Home> LifeStyle
Advertisement
Prev
Next

યાત્રી કૃપા ધ્યાન આપે: રેલવેમાં સામાન લઈ જતા પહેલાં જાણી લો આ નિયમ, રેલ વિભાગે શું કહ્યું

ટ્રેનમાં સફર કરતા મુસાફરો માટે આ સમચાર અગત્યના છે. ટ્રેનમાં મુસાફરી કરતી વખતે પોતાની સાથે કેટલો સામાન લઈને જાવ છો તે અંગે પણ કેટલાં ચોક્કસ નિયમો બનાવવામાં આવેલાં છે. જો તમે એનાથી અજાણ હશો તો તમારે મુશ્કેલી વેઠવાનો વારો આવી શકે છે.

યાત્રી કૃપા ધ્યાન આપે: રેલવેમાં સામાન લઈ જતા પહેલાં જાણી લો આ નિયમ, રેલ વિભાગે શું કહ્યું

IRCTC Luggage Rules |Indian Railways Luggage New Rules: જો તમે ટ્રેનમાં યાત્રા કરવાના છો, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. નહીં તો તમારી સમસ્યામાં વધારો થઈ શકે છે. જો વધારે સામાન સાથે ટ્રેનમાં યાત્રા કરવા જઈ રહ્યા છો તો એ સામાન તમે ઓછો કરો નહીં તો વધારે રકમ ચૂકવવી પડશે. ભારતીય રેલવે હવે મર્યાદાથી વધુ સામાન લઈ જવા પર યાત્રીઓને દંડ કરશે. જો તમે વગર બુકિંગે વધારે સામાન લઈ જઈ રહ્યા હશો તો તમારે સામાન્યની તુલનામાં 6 ગણી રકમ ચૂકવવી પડશે. જોકે, આ સમાચારો ખોટા છે એવી રેલ વિભાગે સ્પષ્ટતા કરી દીધી છે.

 

 

નિયમ અનુસાર, યાત્રી જે શ્રેણીમાં યાત્રા કરી રહ્યા છે, તેના આધાર પર યાત્રી પોતાની સાથે ટ્રેનના ડબ્બામાં 40 કિલોગ્રામથી લઈને 70 કિલોગ્રામ સુધી સામાન લઈ જઈ શકે છે. જો વધારે સામાન હશે, તો વધારે રકમ ચૂકવવી પડશે. સામાન્ય માટે લઘુતમ ચાર્જ 30 રૂપિયા છે. એવા સમાચારો અગાઉ સોશિયલ મીડિયામાં વહેતા થયા હતા. જેના જવાબમાં રેલ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છેકે, આ સમચારો તદ્દન ખોટા છે. આમાં કોઈ તથ્ય નથી.

ભારતીય રેલવેએ તમે જે કોચમાં યાત્રા કરી રહ્યા છો, એ અનુસાર સામાનનો ભાવ નક્કી કર્યો છે. જો તમે ફર્સ્ટ એસીમાં મુસાફરી કરી રહ્યા છો તો તમે 70કિલોગ્રામ સુધી સામાન લઈ જઈ શકો છો, એસી-2 ટાયર માટે 50 કિલો મર્યાદા છે અને એસી 3 ટાયર માટે 40 કિલો છે. સ્લીપર ક્લાસ માટે 40 કિલો અને સેકન્ડ ક્લાસ માટે 35 કિલો સુધીની મર્યાદા આપી છે.

સામાન બુક કરવું છે જરૂરી-
યાત્રીએ પ્રસ્થાન સમયે ઓછામાં ઓછા 30 મિનિટ પહેલાં બુકિંગ સ્ટેશનના લગેજ કાર્યાલયમાં સામાન રજૂ કરવો જોઈએ. ટિકિટ બુક કરતી વખતે તમે પહેલાંથી જ સામાન બુક કરાવી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More