Home> LifeStyle
Advertisement
Prev
Next

Lifestyle: વિયાગ્રા છોડો! આ ટ્રિક અજમાવો... બેડ પર 3 ગણું વધી જશે પરફોર્મન્સ, પાર્ટનર થશે ખુશખુશાલ

પોતાના પાર્ટનરને બેડ પર વધુ સમય સુધી સંતોષ આપવા માટે લોકો ભાત ભાતના નુસ્ખા અપનાવતા હોય છે. કેટલાક લોકો વિયાગ્રાનો ઉપયોગ કરે છે. પરંતુ એક નવો રિસર્ચ સામે આવ્યો છે જેના પરિણામ અત્યંત ચોંકાવનારા છે. તારણો જણાવે છે કે સેક્સ ડ્રાઈવ વધારવા માટે હવે વિયાગ્રાનો ઉપયોગ કરવાની જરૂર નથી.

Lifestyle: વિયાગ્રા છોડો! આ ટ્રિક અજમાવો... બેડ પર 3 ગણું વધી જશે પરફોર્મન્સ, પાર્ટનર થશે ખુશખુશાલ

પોતાના પાર્ટનરને બેડ પર વધુ સમય સુધી સંતોષ આપવા માટે લોકો ભાત ભાતના નુસ્ખા અપનાવતા હોય છે. કેટલાક લોકો વિયાગ્રાનો ઉપયોગ કરે છે. પરંતુ એક નવો રિસર્ચ સામે આવ્યો છે જેના પરિણામ અત્યંત ચોંકાવનારા છે. તારણો જણાવે છે કે સેક્સ ડ્રાઈવ વધારવા માટે હવે વિયાગ્રાનો ઉપયોગ કરવાની જરૂર નથી. રિપોર્ટમાં સેક્સ ડ્રાઈવ વધારવા માટે એક યોગાસનનો ઉલ્લેખ કરાયો છે. 

આ યોગાસન બને છે ઉપયોગી
રિપોર્ટ જણાવે છે કે સેક્સ ડ્રાઈવ વધારવા માંગતા હોવ તો ડાઉનવર્ડ ડોગ પોઝ યોગાસન કરવું જોઈએ. ડેઈલી મેઈલના એક રિપોર્ટ મુજબ એક તૃતિયાંશ લોકો શારીરિક સંબંધ દરમિયાન લાંબો સમય સુધી ટકી શકતા નથી. જેના કારણે તેઓ લઘુતાગ્રંથીથી પીડાતા હોય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કેટલીક એવી ટ્રિક છે જે તમને આ સમસ્યામાંથી બહાર આવવામાં મદદ કરે છે અને ચોંકાવનારા પરિણામ આપે છે. 

વધી જશે પાવર
કસરત ફક્ત મેન્ટલ જ નહીં પરંતુ સેક્સ્યુઅલ હેલ્થમાં પણ સુધારો કરે છે. હવે યોગ દ્વારા સેક્સ ડ્રાઈવમાં 30 સેકન્ડ સુધીનો વધારો કરી શકાય છે. શારીરિક સંબંધ દરમિયાન અનેક લોકો બહુ ઓછા સમય સુધી ટકી શકે છે. આવું કેમ થાય છે તેને સમજવા માટે ઈંગ્લેન્ડની એંગ્લિયા રસ્કિન યુનિવર્સિટીએ 50થી વધુ અભ્યાસનો રિવ્યૂ કર્યો છે. 

રિવ્યૂ રિપોર્ટ મુજબ અલગ અલગ લોકોમાં આ સમય અલગ અલગ હોય છે. પરંતુ ફિઝિકલ એક્ટિવિટી દ્વારા તેમાં સુધારો લાવીને સેક્સ્યુઅલ પરફોર્મન્સ વધારી શકા છે. વૈજ્ઞાનિકોએ આ પરિણામ 54 સ્ટડીમાં સામેલ 3485 પુરુષો પર થયેલા રિસર્ચ બાદ બહાર પાડ્યા છે. 

છોકરાઓની આ આદતોથી આકર્ષાય છે છોકરીઓ, લાઈફ પાર્ટનરમાં જુએ છે આ ગુણો

જો તમારા ઘરે દૂધ વારંવાર ફાટી જતું હોય તો સમજવું કે ભગવાન આપી રહ્યા છે આ સંકેતો

TIPS: ઓ બાપ રે! મન ઉત્તેજક અને ધમાકેદાર સેક્સ માટે તૈયાર પણ શરીર નથી આપતું સાથ

આ રીતે 3 ગણું વધી 'ટકી શકશો'
18થી 45 વર્ષની ઉંમરના પુરુષો પર થયેલા આ રિસર્ચ દરમિયાન તેમને કસરત કરવાના નિર્દેશ અપાયા. જે પુરુષોએ 30 મિનિટ સુધી રનિંગ કર્યું તેમની સેક્સ ડ્રાઈવના સમયમાં 3 મિનિટથી વધુનો વધારો જોવા મળ્યો. જ્યારે કસરત ન કરનારા લોકો માં આ ટાઈમ માત્ર 50 સેકન્ડ સુધીનો હતો. કસરતની સરખામણીમાં વિયાગ્રા જેવી દવાઓ કેટલી અસર દેખાડે છે તેને પણ સમજવાની કોશિશ કરવામાં આવી. રિસર્ચ દરમિયાન સેક્સ ડ્રાઈવને વધારવા માટે તેમને ડેપોક્સીટીન દવા આપવામાં આવી. પરંતુ તેની અનેક આડઅસરો જોવા મળી. રિસર્ચમાં એ પણ સામે આવ્યું કે જે 26 લોકોએ 12 અઠવાડિયા સુધી યોગ કર્યું તેઓ યોગ ન કરનારાઓની સરખામણીમાં બેડ પર 3 ગણું વધુ સમય સુધી ટકેલા રહ્યા. 

એંગલિયા રસ્કિન યુનિવર્સિટીના પ્રોફેસર લી સ્મિથ કહે છે કે કેટલાક વિશેષ તરીકા પુરુષોને લાંબા સમય સુધી ટકી રહેવા માટે મદદ કરે છે અને પાર્ટનર સાથે સંબંધોને સારા બનાવવામાં મદદ કરે છે. જો કોઈ પુરુષ અપેક્ષા મુજબ પરફોર્મ નથી કરી શકતો તો લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરીને પરફોર્મન્સ વધારી શકે છે. રિસર્ચ રિવ્યૂ બાદ જે પરિણામ સામે આવ્યા તે તેના પર મહોર લગાવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More