Home> LifeStyle
Advertisement
Prev
Next

Turmeric: ત્વચાની એલર્જી માટે મોંઘી દવાઓ લેવાની જરૂરી નથી, માત્ર હળદરથી મળી જશે રાહત

Turmeric: સ્કિન પર થતી એલર્જીથી છુટકારો મેળવવા માટે તમે કેટલાક ઘરેલુ નુસખા અજમાવી શકો છો. જેમાં કાચી હળદરનો આ નુસખો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. કાચી હળદરનો ઉપયોગ તમે પણ સરળતાથી કરી શકો છો. 

Turmeric: ત્વચાની એલર્જી માટે મોંઘી દવાઓ લેવાની જરૂરી નથી, માત્ર હળદરથી મળી જશે રાહત

Turmeric: ઘણી વખત સ્કિન પર એલર્જી થઈ જતી હોય છે. સ્કીન એલર્જીના કારણ અલગ અલગ હોય છે. સ્કિન પર થતી આ સમસ્યાને દૂર કરવા માટે તુલસી અને હળદરનો ઉપયોગ કરી શકાય છે. જો આ ઉપાય અપનાવશો તો એલર્જી માટે દવા લેવાની જરૂર પણ નહીં પડે. 

હળદરમાં ચિકિત્સીય ગુણ હોય છે. જે ત્વચા પર આવેલા સોજા સહિતની સમસ્યાઓને દૂર કરે છે. તેના ગુણ શરીરને ફ્રી રેડીકલ્સથી થતા નુકસાનથી બચાવે છે. હળદરનો ઉપયોગ કરવાથી સ્કીન એલર્જી ઝડપથી મટે છે. તેની કોઈ આડ અસર પણ થતી નથી. તમને પણ ત્વચા સંબંધિત કોઈ સમસ્યા હોય તો હળદર અને તુલસીનો આ ઉપાય કરી જુઓ. તેનાથી ત્વચા પર આવતી ખંજવાળ રહેશે સોજા અને ખીલ પણ મટી જાય છે. 

આ પણ વાંચો: Lizards: રસોડાની દિવાલ પર છાંટી દો આ મિશ્રણ, એક પણ ગરોળી ઘરમાં પર ફરતી જોવા નહીં મળે

હળદર અને તુલસીની પેસ્ટ બનાવો 

એક ચમચી હળદર 
10 થી 15 તુલસીના પાન 
એક ચમચી મધ 

આ પણ વાંચો: તમે દૂધ પીવો છો કે ડિટર્જન્ટનું પાણી ? ઘરે આવતું દૂધ શુદ્ધ છે કે નહીં ચેક કરો આ રીતે

ઉપર જણાવેલી ત્રણેય સામગ્રીને બરાબર વાટી પેસ્ટ તૈયાર કરી લો. હવે આ મિશ્રણને સ્કિન પર જ્યાં એલર્જી થઈ હોય ત્યાં લગાવો. આ પેસ્ટ લગાડયાની 15 થી 20 મિનિટ પછી હુંફાળા પાણીથી સ્કીનને સાફ કરો. આ પેસ્ટનો ઉપયોગ કરવાથી ત્વચાની એલર્જી થી તુરંત જ રાહત મળશે.

તમે નાળિયેર તેલ સાથે પણ હળદરનો ઉપયોગ કરી શકો છો. તેના માટે નાળિયેર તેલને ગરમ કરી તેમાં હળદર ઉમેરી થોડીવાર ગરમ કરો. આ રીતે એક પેસ્ટ તૈયાર કરો. તેયાર કરેલી પેસ્ટ ઠંડી થઈ જાય પછી પ્રભાવિત જગ્યા પર તેને લગાવો. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More