના બોલ્ડ લુકનો વિડીયો થયો લીક, ટલ્લી જોઇ ટ્રોલ કરવા લાગ્યા ફેન્સ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More