Home> LifeStyle
Advertisement
Prev
Next

Healthy Breakfast: નાસ્તામાં કરો આ વસ્તુનું સેવન, બીમારીઓ તમારાથી રહેશે હંમેશા દૂર

કહેવાય છેકે, સવારનો નાસ્તો ખુબ જ અગત્યનો હોય છે. એની અસર તમારા આખા દિવસના સ્વાસ્થ્ય પર પણ રહે છે. ત્યારે સવારે નાસ્તામાં શું ખાવું અને શું ન ખાવું જોઈએ એ વાત પણ સમજવા જેવી છે.

Healthy Breakfast: નાસ્તામાં કરો આ વસ્તુનું સેવન, બીમારીઓ તમારાથી રહેશે હંમેશા દૂર
Updated: Apr 18, 2023, 08:02 AM IST

નવી દિલ્હીઃ જો તમે શારીરિક નબળાઇથી પીડાતા હોવ તો નાસ્તામાં ઓટ્સ ખાઓ. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક બાબત છે. તેનું સેવન કરવાથી તમે ઘણી ગંભીર બીમારીઓથી બચી શકો છો. તે તણાવ દૂર કરવા અને કબજિયાતની સમસ્યામાં પણ ફાયદાકારક છે. ઓટ્સ ફાઈબરથી ભરપૂર હોય છે. તેમાં બીટા ગ્લુકેનથી સમૃદ્ધ છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. ઓટ્સ પેટ અને હૃદય બંને માટે ફાયદારૂપ છે.

ઓટ્સ કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન બી-કોમ્પ્લેક્સ અને મેગ્નેશિયમથી સમૃદ્ધ છે. તે તમારી નર્વસ સિસ્ટમને સ્વસ્થ રાખે છે. ઓટ્સનું સેવન શરીર તેમજ ત્વચા માટે ફાયદાકારક છે. કેન્સરથી બચવા માટે ઓટ્સનો પ્રયોગ કરાય છે. તેના પ્રયોગથી હ્રદયરોગનો ખતરો પણ ઘટે છે કેમકે તે હ્રદયની ધમનીઓમાં ચરબીને જમા થતા રોકે છે.

1- ઓટ્સ શું છે?
ઓટ્સ મતલબ કે જવના દલિયા અથવા ફાડા.. જેમ ઘઉંના દલિયા કે ફાડા હોય છે....આજકાલ બજારમાં અલગ અલગ ઘણા પ્રકારના ઓટ્સ મળે છે. ઓટ્સનો પ્રકાર એક જ હોય છે, પરંતુ તેની ફ્લેવર અલગ અલગ હોય છે. ઓટ્સ આરોગ્ય માટે ખુબ જ સારા માનવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે તમારી ત્વચા માટે અને સૌંદર્ય માટે પણ તે ખુબ જ લાભકારક છે.

ઓટ્સ ખાવાના ફાયદા:

1- તણાવ ઘટાડે છે
ઓટ્સમાં મેગ્નેશિયમ હોય છે, જે તણાવ ઘટાડવામાં મદદ કરે છે, કારણ કે તે હોર્મોન સેરોટોનિન મુક્ત કરે છે. તમે રાત્રે પણ તેનું સેવન કરી શકો છો.

2- વજન ઘટાડવામાં મદદરૂપ
ઓટ્સ ખાવાથી મેટાબોલિઝમ ઝડપી થાય છે અને કેલરી ઝડપથી બળી જાય છે. નાસ્તામાં ઓટ્સ ખાવાથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને પેટ ભરેલું રહે છે. આ રીતે તે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે.

3- ઓટ્સ બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે
ઓટ્સ લો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ફૂડ છે, જે બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે. ફાઇબર હૃદય માટે પણ સારું છે, તે કોલેસ્ટ્રોલ પણ ઘટાડે છે.

4- કબજિયાતમાંથી રાહત
ઓટ્સમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામિન બી-કોમ્પ્લેક્સ વધારે હોય છે. તે નર્વસ સિસ્ટમને રિપેર કરવાનું કામ કરે છે. આ સિવાય તેમાં રહેલા ફાઈબર કબજિયાતની સમસ્યાને દૂર કરે છે.

5- ત્વચાને ચમકદાર રાખવા માટે ઓટ્સ
ઓટ્સનું સેવન શરીર તેમજ ત્વચા માટે ફાયદાકારક છે. કાચા દૂધમાં એક ચમચી ઓટ્સ પલાળીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને મોં અને હાથ અને પગ પર લગાવો. તેનાથી ત્વચામાં ચમક આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે