Home> LifeStyle
Advertisement
Prev
Next

ગરમીમાં કેવો આહાર લેવો જોઈએ? જાણો આ અંગે શું કહે છે આયુર્વેદ અને ડાયેટના નિષ્ણાતો

Best Food For Summer: હાલ કાળઝાળ ગરમીને કારણે ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે. જમવાની ઈચ્છા થતી નથી, પેટમાં કંઈ જતું નથી, ગરમી એટલી છેકે, શું કહેવું...આવી ગરમીમાં શું ખાવું અને શું ના ખાવું...જાણો શું કહે છે નિષ્ણાતો...

ગરમીમાં કેવો આહાર લેવો જોઈએ? જાણો આ અંગે શું કહે છે આયુર્વેદ અને ડાયેટના નિષ્ણાતો
Updated: Jun 02, 2024, 09:37 AM IST

Best Food For Summer: હાલ દેશભરમાં ભારે ગરમીનો પ્રકોપ છે. આવી ગરમીમાં લોકો સનસ્ટ્રોક, હીટસ્ટ્રોક, ડિહાઈડ્રેશન જેવી અનેક સમસ્યાઓના શિકાર બનતા હોય છે. એવામાં તમારી ડાયેટ ખુબ અગત્યની બની રહે છે. તમે શું ખાઓ છો અને શું નથી ખાતા એ ખુબ અગત્યની બાબત છે. કારણકે, વાતાવરણ પ્રમાણે આહાર લેવો એ અગત્યનું બની રહે છે. દેશના અનેક રાજ્યોમાં આકરી ગરમી પડી રહી છે ત્યારે ઋતુ પ્રમાણે આહારમાં પણ ફેરફાર કરવો ખૂબ જ જરૂરી છે. જો સિઝન મુજબ આહારમાં ફેરફાર ના કરવામાં આવે તો તમે અનેક ગંભીર સમસ્યાઓના શિકાર બની શકો છો.

શું કહે છે ડાયેટ નિષ્ણાતો?

નિષ્ણાતોના મતે ખાસ કરીને ગરમીમાં શરીરમાં પાણીની કમી મહેસુસ થતી હોય છે. ગરમીથી શરીરનું પાણી શોષાઈ જાય છે. આપણાં શરીરનો મોટા ભાગનો હિસ્સો પાણીથી ભરેલો છે. જો પાણી ઓછું થઈ જાય તો શરીરમાં સમસ્યા ઉભી થાય છે. જેને કારણે ડિહાઈડ્રેશન, ભારે ગરમીમાં હિટસ્ટ્રોક, સનસ્ટ્રોક, અપચો, કિડનીની સંકોચાઈ જવી, પેશાબમાં બળતરા થતી, પેટને લગતી સમસ્યા થવી...આવી અનેક સમસ્યાઓ થઈ શકે છે. તેથી ગરમીની સિઝનમાં વધુમાં વધુ લીકવીડ એટલેકે, પ્રવાહી લેવું જોઈએ. લીલા શાકભાજી, સલાડ, સૂપ, દહીં, છાશ, ખિચડી કઢી, દાળભાત, તેમજ બહારના નાસ્તા અને ફાસ્ટફ્રૂટ કે જંકફૂડના બદલે ઘરનો હળવો નાસ્તો અથવા તાજા ફ્રૂટ ખાવા જોઈએ. ખાસ કરીને તરબૂચ, ટેટી, સિતાફળ, અનાનસ, તારફડી, નારિયેળ પાણી, નારંગી, મોસંબી, સફેદ જાંબુ, ફાલસા, દ્રાક્ષ જેવા ફળો અને તેનો જ્યુશ શરીરને ઠંડક આપે છે. ગરમીમાં શરીરને રાહત મળે તે માટે આવો આહાર લેવો જોઈએ. જેની સામે આ સિવાયનો ભારે ભરખમ તમામ આહાર ગરમી શરૂ થતા જ બંધ કરી દેવો જોઈએ. ઉનાળામાં પાચન શક્તિ ખૂબ જ નબળી થઈ જાય છે, તેથી તમારે ભરપૂર ખોરાક ન ખાવો જોઈએ. આ ઋતુમાં મીઠો અને સુપાચ્ય ખોરાક લેવો જોઈએ. તમે તમારા આહારમાં ગોળ, પેથા, પરવલ, બથુઆ, છાલ સાથે બટાકા, કારેલા, કાચા કેળા, આમળા, દૂધ, આમળા, નારંગી, કેરી, કોકમ, નારિયેળ વગેરેનો સમાવેશ કરી શકો છો.

