Home> LifeStyle
Advertisement
Prev
Next

Towel Wrapping: નહાયા પછી આ રીતે ક્યારેય ન લપેટવો ટુવાલ, આ ભુલ નોંતરે છે ગંભીર બીમારીઓને

Towel Wrapping: શરીરની સ્વચ્છતા માટે દરરોજ સ્નાન કરવું ખૂબ જ જરૂરી હોય છે. નહાયા બાદ વ્યક્તિ તાજગી અનુભવે છે. નહાવાથી બીમારીઓ થવાનું જોખમ પણ ટળી જાય છે. જો કે લોકો સ્નાન કરીને બીમારીઓનું જોખમ ટાળી દેતા હોય છે. પરંતુ નહાયા પછી એક ભુલ એવી કરે છે જેના કારણે હતા ત્યાં ને ત્યાં... જેવી સ્થિતિ સર્જાય છે. 

Towel Wrapping: નહાયા પછી આ રીતે ક્યારેય ન લપેટવો ટુવાલ, આ ભુલ નોંતરે છે ગંભીર બીમારીઓને

Towel Wrapping: શરીરની સ્વચ્છતા માટે દરરોજ સ્નાન કરવું ખૂબ જ જરૂરી હોય છે. નહાયા બાદ વ્યક્તિ તાજગી અનુભવે છે. નહાવાથી બીમારીઓ થવાનું જોખમ પણ ટળી જાય છે. જો કે લોકો સ્નાન કરીને બીમારીઓનું જોખમ ટાળી દેતા હોય છે. પરંતુ નહાયા પછી એક ભુલ એવી કરે છે જેના કારણે હતા ત્યાં ને ત્યાં... જેવી સ્થિતિ સર્જાય છે. આ ભુલ મોટાભાગના લોકો કરે છે. જે ભુલની અહીં વાત થાય છે તે છે નહાયા પછી શરીર પર ટુવાલ વીંટવો. 

નહાયા પછી આપણે ટુવાલ વડે શરીર કોરું કરીએ છીએ અને ત્યારબાદ તે ટુવાલ શરીર પર વીંટી લઈએ છીએ. આ ટુવાલને બાથરૂમમાં જ રાખવામાં આવે છે.  એક જ ટુવાલનો ઉપયોગ લોકો વાળ અને શરીરને સાફ કરવા માટે કરે છે. એટલે જ નહાયા બાદ ટુવાલ શરીર પર લપેટવો ખતરનાક સાબિત થઈ શકે છે. 
 
ટુવાલના કારણે થતી સમસ્યાઓ

આ પણ વાંચો:

ડેડ સ્કીન અને ખીલથી મુક્તિ અપાવે છે આ 3 વસ્તુઓ, 10 મિનિટમાં ચમકી જશે ત્વચા

સવારે બ્રશ કર્યા વગર પીવો આ વસ્તુનું પાણી, જલદી ઓગળી જશે જામેલી ચરબી

White Hair: સફેદ વાળને કાળા કરીને જ છોડે છે આ બીજની પેસ્ટ, બે રીતે કરી શકો છો ઉપયોગ
 
જો ટુવાલનો યોગ્ય રીતે ઉપયોગ ન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે. સંશોધનોમાં પણ એ સાબિત થયું છે કે નહાયા પછી શરીર કે વાળમાં ટુવાલ લપેટી રાખવો જોખમી છે. કારણ કે તેમાં ખતરનાક બેક્ટેરિયા હોઈ શકે છે.

કારણ કે લોકો ટુવાલને નિયમિત કપડા ધોવાતા હોય તેમ ધોતા નથી. ટુવાલ એકવાર કરતાં વધારે ઉપયોગમાં લીધા બાદ ધોવામાં આવે છે. જેના કારણે તેમાં કીટાણું વધવા લાગે છે. આવો ટુવાલ શરીર પર લપેટી રાખવાથી બીમારીઓ થઈ શકે છે. ધોયા વિનાનો ટુવાલ ઉપયોગમાં લેવાથી ત્વચાની સમસ્યા ઉપરાંત અન્ય બીમારીઓ પણ થઈ શકે છે. 

આ પણ વાંચો:

કેનેડાનો મોહ છોડો.. ભારતીયોને ડોલર કમાવવા માટે બેસ્ટ છે આ 5 દેશ, અડધા ખર્ચે પહોંચશો

Hair Growth: વાળને ઝડપથી કરવા હોય લાંબા તો લગાવો ભૃંગરાજ, જાણો ઉપયોગ કરવાની સાચી રીત

ટુવાલ વડે શરીરને લૂછ્યા પછી ટુવાલ ભીનો થઈ જાય છે અને લાંબા સમય સુધી તેમાં ભેજ રહે છે. જે બેક્ટેરિયાને વધવા માટે ખૂબ જ અનુકૂળ વાતાવરણ હોય છે. પછી જ્યારે તમે તે ટુવાલનો ઉપયોગ કરો છો તો શરીરમાં તે બેક્ટેરિયા આવી જાય છે. 

જો તમે ટુવાલ દ્વારા ફેલાતા રોગોથી બચવા માંગતા હોય તો તમારે તેને અઠવાડિયામાં એકવાર ટુવાલને ડિટર્જન્ટથી ધોવા જોઈએ. આ ઉપરાંત નિયમિત તેનો ઉપયોગ કર્યા બાદ તેને તડકામાં સુકવવા જોઈએ. આમ કરવાથી ટુવાલમાંથી ભેજ દુર થઈ જશે અને બેક્ટેરિયા વધશે નહીં.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More