Home> LifeStyle
Advertisement
Prev
Next

Khichu Recipe: પરફેક્ટ માપ અને પદ્ધતિ અનુસાર ઘરે બનાવો બજાર કરતાં પણ વધારે ટેસ્ટી ખીચું, જે ખાશે તે ચાટી જશે આંગળા

Khichu Recipe: જો તમે પરફેક્ટ માપ સાથે અને પરફેક્ટ રીતને ફોલો કરીને ખીચું બનાવો છો તો ઘરે પણ મસ્ત ચટાકેદાર ખીચું બની શકે છે. તો ચાલો તમને આજે જણાવીએ મસાલેદાર ખીચું બનાવવાની પરફેક્ટ રીત. 

Khichu Recipe: પરફેક્ટ માપ અને પદ્ધતિ અનુસાર ઘરે બનાવો બજાર કરતાં પણ વધારે ટેસ્ટી ખીચું, જે ખાશે તે ચાટી જશે આંગળા

Khichu Recipe: ખીચું નું નામ આવતા જ દરેક વ્યક્તિના મોઢામાં પાણી આવી જાય. ખીચું ગુજરાતનું એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. ખીચું ચોખાના લોટમાંથી બને છે. ચોમાસા અને શિયાળા દરમિયાન દરેક ગુજરાતીના ઘરમાં ગરમાગરમ અને મસાલેદાર ખીચું બને છે. જોકે ખીચું બનાવવું મુશ્કેલ કામ છે તેવું લોકો માને છે. પરંતુ જો તમે પરફેક્ટ માપ સાથે અને પરફેક્ટ રીતને ફોલો કરીને ખીચું બનાવો છો તો ઘરે પણ મસ્ત ચટાકેદાર ખીચું બની શકે છે. તો ચાલો તમને આજે જણાવીએ મસાલેદાર ખીચું બનાવવાની પરફેક્ટ રીત. 

આ પણ વાંચો: Skin Care: ત્વચાની સંભાળ માટે ઘરે બનાવો માખણનું મોઈશ્ચરાઈઝર, જાણો બનાવવાની રીત

ચોખાનો લોટ એક કપ

મીઠું સ્વાદ અનુસાર
લાલ મરચું પાવડર એક ચમચી
જીરું એક ચમચી
લીલા મરચા ઝીણા સમારેલા
પાણી ચાર કપ
તેલ બે ચમચી
કોથમીર ઝીણી સમારેલી

આ પણ વાંચો: Coconut Milk: શિયાળામાં સુંદર અને સોફ્ટ ત્વચા મેળવવા નાળિયેર દૂધનો આ રીતે કરો ઉપયોગ

ખીચું બનાવવાની રીત

- ખીચું બનાવવા માટે એક તપેલામાં 3 વાટકી પાણી ઉકાળવા મુકો. તેમાં લીલા મરચાં, વાટેલું જીરું, મીઠું અને ચપટી પાપડ ખાર ઉમેરો, પાપડ ખારને તમે અવોઈડ પણ કરી શકો છો.

- પાણી ઉકળી જાય એટલે તેમાં ચોખાનો લોટ ઉમેરો. લોટ ઉમેરતી વખતે તેને વેલણની મદદથી એક જ દિશામાં સતત હલાવતા રહો. ધ્યાન રાખવું કે લોટમાં ગાંઠા ન પડી જાય.

- 1 મિનિટ સુધી મિશ્રણને બરાબર હલાવો અને જ્યારે મિશ્રણ ઘટ્ટ થઈ જાય તો ગેસ પરથી ઉતારી લો.

- હવે ગેસ પર એક કુકર મુકો અને કુકરમાં દોઢ ગ્લાસ પાણી રાખી તેના પર એક સ્ટેન્ડ રાખો. હવે આ સ્ટેન્ડ પર તૈયાર કરેલા ખીચુંનું  તપેલું મુકો અને તેની ઉપર 1 વાટકી પાણી રેડી દો. પાણીને ખીચુંમાં મિક્સ ન કરવું.

આ પણ વાંચો: Hair Gel: વાળને ખરતાં અટકાવી ઝડપથી લાંબા કરવા હોય તો ટ્રાય કરો અળસીનું હેર જેલ

- હવે તપેલા પર ડીશ ઢાંકી જો અને કુકરને બંધ કરી 5 સીટી થવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી કુકર ખુલે એટલે ખીચું બહાર કાઢો.

- ગરમાગરમ ખીચુંને પ્લેટમાં કાઢી તેના પર તેલ, લાલ મરચું પાવડર અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરી સર્વ કરો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More