સિઝન બદલાય તો કપડાંની જેમ આહાર પણ બદલોઃ
ઋતુ બદલાવાની સાથે જેમ આપણે આપણાં કપડાં બદલતા હોઈએ છે, તેવી જ રીતે ઋતુ પ્રમાણે આહારમાં પણ ફેરફાર કરવો જરૂરી છે. આયુર્વેદ પણ વ્યક્તિને ઋતુ પ્રમાણે ખાવાની સૂચના આપે છે. શરીરમાં ત્રણ દોષો (વાત, પિત્ત અને કફ) ને સંતુલિત કરવા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાં ખાસ કરીને ગ્રીષ્મ ઋતુમાં વાત દોષ વધે છે એટલે તેને કંટ્રોલ કરવા અમુક આહાર વિહારમાં બદલાવ કરવો જરૂરી હોય છે. આયુર્વેદમાં ઋતુચાર્યનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. ઋતુચાર્ય એક પ્રાચીન આયુર્વેદિક પ્રથા છે, જે બે શબ્દોથી બનેલી છે. આમાં ઋતુનો અર્થ મૌસમ અને ચર્યનો અર્થ આહાર અથવા અનુશાસન થાય છે. આ પ્રમાણે વ્યક્તિ દરેક ઋતુ પ્રમાણે ભોજન કરીને સ્વસ્થ અને રોગોથી મુક્ત રહી શકે છે.

શું કહે છે આયુર્વેદ?
આયુર્વેદમાં ઉનાળાની ઋતુને વિનિમય સમય પણ કહેવામાં આવે છે. આ ઋતુમાં સૂર્યના કિરણો અને હવા ખૂબ જ ગરમ અને શુષ્ક હોય છે, જેના કારણે વાતાવરણ શુષ્ક બની જાય છે. ઉનાળાની ઋતુમાં જ્યારે તાપમાન વધે છે અને સૂર્ય વધુ તીવ્ર હોય છે, તેથી આ ડિહાઇડ્રેશન, હીટ સ્ટ્રોક, સુસ્તી, થાક અને પેટની સમસ્યાઓ તરફ દોરી જાય છે. આ બધી સમસ્યાઓથી બચવા માટે આપણે આપણા આહારનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આયુર્વેદ હજારો વર્ષોથી આપણને સ્વસ્થ જીવન જીવવાનો માર્ગ બતાવે છે. આધુનિક વિશ્વમાં પણ, આયુર્વેદને રોગોની સારવાર અને સ્વસ્થ જીવન જીવવાની શ્રેષ્ઠ રીતોમાંની એક તરીકે ઓળખવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં આપણે એવો આહાર લેવો જોઈએ, જે શરીરમાં તાજગી લાવવાનું કામ કરે છે. આ ઋતુમાં ઠંડીની અસર અને ચીકણી વસ્તુઓનું વધુ સેવન કરવું જોઈએ. આ માટે તમે દૂધ-ભાતની ઠંડી ખીર, છાશ, લસ્સી, કેરીના પન્ના, નારિયેળ પાણી, લીંબુ પાણી, કાકડી, તરબૂચ, મોસમી ફળોનો રસ, ફુદીનો, ગુલકંદ, વરિયાળી અને ધાણાનું સેવન કરી શકો છો.

ગરમીમાં આ વસ્તુઓનું સેવન ન કરો:
ઉનાળામાં વધારે તળેલું ન ખાઓ. લાલ મરચાના બદલે કાળા મરચાનો ઉપયોગ વધારે કરો. ચા-કોફી ઓછી પીઓ. તેનાથી બોડી ડી-હાઈડ્રેટેડ થાય છે, ગ્રીન-ટી વધારે પીઓ. સ્મોકિંગ ઓછું કરો અને વાસી ખોરાકથી બચો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે