Home> LifeStyle
Advertisement
Prev
Next

સાવ સસ્તામાં મળતા આમળાનો ઉપયોગ છુટકારો અપાવશે શિયાળાની મોટી સમસ્યાથી

આમળાનો આ નુસખો એન્ટી બેકટેરિયલ ગુણોથી ભરપુર છે. 

સાવ સસ્તામાં મળતા આમળાનો ઉપયોગ છુટકારો અપાવશે શિયાળાની મોટી સમસ્યાથી

મુંબઈ : શિયાળાની ઋતુમાં માથામાં ખોડાની સમસ્યા સામાન્ય છે. વાળમાં ખોડાને કારણે શુષ્કતા તેમજ ફંગસ ઇન્ફેક્શન સામાન્ય વાત છે. આના કારણે ક્યારેક જાહેરમાં શરમાવું પડે છે. જોકે આંબળી પેસ્ટનો એક નુસખો આ સમસ્યામાંથી છુટકારો અપાવી શકે છે. આ નુસખો એન્ટી બેકટેરિયલ અને એન્ટિ ઇન્ફલેમેટરી ગુણોથી ભરપુર છે. 

આંબળાની પેસ્ટ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ટી સ્પુન આંબળા પાઉડર 
  • 5-6 લીમડાના પાન
  • 1 ટી સ્પુન શિકાકાઈ પાઉડર
  • 1 ટી સ્પુન મેથી પાઉડર
  • 1 ટી સ્પુન અરીઠા પાઉડર
  • 1 કપ પાણી

બનાવવાની રીત
એક પેનમાં  1 કપ પાણી ગરમ કરો. એમાં એક પછી એક બધી વસ્તુઓ નાખી દો. હવે આ પેન ઢાંકી દો અને એને 10 મિનિટ ઉકળવા દો. આ પછી ઢાંકણું હટાવી દો અને પેનને ગેસ પરથી ઉતારી લો. આ મિશ્રણને ઠંડુ કરીને એેને ગાળી લો. 

વાપરવાની રીત
આ પેસ્ટને માથા પર લગાવીને થોડી મિનિટો સુધી મસાજ કરો. મસાજ પછી પેસ્ટને માથામાં રહેવા દો. આ પછી વાળને હુંફાળા પાણીથી ધોઈ લો. સારા પરિણામ માટે આ પેસ્ટને અઠવાડિયામાં બે વાર લગાવો. 

આંબળા વાળનો રંગ જાળવી રાખવામાં મદદ કરે છે. જો તમે કેમિકલ યુક્ત હેરડાઇ વાપરવા ન ઇચ્છતા હો અને વાળનો પ્રાકૃતિક રંગ જાળવી રાખવા ઇચ્છતા હો તો રોજ એક આંબળું ખાઓ. વાળના મૂળમાં આ લેપ લગાવવાથી વાળનો સારો વિકાસ થાય છે અને પ્રાકૃતિક રંગ તેમજ ચમક જળવાઈ રહે છે.

લાઇફસ્ટાઇલના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More