Home> LifeStyle
Advertisement
Prev
Next

Mothers Day Special: મધર્સ ડે પર તમારી માતાને આ રીતે આપી શકો છો સરપ્રાઈઝ

8 મે ના રોજ દુનિયાભરમાં મધર્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ મધર્સ ડે પર તમે તમારા માતાને કઈ રીતે સરપ્રાઈઝ આપી શકો છો એના માટેના ખુબ જ સરસ આઈડિયા અહીં આપવામાં આવ્યાં છે.

Mothers Day Special: મધર્સ ડે પર તમારી માતાને આ રીતે આપી શકો છો સરપ્રાઈઝ

નવી દિલ્લીઃ મધર્સ ડે એટલેકે, માતૃ દિવસની શરૂઆત અન્ના જોર્વિસ નામની અમેરિકન મહિલાએ કરી હતી. અન્નાને તેની માતા પ્રત્યે ખાસ લગાવ હતો. અન્ના તેની માતાથી ઘણી પ્રેરિત હતી. જો કે, તેની માતાના મૃત્યુ પછી, અન્નાએ લગ્ન ન કરવાનો નિર્ણય કર્યો, અને તેની માતાના નામે પોતાનો જીવ આપવાનો સંકલ્પ કર્યો. ત્યારે અન્નાએ તેની માતાને માન આપવા માટે મધર્સ ડેની શરૂઆત કરી. 

આ વર્ષે મધર્સ ડેની ઉજવણી 8 મેના કરવામાં આવશે. આ દિવસ સમગ્ર વિશ્વની માતાઓ, આપણા જીવનમાં માતા જેવી વ્યક્તિઓ અને દાદીમાના સન્માન માટે ઉજવવામાં આવે છે. કોઈ પણ તેમની માતાઓ માટે સરપ્રાઈઝનું આયોજન કરીને અથવા તેમને ખરેખર ગમે તેવી પ્રવૃત્તિ કરીને આ દિવસની ઉજવણી કરે છે. અથવા, તમે આ માર્ગદર્શિકાને અનુસરી શકો છો અને છેલ્લી ઘડી સુધી રાહ જોવાને બદલે કંઈક પ્લાન કરી શકો છો. અહીં 5 રીત આપવામાં આવી છે જેને તમે માતૃ દિવસ નિમિત્તે તમારી માતાને ભેંટ તરીકે આપી શકો છો. 

1) માતા સાથે ગાર્ડનને વધુ સુંદર બનાવો-
જો તમારી માતાને ગાર્ડનને ખુબસુરત રાખવું ગમે છે. તો આ કામમાં તમે તેમની મદદ કરી શકો છો. તમે તમારી માતાને રંગબેરંગી ફુલો, છોડવા અથવા કોઈ ઔષધિઓ છોડ આપી શકો જેમાં તેની સારસંભાળ માટે તમારા હાથેથી લખેલી સૂચનાઓ સામેલ હોય. તમારું આ કાર્ય દર્શાવે છે કે તમે તમારી માતાના દિવસને ખાસ બનાવવા શું કરી શકો છો. જ્યારે બગીચામાં ફુલો ખીલશે ત્યારે તમારી માતાને તમારી યાદ આવશે. તમે છોડવાઓમાં પાણી છાંટી શકો છો. જેથી ગાર્ડન હરિયાળીથી ભરેલું જોવા મળે. 

2) તેમના શોખને અનુસરવામાં મદદ કરો-
આપણી માતાઓ આખો દિવસ તેમની ઓફિસ કે ઘરના જીવનમાં વ્યસ્ત રહે છે. તેઓને ગમતી વસ્તુઓ અથવા ભૂતકાળના શોખ - જેમ કે નૃત્ય, ગાયન, યોગ, વાજિંત્ર વગાડવું, દોડવું વગેરેનો સમય મળતો નથી. જો તમે એવી કોઈ પ્રવૃત્તિ જાણો છો કે જે તમારી માતા વર્ષોથી કરવાનું આયોજન કરી રહી છે, તો તમારે તેમને શોખને અનુસરવામાં મદદરૂપ થવું જોઈએ. તેમને પ્રોત્સાહન આપવું જોઈએ કે તેઓ આજે પણ એ બધા કાર્યો કરી શકે જે તે પહેલા કરતી. 

3) ગેમ રમો અથવા મનગમતુ ફિલ્મ નિહાળો-
મધર્સ ડેના દિવસે તમે તમારી માતા સાથે રાત્રીના ટીવી અથવા બોર્ડ ગેમ્સ રમી શકો. અથવા તો તમે તમારી માતાનું પ્રિય ફિલ્મ સાથે બેસી નિહાળી શકો છો. જો તમે ફિલ્મ જોવાનું વિચારી રહ્યાં હોવ તો તમારે મુવી થિયેટર જેવી તૈયારીઓ જેવી કે પોપકોર્ન અને કોલ્ડ્રિંક્સ તૈયાર રાખવા જોઈએ. 

4) પરિવારજનો સાથે બહાર ફરવા જાઓ-
મધર્સ ડેના દિવસે તમારે તમારી માતાને તેમના પ્રિય પ્રવાસન સ્થળો પર લઈ જવા જોઈએ. તમે તમારા પરિવારજનો સાથે પણ પ્રવાસ કરી શકો છો. તમારી માતા સતત કામોમાં વ્યસ્ત રહેતી હોવાથી થાક લાગતો હોય છે. તેથી તમારે કુદરતી રીતે એકદમ સુંદર સ્થળો પર તેમને લઈ જવા જોઈએ જેથી તેમનો થાક પણ ઉતરી જાય અને તેમનું મન પણ પ્રકુલ્લિત થઈ જાય.

5) માતાની સાથે બનાવો તેમની પ્રિય વાનગી-
જે માતાને ઘરમાં સ્વાદિષ્ટ રસોઈ બનાવતી આવડતી હોય તેમને સાક્ષાત અન્નપૂર્ણા કહેવામાં આવે છે. જો તમે પણ તમારી માતા પાસે કોઈ વાનગી શીખો અથવા તમને ભાવતી વાનગી બનાવવા માટે મદદ કરો તો આ એક રસપ્રદ વાત ગણી શકાય. જો તમને ભોજન બનાવતા આવડતું હોય તો તમે પણ તમારી માતાને કિચનમાંથી બ્રેક આપી તેમના માટે સ્વાદિષ્ટ વાનગી બનાવી શકો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More